Site icon News Gujarat

કોમોલિકાથી લઇને આ કલાકારોની એક સમયે સ્થિતિ હતી બહુ ખરાબ, જેમાં એકે તો પસંદ કર્યો હતો દેહ વેપારનો ધંધો

આર્થિક તંગીનો શિકાર થઈ ચૂક્યા છે આ કલાકારો, એકે તો પસંદ કર્યો હતો દેહ વેપારનો રસ્તો.

મનોરંજન જગતની દુનિયામાં ચારે બાજુ ચકમક અને ખુશીઓ જ દેખાય છે. કલાકારોની લક્ઝરીયસ લાઇફસ્ટાઇલ જોઈને દરેકને એવું જ લાગે છે કે દુઃખ અને તકલીફો સાથે એમનો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. ફક્ત બૉલીવુડ જ નહીં પણ ટીવી સેલેબ્સની જિંદગીને જોઈને પણ લોકો એ જ વિચારે છે કે એમના જીવનમાં ફક્ત સુખ જ સુખ છે. જો કે આ વાત સાચી નથી. મોટા પડદાથી લઈને નાના પડદા સુધી ઘણા કલાકારો એવા છે જેમને પોતાના જીવ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે.

ખરાબ સમય અને ખરાબ પરિસ્થિતિઓ કોઈની પર પણ આવી શકે છે અને મનોરંજન જગતમાં કેટલાક કલાકારો પણ આવી જ તકલીફમાંથી પસાર થયા છે. જો કે એમને પોતાના ખરાબ સમયમાં ધીરજની સાથે સામનો કર્યો અને સાબિત કરી દીધું કે3 સમય બદલાતા વાર નથી લાગતી. તો ચાલો આજે તમને જણાવી દઈએ અમૂક એવજ કલાકારો વિશે જેમને ક્યારેક કરવો પડ્યો હતો આર્થિક તંગીનો સામનો.

ઉર્વશી ધોળકીયા.

image source

નાના પડદા પર કોમોલિકાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં વસી જનારી ઉર્વશી ધોળકીયાએ પોતાની અંગત જિંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એકતા કપૂરની ટીવી સિરિયલ કસોટી જિંદગી કીમાં એમને ખલનાયિકાનું પાત્ર ભજવ્યું હતું જેનાથી એ સુપર હિટ થઈ ગઈ હતી. અસલ જિંદગીમાં એ બે દિકરાઓની માતા છે જેમનો એમને એકલા હાથે ઉછેર કર્યો છે. એવામાં શો ખતમ થયા પછી એવો પણ સમય આવ્યો હતો જ્યારે એમને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઉર્વશીએ આ તકલીફોમાં ગભરાયા વગર મહેનત કરીને પોતાની તકલીફો દૂર કરી.

અમિત સાધ.

image source

મોટા પડદા પર પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકેલા અમિત સાધ નાના પડદા પર પણ નામ મેળવી ચુક્યા છે. જો કે એમના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે એમના બધા પૈસા ખતમ થઈ ગયા હતા. અમિતે જણાવ્યું હતું કે અભિનયમાં કરિયર બનાવવા માટે એમને પોતાની બાઇક અને અમુક કિંમતી સામાન વેચવો પડ્યો હતો. એ પછી એમને નાના પડદાને અલવિદા કહીને મોટા પડદા તરફ વળાંક લીધો.

શ્વેતા બસૂ પ્રસાદ.

image source

મકડી ફિલ્મમાં બાલ કલાકાર તરીકે ઓળખ બનાવનારી શ્વેતા બસુ પ્રસાદ પણ આર્થિક તંગીનો શિકાર થઈ ચૂકી છે. એટલું જ નહીં એમનું નામ દેહ વેપારમાં પણ સામે આવ્યું હતું. એના વિશે એમનું કહેવું હતું કે પૈસાની તંગીના કારણે એમને આ બધું કરવું પડ્યું કારણ કે એમના માટે બધા રસ્તા બન્ધ થઈ ચૂક્યા હતા. જો કે આજે એ પોતાના ભૂતકાળને ભુલાવીને આગળ વધી ચુકી છે અને અભિનયમાં નામ કમાઈ રહી છે.

શિલ્પા શિંદે.

image source

નાના પડદા પર અંગૂરી ભાભી બનીને ઘર ઘરમાં જાણીતી બનેલી શિલ્પા શિંદે પણ આર્થિક તંગીનો સામનો કરી ચુકી છે. શો ભાભીજી ઘર પર હેમા પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા સાથે પેમેન્ટને લઈને વિવાદના કારણે એમને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ પછી એમને શોમાંથી બહાર જવાનો નિર્ણય કરી લીધો હતો. ભાભીજી ઘર પર હે સિવાય શિલ્પાએ બિગ બોસ 11નો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

દ્રષ્ટિ ધામી.

image source

નાના પડદા પર પોતાના અભિનયથી પોતાની જાતને સાબિત કરી ચુકેલી દ્રષ્ટિ ધામીને પણ પૈસાની તંગી સહન કરવી પડી હતી. મધુબાલા એક ઇશ્ક એક જુનુંન દરમિયાન દ્રષ્ટિએ લગભગ 36 લાખ રૂપિયાનું પેમેન્ટ રોકવામાં આવ્યું હતું જેને કારણે એમને સીન્ટામાં એના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. દ્રષ્ટિ દિલ મિલ ગએ, ગીત હુઈ સબસે પરાઈ, એક થા રાજા એક થી રાની, સિલસિલા બદલતે રીશતો કા જેવા શોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version