વાંચો આ ખેડૂતની સફળતાની કહાની, કે જેને ઓછા ખર્ચે આધુનિક ખેતીની સાથે કેવી રીતે કરી બમણી આવક

ગુજરાતી ખેડૂતે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ – ઓછા ખર્ચે વધુ પાક મેળવી કરી કમાલ

માનવ જાતિ ડગલેને પગલે આધુનિક ટેક્નોલોજીનો સહારો લઈને પોતાના કામ સરળ બનાવતી થઈ છે. દરેકે દરેક ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. અને ખેતીવાડી પણ તેમાંથી જરા પણ બાકાત નથી. જો તમારી પાસે જમીન હોય, આંતર સુજ હોય અને કંઈક કરવાની ધગસ હોય તો તમે કંઈ પણ કરી શકો છો. તેના માટે તમારે કોઈ મહાન જ્ઞાની થવાની પણ જરૂર નથી. આજની સ્ટોરીમાં અમે તમને ગુજરાતના એક એવા ખેડૂતની જ વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની આંતર સુજથી ખેતી કરીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે.

આ સફળ ખેડૂત બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામમાં રહે છે. તેમનું નામ કનવરજી વધાણીયા છે. તેઓ એક યુવાન તેમજ આધુનિક ખેડૂત છે અને આધુનિક ટેક્નીકથી ખેતી કરીને ઓછા ખર્ચે મબલખ પાક મેળવી રહ્યા છે. આમ તો તેઓ પણ અન્ય ખેડૂતની જેમ સામાન્ય ખેડૂત જ હતા પણ તેઓ છેલ્લા ઘણા સમયથી મબલખ પાક મેળવીને ડબલ કમાણીના પ્રયાસમાં લાગેલા હતા છેવટે તેમનો આ પ્રયાસ રંગ લાવ્યો. તેમણે પોતાના આ કામ માટે ડિસામાં આવેલી કેવીકે સંસ્થાના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેલવીને કાપ પદ્ધતિ દ્વારા શિયાળામાં ચોળાનું વાવેતર કર્યુ હતું.

સફળતા મળવી સહેલી નહોતી

image source

તમને જણાવી દઈએ કે કોઈ પણ કામમાં પહેલા જ પગલે સફળતા મળી જાય તે શક્ય નથી હોતું. આપણે આપણા લક્ષ માટે એકધારા લાગેલુ રહેવુ પડે છે. આ યુવાન ખેડૂતે જ્યારે શરૂઆત કરી ત્યારે તેમને બે વર્ષતો નુકસાન જ ભોગવવું પડ્યું અને તેમ છતાં તેમણે પોતાનો પ્રયાસ ન છોડ્યો પણ તેમાં સુધારો લાવતા ગયા અને ત્રીજા વર્ષે તેમણે શિયાળામાં ચોળાનું સફળ વાવેતર કર્યું અને મબલખ પાક મેળ્વ્યો અન તેને ખૂબ જ ઉંચા ભાવે વેચીને મબલખ આવક પણ મેળવી. અને આ સાથે તેઓ દેશના એવા પ્રથમ ખેડૂત બન્યા જેમણે શિયાળામાં ચોળાનું વાવેતર કર્યુ હોય. કનવરજીને મળેલી સફળતાથી પ્રેરાઈને બિયારણની કંપનીએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેટર બનાવી દીધા અને તેમના બિયારણના પેકેટ પર તેમના ફોટો પણ મુક્યા છે.

ઇન્ડિયા બુકમાં પણ નામ નોંધાવ્યું

કનવરજીભાઈના આ કામથી રાજ્યના અન્ય ખેડૂતોને પણ ખૂબ પ્રેરણા મળી રહી છે. અહીંના વૈજ્ઞાનિકોએ પણ તેમને બિરદાવ્યા છે. અને શિયાળામાં ચોળાનો પાક કરનાર પ્રથમ ખેડૂત તરીકે તેમનું નામ ઇન્ડિયા બુકમાં નોંધવામાં આવ્યું છે.

image source

કનવરજી આ વિષે જણાવે છે કે શિયાળામાં સામાન્ય રીતે ચોળાનું વાવેતર કરવું ઘણું અઘરુ હોય છે અને તેમ છતાં તેમના સતત પ્રયાસે તેમને સફળતા અપાવી છે. બનાસકાંઠા જિલ્લો સામાન્ય રીતે તો પાણી વગરનો ગણાતો હતો પણ હવે અહીંના ખેડૂતો અલગ અલગ રીતે ખેતી કરીને વધારે પાક મેળવામાં સફળ થઈ રહ્યા છે. કનવરજીની આ પહેલ ઘણા બધા ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત