અખિલેશ યાદવનું પણ જબરું છે, પ્રોપર્ટી કરોડોમાં પણ કર્જ 29 લાખનું, એકેય કાર પણ નથી બોલો

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે યુપી વિધાનસભા ચૂંટણી માટે માટે મૈનપુરીની કરહલ સીટથી નામાંકન દાખલ કર્યું છે. એમણે પોતાના હલફનમાં પર પોતાની અને પત્નીની કુલ સંપત્તિ અંગે જણાવ્યું છે. તમને જાણીને હેરાની થશે કે અખિલેશ યાદવ અને એમની પત્નીના નામ પર એક કાર પણ નથી. આઓ જાણીએ અખિલેશ યાદવ અને એમની પત્ની ડિમ્પલ પાસે કેટલી સંપત્તિ છે.

એક કાર પણ નથી

image source

તમને જાણીને નવાઈ લાગશે કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ પાસે કોઈ કાર નથી. જ્યારે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ પાસે 40.02 કરોડની સંપત્તિ છે.

બેંક બેલેન્સ કરોડોમાં છે

અખિલેશ યાદવના બેંક ખાતામાં 8.43 કરોડ રૂપિયા જમા છે. અખિલેશ પાસે 8.43 કરોડ રૂપિયા અને ડિમ્પલ પાસે 4.76 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. બીજી તરફ અખિલેશ યાદવ પાસે 17.22 કરોડ રૂપિયા અને ડિમ્પલ યાદવ પાસે 9.61 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. બંને પાસે 17.93 એકર જમીન પણ છે.

અખિલેશ યાદવ દેવાદાર છે

image source

અખિલેશ યાદવે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના પર 28.97 લાખ રૂપિયાનું દેવું છે, જ્યારે તેમની પત્ની ડિમ્પલ યાદવ પર 14.26 લાખ રૂપિયાનું દેવું છે.

કમાણી વિશે માહિતી

અખિલેશ યાદવે પોતાની વાર્ષિક કમાણી વિશે પણ જણાવ્યું છે. તેમની વાર્ષિક આવક રૂ. 83.98 લાખ અને પત્ની ડિમ્પલ યાદવની વાર્ષિક આવક રૂ. 58.92 લાખ છે.

76 હજાર રૂપિયાનો ફોન

અખિલેશ યાદવ પાસે 76,015 રૂપિયાનો ફોન છે. જ્યારે 5.34 લાખની કિંમતના એક્સરસાઇઝ મશીન તેના ઘરમાં છે. સાથે જ તેમની પત્ની પાસે 1.25 લાખ રૂપિયાના કોમ્પ્યુટર, 2774 ગ્રામ સોનું અને 59 લાખ 76 હજાર 687 રૂપિયાના હીરા છે.

image source

પિતાને 2 કરોડની લોન આપી છે

અખિલેશે પોતાના સોગંદનામામાં એ પણ જણાવ્યું કે તેણે તેના પિતા મુલાયમ સિંહ યાદવને 2.13 કરોડ રૂપિયાની લોન આપી છે. બીજી તરફ ડિમ્પલ યાદવે તેના પતિને 8.15 લાખ રૂપિયાની લોન આપી છે.