એક કે બે વ્યક્તિ નહિ આખેઆખું ગામ જીવે છે એક જ કિડનીના સહારે, કિડની વેલી ગામની છે આ અનોખી ગાથા

આપણી આ દુનિયામાં ઘણા એવા સ્થાન છે જે ત્યાંની કોઈ અનોખી વાતને કારણે જાણીતા છે. એ જ કારણે એમની ચર્ચા આખી દુનિયામાં થતી રહે છે. આ કડીમાં આજે આપણે વાત કરવાના છે એવા જ એક અનોખો ગામની.

image soucre

જો તમને કોઈ એમ કહે કે કોઈ વ્યક્તિ એક કિડની પર જીવી રહી છે તો તમને એના માટે સહાનુભૂતિ થાય જ એ સ્વાભાવિક છે સાથે વિચાર પણ આવે કે એક કિડનીના કારણે એને કઈ તકલીફ પણ પડતી હશે કે નહીં. પણ જો કોઈ તમને એમ કહે કે આખું ગામ એક જ કિડની પર જીવી રહ્યું છે તો તમને ચોક્કસ આશ્ચર્ય થશે. હા આવું એક ગામ છે જ્યાં મોટાભાગના લોકો એક કિડનીના આધારે જીવી રહ્યા છે અને આ ગામનું નામ છે કિડની વેલી. ઘણા લોકો એને કિડની વાળા ગામના નામે ઓળખે છે. જો કે આ ગામનું સાચું નામ હોકસે છે. એ નેપાળમાં આવેલું છે. એની આ વિચિત્રતાના કારણે એ ગામ આખી દુનિયામાં જાણીતું છે.

image soucre

હિયાના લગભગ બધા લોકો પોતાનું ગુજરાન એક કિડનીના આધારે કરી રહ્યા છે. એના કારણે ઘણીવાર એમને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે. તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે આખરે ગામના બધા લોકો પાસે એક જ કિડની કેમ છે? તો ચાલો જાણી લઈએ એ વિશે.

image socure

કિડની વેલી નામથી જાણીતા હોકસે ગામમાં ગરીબી ખૂબ જ છે. આ જ એક મોટું કારણ છે જેના કારણે અહીંયાના લોકો એક કિડની વેચીને ગુજરાન ચલાવવા પર મજબુર છે. બે ટાઇમનું જમવાનું મળી રહે એ માટે અહીંયાના લોકો ઘણીવાર એક કિડનીને માત્ર 2000 રૂપિયામાં વેચી દે છે. ઘણા લોકોનું કહેવું છે કે આ ગામમાં માનવ અંગોની તસ્કરી ઘણી વધારે થાય છે. અહીંયા અંગોની તસ્કરી કરનાર લોકો ઘણીવાર અહીંયાના માસૂમ લોકોને ફસાવીને એમની કિડની કાઢી લે છે.

image soucre

ઘણા લોકોનું કહેવું છે કે અંગોની તસ્કરી કરનાર લોકો અહીંયા લોકોને લાલચ આપતા કહે છે કે કિડની કાઢ્યા પછી એની જગ્યાએ બીજી કિડની ઊગી જશે. ગામના માસૂમ લોકો એમની વાતોમાં ફસાઈ જાય છે અને થોડા રૂપિયાની લાલચમાં એમના બહુમૂલ્ય અંગ એ તસ્કરોને આપી દે છે.

image soucre

ખરેખર આ કિસ્સો સાંભળ્યા પછી એમ થાય કે ગરીબી એ લોકો માટે એક અભિશાપ જેવી છે જે એમના પરિવાર માટે બ3 સમયનું જમવાનું નથી મેળવી શકતા. આ અભિશાપના કારણે એ કંઈક એવા કામ કરવા મજબુર થઈ જાય છે જેને કરવા માટે એમનુ મન એમને રજા નથી આપતું. એ એમનું તન અને મન બધું વેચીને આખી જીંદગી આ અભિશાપમાંથી છુટકારો મેળવવા માટે ઝઝૂમયા કરે છે.