લો બોલો, આ સિતારાઓ તો ખરા નિકળ્યા… પહેલા રહ્યા લિવ ઇનમાં અને પછી…, જેમાં વિરાટનો પણ છે નંબર

લિવ ઇન રિલેશનમાં રહ્યા પછી લગ્ન બંધનમાં બંધાયા આ જાણીતા કલાકારો.

આજના સમયમાં લિવ ઇન રિલેશનમાં રહેવું એ ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. ભારતીય કાયદો પણ હવે લિવ ઇન રિલેશનની પરવાનગી આપે છે. ભારતીય કાયદા અનુસાર લિવ ઇન રિલેશનમાં રહેવા માટે છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરુરી છે. એ સાથે જ લિવ ઇન રિલેશનમાં રહેવા માટે છોકરો અને છોકરી બંને કુંવારા કે પછી ડિવોર્સી હોવા જરૂરી છે. એવું માનવામાં આવે છે કે લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા પછી કપલ્સ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે. આજે અમે તમને કેટલાક એવા બોલિવુડના કલાકારો વિશે જણાવીશું કે જે લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા પછી લગ્ન બંધનમાં બંધાયા હતા.

સૈફ અલી ખાન અને કરીના કપૂર.

image source

સૈફ અલી ખાન અને કરીના કપૂર વર્ષ 2012માં લગ્ન બંધનમાં બંધાયા, એ પહેલાં કરીના કપૂર અને સૈફ અલી ખાન ઘણા સમય સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. કરીના કપૂરે ક્યારેય પણ આ રિલેશનશિપને લોકોથી છુપાવી નથી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.

image source

ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી અને જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્ન બંધનમાં બંધાયા એ પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 1 ડિસેમ્બર 2017માં લગ્ન બંધનમાં બંધાયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ.

image source

બોલોવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટના નામે જાણીતા અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ વર્ષ 2005માં લગ્ન બંધનમાં બંધાયા હતા. લગ્ન કરતા પહેલા આમિર ખાન અને કિરણ રાવ એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે કિરણ રાવ આમિર ખાનની બીજી પત્ની છે.

કુણાલ ખેમુ અને સોહા અલી ખાન.

image source

કુણાલ ખેમુ અને સોહા અલી ખાન 25 જાન્યુઆરી 2015માં લગ્ન બંધનમાં બંધાયા હતા. લગ્ન પહેલા કુણાલ ખેમુ અને સોહા અલી ખાન લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે કુણાલ ખેમુએ એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહ.

image source

કોમેડિયન અને બૉલીવુડ એકટર કૃષ્ણા અભિષેક અને એક્ટ્રેસ કશ્મીરા શાહ ઘણા વર્ષો સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા અને એ પછી એમને એકબીજા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2013માં આ બંનેએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. જેના વિશે આ બંનેએ વર્ષ 2014માં જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહને બે બાળકો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!