આકાશમાં ઊડતી વખતે પક્ષીઓ ઝુંડમાં v આકાર કેમ બનાવે છે, એનો અર્થ શું છે?

તમે આકાશમાં પક્ષીઓનું ટોળું જોયું જ હશે. આ ટોળું V આકારમા આગળ વધતું દેખાય છે, ક્યારેય વિચાર્યું કે આવું શા માટે? લાંબા સમયથી વૈજ્ઞાનિકોમાં આ ચર્ચાનો વિષય છે.આના પર સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે અને જાણવા મળ્યું છે કે મોટાભાગના પક્ષીઓ આ આકારમાં કેમ ઉડે છે, જાણો આવું કેમ થાય છે?

image soucre

સંશોધન કહે છે કે ઉડતી વખતે પક્ષીઓના વી-આકાર પાછળ બે કારણો છે. પ્રથમ, એનાથી પક્ષીઓ સરળતાથી ઉડી શકે છે અને તેમના અન્ય સાથીઓ સાથે અથડાતા નથી. બીજું, પક્ષીઓના ટોળામાં એક નેતા હોય છે જે દરેકને માર્ગદર્શન આપે છે. ઉડતી વખતે, તે નેતા આગળ હોય છે અને અન્ય પક્ષીઓ તેની પાછળ ઉડે છે, તેથી ઉડતી વખતે V આકારની રચના થાય છે. ઘણા વૈજ્ઞાનિકોએ પણ આ પ્રકારની ઉડાન પર પોતાનો અભિપ્રાય મૂક્યો છે.

image soucre

યુનિવર્સિટી ઓફ લંડનના રોયલ વેટરનરી કોલેજના પ્રોફેસર જેમ્સ અશરવુડના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઉડાન હવાને કાપવાનું સરળ બનાવે છે અને બાજુમાં ઉડતા પક્ષીઓને ઉડતા રહેવા માટે સરળ બનાવે છે. આ સિવાય ઊર્જાની બચત થાય છે. સંશોધકો કહે છે કે, પક્ષીઓમાં જન્મથી જ આવી રીતે ઉડવાની કળા હોતી નથી. સમય જતાં, જ્યારે તેઓ ટોળામાં રહેતા હોય ત્યારે ધીમે ધીમે આમ કરવાનું શીખે છે.

image source

વિજ્ઞાનીઓનું કહેવું છે કે પક્ષીઓમાં સૌથી આગળ ઉડવા માટે કોઈ સ્પર્ધા નથી. બધા પક્ષીઓને સમાન અધિકાર છે, કોઈપણ એક પક્ષી જે ઉડે છે તે પહેલા આગળ વધે છે અને અન્ય તેની પછી ઉડવા લાગે છે. જ્યારે રસ્તે લઈ જતું લીડર બર્ડ થાકી જાય છે, ત્યારે તે પાછું આવે છે અને બીજું પક્ષી તેનું સ્થાન લે છે.

image source

વી આકારના કિસ્સા સામાન્ય રીતે માઈગ્રેટી બર્ડમાં વધુ સામે આવે છે. એ લાંબી ઉડાન ભરે છે. એટલે વી આકારમાં ઊડતી વખતે લીડર બનવાનો મોકો બધા પક્ષીઓને મળે છે. રિસર્ચ કહે છે ખાસ કરીને સંપૂર્ણપણે સ્વસ્થ પક્ષી જ લીડ પોઝિશનમાં આગળ વધે છે