સૌરાષ્ટ્ર વિસ્તારમાં આકાશમાં જોવા મળેલા આગના ગોળા વિશે વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

બે દિવસ પહેલા સામે આવેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતામાં ખળભળાટ મચાવી દીધો હતો. જેને લઈને અનેક અટકળો પણ થવા લાગી હતી જો કે આ હવે આ રહસ્યમય ઘટના પરથી નિષ્ણાતોએ પડદો ઉઠાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, ઉપલેટા વિસ્તારમાં સોમવારની રાતે 9.15 કલાકની આસપાસ આકાશમાં એક ભેદી ધડાકો થયો હતો અને બાદમાં આગના ગોળા જેવો અવકાશી નજારો જોવા મળ્યો હતો, જેને લઈને અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થવા લાગી હતી. જે કેટલાક લોકોએ કહ્યું આ એર બેઈઝ એક્ટિવિટી હતી, તો ઘણા લોકોએ કહ્યું કે, આને ઈન્ટરનેટ માટે ફ્રતા ઉપગ્રહના કિરણો બતાવી રહ્યું છે, જોકે તમને જણાવી દઈએ કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈએ આ ઘટના અંગે ફોડ પાડયો નથી. બધા પોત પોતાના રીતે અનુમાનો લગાવી રહ્યા હતા.

તંત્ર દ્વારા સત્તાવાર કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી

image source

નોંધનિય છે કે ગત સોમવારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, માણાવદર, વંથલી, રાજકોટ, ઉપલેટા, જેતપુર, ભાયાવદર સહિતના અનેક વિસ્તારોમાં આ આકાશી નજારો જોવા મળ્યો હતો જેમા એકસાથે ધડાકા બાદ ચમકતા ગોળાઓનો પ્રકાશ ફેલાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું, જો કે નવાઈની વાત એ છે કે, આ ઘટનાને અત્યારે 24 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતા તંત્ર દ્વારા સત્તાવાર કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી.

ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી

તો બીજી તરફ આ મામલે કેટલાક લોકોએ રિસર્ચ કરતા એવું બહાર આવ્યું છે કે, વિશ્વમાં ઉપગ્રહ દ્વારા ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા એક અમેરિકી ઉદ્યોગપતિએ પોતાની કંપનીના ઉપગ્રહો અવકાશમાં તરતા મુક્યા છે, નોંધનિય છે કે, જે ઉપગ્રહો નાના કદના અને મોટી સંખ્યામાં ધરતી પર જમીનથી ફક્ત 5૦૦ કિલોમીટર ઊંચે ઉડતા હોય છે ત્યારે તે ક્ષેત્રમાં તેમાં લગાવેલ સોલાર લાઈટનું રિફ્લેશન છે. જો કે વાત અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

એર ક્રાફ્ટની એક્ટિવિટી હોય શકે છે

એટલુ જ નહીં આ અંગે ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નરેન્દ્ર ભંડારીએ આ ઘટના કોઈ ખગોળીય નહિ પરંતુ આર્મીના જેટ એરબેઝની સિક્રેટ એક્ટિવિટી હોય શકે છે તેમ જમાવ્યું હતું, તો બીજી તરફ આ વાતને જૂનાગઢ જિલ્લા ડિઝાસ્ટર ઓફિસર તન્વી ત્રિવેદીએ પણ સમર્થન આપતા જણાવ્યું હતું કે, બની શકે કે જામનગર ખાતેના એર ક્રાફ્ટની એક્ટિવિટી હોય શકે છે. જો કે હાલમાં આ બધા અનુમાન છે પરંતુ કોઈ ચોક્કસ તથ્ય સામે આવ્યું નથી. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!