આકાશમાં જોવા મળ્યો સ્ટ્રોબેરી મુનનો અદ્દભુત નજારો, તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

આકાશમાં જોવા મળ્યો સ્ટ્રોબેરી મુનના અદ્દભુત દ્રશ્યો, NASA એ જણાવ્યું છે કે, કેવી રીતે રાખવામાં આવ્યું આ નામ.

ચંદ્રને તેની અલગ અલગ કલાઓના કારણે ચંદ્રને સંબંધિત ખુબસુરત દ્રશ્યો જોવા મળી જાય છે. આવું જ કઈક આ વર્ષે ગુરુવારના રોજ સુપર મુન રૂપમાં ચંદ્ર પોતાની સંપૂર્ણ સુંદરતાની સાથે આવનાર ત્રણ દિવસ સુધી જોવા મળવાનો છે.

image source

વિશ્વના જુદા જુદા ભાગોમાં ગુરુવારના રોજ સુપર મુન સ્ટ્રોબેરી મુનના અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા. આ અવસર પર અમેરિકા દેશની અંતરિક્ષ એજન્સી નાસા (NASA) દ્વારા ફોટો જાહેર કરી છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા આ પણ જણાવવામાં આવ્યું છે કે, આ સુપર મૂનને સ્ટ્રોબેરી મુન કેમ કહેવામાં આવે છે.

image source

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેટલીક સભ્યતાઓ આ પૂર્ણ ચંદ્ર કહે છે, જો કે, નામ જુદા જુદા છે, અમે બધા આ વાતની સાથે સહમત છીએ કે, જુન મહિનાનો પૂર્ણ ચંદ્રનું દ્રશ્ય ખુબ જ ખુબસુરત દ્રશ્ય હોય છે. સ્પ્રિંગ સિઝનના અંતિમ પૂર્ણ ચંદ્ર કે પછી ઉનાળાની ઋતુનો પ્રથમ પૂર્ણ ચંદ્રને સ્ટ્રોબેરી મુન કહેવામાં આવે છે. પૂર્ણ ચન્દ્ર્માનું આ નામ એટલા માટે આ જ પાડવામાં આવ્યું કેમ કે, આ સમયે સ્ટ્રોબેરી ફળના પાકની કાપણી થવા લાગે છે.

image source

આપને જણાવી દઈએ કે, ઉત્તર અમેરિકાના એલ્ગોનક્કિન આદિવાસી (Algonquin Tribes) જાતિએ એનું નામ સ્ટ્રોબેરી મુન (Strawberry Moon) રાખવામાં આવ્યું હતું. કેમ કે, આ સમયે ઉત્તર અમેરિકામાં સ્ટ્રોબેરી ફળને કાપવાનો સમય થઈ જાય છે. સ્ટ્રોબેરી મુન (Strawberry Moon) ને હોટ મુન (Hot Moon), હની મુન (Honey Moon) અને રોઝ મુન (Rose Moon) પણ કહેવામાં આવે છે.


જો કે, અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ નામનો અર્થ એવો બિલકુલ પણ નથી થતો કે, ચંદ્ર લાલ રંગનો જોવા મળે છે. તેમ છતાં ચંદ્ર ઉદય થવા સમયે અને અસ્ત થવા સમયે અવશ્યથી લાલ રંગનો જોવા મળે છે. અમેરિકા દેશની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચંદ્ર બુધવારના દિવસના સવારના સમયથી લઈને શનિવારના દિવસે સવારના સમય સુધી અંદાજીત ત્રણ દિવસ સુધી પૂર્ણ ચંદ્ર જોવા મળશે. આ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૧માં સ્ટ્રોબેરી મુન અંદાજીત પૂર્ણ ચંદ્ર કરતા વધારે નજીક અને વધારે મોટો છે. જયારે પણ મોટો અને ચમકતો ચંદ્ર જોવા મળે છે તો કેટલીક વાર એને સુપર મુન તરીકે પણ ઓળખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!