તમે પણ યુટ્યુબ પર કરો છો આ કામ તો હવે ચેતી જાઓ, તમારે પણ ખાસ ટેક્સ ભરવો પડશે

જો તમે પણ યુટ્યુબ પર કમાણી કરવા માટે અનેક અવનવા ગતકડા અપનાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. યુટ્યુબ પર પૈસા કમાનારા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૂગલની કેટલીક નીતિઓમાં આજથી ફેરફાર આવ્યા બાદ આ મહિનાથી તમારી આવક પર અને ખિસ્સા પર પણ અસર થઈ શકે છે. હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર યુટ્યુબ તમારી કમાણી પર 24 ટકા સુધીનો ટેક્સ કાપી શકે છે. આ કમાણી તમારે યુએસના નિયમો અનુસાર 24 ટકા સુધીના ટેક્સ રૂપે અદા કરવાની રહી શકે છે.

image source

ભારતમાં કેવી રીતે અસર કરશે આ યુએસની પોલિસી

માહિતી મળી રહી છે કે નવી પોલિસીથી યુએસ બહારના કંટેટન્ટ ક્રિયેટર્સ પર આજથી અમલમાં આવશે. જાણકારોનું માનવું છે કે ભારતીય વીડિયો માર્કેટમાં અમેરિકન પ્રેક્ષકોની સંખ્યા ઓછી રહે છે. આ નવા નિયમોની અસર ભારતીય લોકો પર વધારે થશે નહીં.

શું છે આવી રહેલી યૂટ્યુબની નવી ટેક્સ પોલીસી અને તે કેવી રીતે કરશે અસર

image source

યુએસના ટેક્સ કાયદાના આધારે વાત કરીએ તો હાલમાં દુનિયાભરના યુટ્યુબર્સ યુએસ ટેક્સ કાયદાના નિયમ 3 ના આધારે ગૂગલ પર યુટ્યુબ પર યુએસ દર્શકોની પાસેથી આવક મેળવવાની જવાબદારી ધરાવે છે. પરંતુ જો કોઈ કંટેટ ક્રિયેટર્સ અમેરિકાની બહાર કે અમેરિકી વ્યૂઅર્સની પાસેથી કમાણી કરે છે તો આજથી તેની આવક પર કાપ મૂકાશે. નવી પોલીસીની જાહેરાત માર્ચ 2021માં કરી દેવામાં આવી હતી પરંતુ યુટ્યુબર્સ ભાગીદારી પ્રોગ્રામમાં સમાયેલા તમામે આ ટેક્સની માહિતી આપવી પડશે. આ નિયમ આજથી સંપૂર્ણ રીતે લાગૂ થયો છે. આ સાથે આજે ગૂગલે પણ પોતાના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. તો જાણો હવે તમારી કમાણી પર આ નિયમો કેવી રીતે અસર કરશે તે વિશે પણ.

નવી પોલિસીથી તમારી આવક સિવાય યુટ્યુબને શું અને કેવી અસર થશે

image source

એક જાણકારના જણાવ્યા અનુસાર મોટાભાગના યુટ્યુબર્સ પ્રાદેશિક ભાષામાં પોતાનું કંટેન્ટ તૈયાર કરે છે. આ કારણે મોટાભાગના દર્શકો પણ દેશમાં જ તૈયાર થયેલા છે. વિદેશી વ્યૂઅર્સની સંખ્યા ઓછી છે. નવા નિયમ અને પોલીસી અનુસાર યુટ્યુબ ફક્ત યુએસ દર્શકોની પાસેથી જ થયેલી આવક પર ટેક્સ લઈ શકે છે. નવી નીતિથી ભારતીય કામ કરનારાને કોઈ ખાસ અસર થશે નહીં.

image source

તેમના કામને માટેની પોલીસી એ જ રહેશે. ટેક્સ રેટ, ગૂગલને તમે કયા ટેક્સની માહિતી આપો છો, માહિતિ કેટલી સાચી આપી છે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમકે તમે એક મહિનામાં ભારતીય યુટ્યુબર હોઈને 1000 રૂપિયાની કમાણી યુટ્યુબથી કરી તો તેની કુલ આવકમાંથી ચેનલને 10 રૂપિયા યુટ્યુબર્સ પાસેથી મળ્યા છે તો તેમાંથી 3 પ્રકારના ટેક્સ કાપવમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *