જો રોડ એક્સીડન્ટમાં કારનાં દરવાજા લોક થઈ જાય તો આ રીતે બચાવો જીવ, વાંચી લો કામ લાગે એવી ટિપ્સ

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં એક ભયાનક એક્સિડન્ટ થયું હતું. આગ્રાના યમુના એક્સપ્રેસ વે પર એક કાર કન્ટેનર સાથે અથડાઈ હતી જેથી કારમાં આગ લાગી ગઈ અને તેમાં સવાર પાંચ વ્યક્તિઓ કારમાં જ સળગી ગયા. આ ઘટનામાં એક્સિડન્ટ થયેલી દુર્ઘટનાગ્રસ્ત કારના દરવાજા એક્સિડન્ટ બાદ સેન્ટ્રલ લોક થઈ ગયા હતા જેના કારણે તેની અંદર સવાર લોકો કાર બહાર નીકળી ન શકયા અને જીવ ગુમાવવો પડ્યો.

image source

આવી ઘટના તમારી સાથે ન બને તેના માટે જરૂરી છે કે પહેલા જ સાવચેતી રાખવામાં આવે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને આવી જ અમુક ખાસ બાબતો વિશે જણાવીશું જે તમને રોડ એક્સિડન્ટ દરમિયાન જીવનું જોખમ ઉભું થાય ત્યારે કામ લાગશે. ઉપરાંત અમે એ પણ જણાવીશું કે કારમાં સેન્ટ્રલ લોકને લઈને સરકાર કયું મોટું પગલું ભરવા જઈ રહી છે.

સીટ બેલ્ટ કટર

image source

રોડ એક્સિડન્ટ થયાબાદ તરત કારમાં આગ લાગવાને કારણે ક્યારેક સીટ બેલ્ટ લોક થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કારમાં જ સીટ બેલ્ટ કટર હોય તો અણીના સમયે કામ લાગી શકે. અસલમાં કાતર કે છરીની જગ્યાએ સીટ બેલ્ટ કટર ઉપયોગ કરવામાં વધુ સરળતાભર્યું છે અને તેના વડે ઝડપથી સીટ બેલ્ટ કાપી શકાય છે.

વિન્ડો ગ્લાસ બ્રેકર

image source

એક્સિડન્ટ બાદ કારમાં દરવાજા લોક થઈ જવાની ઘટના પણ બનતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો કારમાં જ વિન્ડો ગ્લાસ બ્રેકર હોય તો વિન્ડો ગ્લાસ બ્રેકરની મદદથી તમે મુશ્કેલીના સમયે કારની બારીના કાંચ તોડી બહાર નીકળી શકો છો.

ફાયર એક્સટીંગ્વિશર

image source

કારની અંદર નાનું ફાયર એક્સટીંગ્વિશર મુશ્કેલીના સમયે ઘણું કામ આવી શકે છે. તેના દ્વારા આગને તરત ઓલવી શકાય છે. જો કે એક વાતનું ધ્યાન રાખવા જેવું ખરું કે ફાયર એક્સટીંગ્વિશર કારમાં એ રીતે રાખવામાં આવે કે તેના પર સૂરજનો સીધો પ્રકાશ ન પડે. આ માટે તેને સીટની પાછળ અથવા સીટની નીચે રાખી શકાય.

વહીસલ

image source

ઘણી વખત કાર એવી જગ્યાઓએ ફસાઈ જાય છે કે જ્યાં આજુબાજુમાં કોઈ માણસો નથી હોતા. આવી પરિસ્થિતિ દરમિયાન એક નાનકડી વહીસલ તમને ભારે કામ આવી શકે. અસલમાં કોઈને દૂરથી મદદ માટે બોલાવવા રાડો પાડવા કરતા વહીસલ વગાડવી વધુ અસરકારક નીવડે છે.

કારનાં સેન્ટ્રલ લોક વિશે કેન્દ્ર સરકાર શું પગલાં લેવા જઈ રહી છે ?

રોડ એક્સિડન્ટ દરમિયાન કારના દરવાજા લોક ન થઈ જાય અને રોડ એક્સિડન્ટની ઘટનાઓ પર લગામ કસવા કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર પ્રાઇવેટ અને કોમર્શીયલ વાહનોમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમમાં મેન્યુઅલ સિસ્ટમને શામેલ કરવા સાથે ઓવર સ્પીડ એલાર્મ સિસ્ટમ, ડ્રાઇવર અસિસ્ટ માટે એયરબેગ અને સીટ બેલ્ટ સિસ્ટમને લાગુ કરવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી ખાનગી અને કોમર્શિયલ વાહનોમાં વધારાની સુરક્ષા માટે અલગથી ડિવાઇસ લગાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

image source

સરકારના આ નિર્ણય બાદ હવે કારમાં દુર્ઘટનાના સમયે દરવાજા લોક થઈ જવાની ઘટના ઓછી બનશે. અસલમાં રોડ એક્સિડન્ટ કે કારમાં આગ લાગવા જેવી ઘટનામાં વાહનની ઇલેક્ટ્રિક સિસ્ટમ ખરાબ થઈ જાય છે. જેના કારણે વાહનોના દરવાજાઓ પણ લોક થઈ જાય છે અને કારમાં સવાર લોકો કારની અંદર જ જીવલેણ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આ મુશ્કેલીને નિવારવા જ સરકાર દ્વારા વાહનોમાં મેન્યુઅલ દરવાજા ખોલી શકાય તે માટેના ડ્રાફ્ટની જોગવાઈ કરાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત