આખો દિવસ સુસ્તી લાગવા પાછળ આ કારણો છે જવાબદાર, જાણી લો તેના ઉપાયો અને મેળવો આ સમસ્યામાંથી છૂટકારો

તમે માનસિક કામ વધારે કરો કે શારીરિક કામ. પરંતુ જો તમે કામ કરતી વખતે ખૂબ જ ઝડપથી થાક અનુભવતા હો, તો તેનો અર્થ એ કે તમારા શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા છે. માત્ર પોષણની અછતને લીધે જ નહીં, પરંતુ શરીરમાં પાણીના અભાવને કારણે પણ ઝડપથી થાક આવે છે.ઘણીવાર કામ કરતી વખતે આપણું મન નથી લાગતું.

image source

આ દરમિયાન કંઇ પણ કર્યા વગર જ થાક અને સુસ્તી આપણને ઘેરી વળે છે, જેના કારણે આપણા દૈનિક કાર્યોમાં તેની નકારાત્મક અસર પડે છે. એવામાં આપણે મન લગાવીને કામ પતાવી શકતા નથી. એટલા માટે શરીરની સુસ્તી દૂર કરીને સ્ફૂર્તિ લાવવી ખૂબ જ જરૂરી બની જાય છે. જાણો, કઇ વસ્તુઓના સેવનથી તમે સુસ્તી દૂર કરી શકો છો.

જલદી થાક લાગવાનું કારણ

– સામાન્ય રીતે જે લોકો થાકની સમસ્યાથી ખૂબ જ ઝડપથી પીડાય છે, તેમના શરીરમાં અમુક તત્વોનો અભાવ હોય છે.

image source

– પાણીની ઉણપ

– લોહીની ઉણપ

– વિટામિન-બી 12 ની ઉણપ

– ફોલેટ અથવા ફોલિક એસિડની ઉણપ જોવા મળે છે.

જલદી થાકથી બચવા માટે ન માત્ર તમારે તમારી ખાણી પીણી પર ધ્યાન આપવાનું છે પરંતુ તે પણ ધ્યાન આપવાનું છે કે જે ડાયેટનું સેવન તમે કરી રહ્યા છો અને જે ડ્રિંક્સ તમે લઇ રહ્યા છો, શું તે તમારા શરીરની જરૂરિયાતોને પૂરુ કરી રહી છે. તો જાણો કેવી રીતે તે વાતનું ધ્યાન રાખવું.

ગ્રીન ટી

image source

વધારે કામ કરતી વખતે આપણે થાક અને તણાવ બંનેનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ એવું થાય છે તો તમારે આ દરમિયાન ગ્રી ટી પીવી જોઇએ. આ તમારા શરીરને ઊર્જા આપે જ છે. આ સાથે જ એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે.

વરિયાળી

વરિયાળીને આપણે રસોડાના મસાલા અને માઉથ ફ્રેશનર તરીકે જાણીએ જ છીએ. પરંતુ તેમાં તેનાથી પણ વધારે ગુણ રહેલા છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા તત્ત્વ મળી આવે છે, જે તમારા શરીરની સુસ્તીને ભગાડવામાં મદદ કરે છે.

ચૉકલેટ

image source

ઘણીવાર અલગ-અલગ કારણોને કારણે આપણો મૂડ ખરાબ થઇ જાય છે અને મૂડ ઠીક ન હોવા પર કોઇ કામમાં મન નથી લાગતું. એવામાં આપણે ચૉકલેટ ખાવી જોઇએ. ચૉકલેટમાં રહેલ કોકો આપણા શરીરના મસલ્સને રિલેક્સ કરીને આપણને તાજગી આપે છે.

દહીં

image source

તેમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા પરિબળ રહેલાં હોય છે, ઊર્જાનો અસરકારક સ્ત્રોત છે. જેના કારણે શરીરમાં ઊર્જાનું સમાગમ થાય છે. મલાઇ રહિત દહીંનું સેવન થાક અને સુસ્તીને દૂર ભગાડે છે.

ઑટ્સ

ઑટ્સમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લાઇકોજન હોય છે, જે ખાધા બાદ શરીરમાં જમા થઇ જાય છે. અને દિવસભર આપણા શરીરને ધીમે-ધીમે ઊર્જા આપતું રહે છે.

પાણી, જ્યુસ વગેરે

image source

શરીરમાં પાણીની ઊણપ પણ સુસ્તીનું એક મુખ્ય કારણ છે. થોડાક-થોડાક સમયગાળા વચ્ચે પાણી અથવા જ્યુસ જેવા પીણાં પીતાં રહેવું જોઇએ.  જે લોકો નિયમિતપણે જરૂરી પાણી પીતા નથી, તેઓ કામ કરતા સમયે થાક જેવી સમસ્યાઓ વધારે આવે છે અને અન્ય લોકો કરતાં ઝડપથી થાકી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત