Site icon News Gujarat

અખાત્રીજના દિવસે ભૂલથી પણ ના કરતા આ કામ, નહિં તો..સાથે જાણો ક્યારે છે અખાત્રીજ, તિથિ, મુહૂર્ત અને મહત્વ વિશે

ક્યારે છે અખા ત્રીજ, જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ.

આ વર્ષે આખા ત્રીજ 14 મે 2021ને શુક્રવારે આવી રહી છે. હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે આ તહેવાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજની તિથિ પર અખા ત્રીજનો તહેવાર મનાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અખા ત્રીજ બધા પાપનો નાશ કરનારી તેમજ બધા સુખો આપનારી શુભ તિથિ છે. આ તિથિએ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય જરૂર સફળ થાય છે. એટલે અખા ત્રીજના દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, નવો વેપાર, ધાર્મિક અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે સર્વશ્રેષ્ઠ તિથિ માનવામાં આવે છે. સોનુ ખરીદવા માટે પણ અખા ત્રીજનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

image source

અખા ત્રીજના શુભ મુહૂર્ત.

અખા ત્રીજનું સમાપન.

અવધિ- 6 કલાકની 40 મિનિટ.

અખા ત્રીજનુ મહત્વ.

image source

શાસ્ત્રોમાં અખા ત્રીજનો શુભ કાર્યો માટે વણજોયું મુહૂર્ત તરીકે જોવામાં આવે છે. અખા ત્રીજ પર દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મી સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા થાય છે. અખા ત્રીજના દિવસે પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

તમને જણાવી દઈએ કે અખા ત્રીજના દિવસે જ ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસે અખા ત્રીજના દિવસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. એ સાથે જ સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતાયુગના આરંભની ગણના અખા ત્રીજથી માનવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે. આ વર્ષે 15 વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે. અહીં આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીશું…

image source

1. આ દિવસને પરશુરામ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે.

2. પિતૃઓની શાંતિ માટે અક્ષય તૃતીયાને બહુ વિશેષ માનવામાં આવે છે.

3.શિવ-પાર્વતી અને નર નારાયણની પૂજા કરવામાં આવે છે.

4. માન્યતા છે કે ત્રેતા યુગનો આરંભ અક્ષય તૃતીયાએ જ થયો હતો.

image source

5. અક્ષય તૃતીયાએ જ સુદામાને ભગવાન શ્રીકૃષ્ણે ચોખા આપ્યાં હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version