શુ ઓનલાઈન રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ “લક્ષ્મી બમ”?

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ પોતાની ફિલ્મો ને લઈને ઘણા ચર્ચા માં છે. કોરોના વાયરસના કારણે એમની બે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે.

image source

પહેલી ફિલ્મ છે “સૂર્યવંશી” તો હવે એ ખબર પણ આવી રહી છે કે અક્ષયની ફિલ્મ “લક્ષ્મી બમ” ની રિલીઝ પણ મુલતવી રાખવામાં આવી છે. વળી પાછી આ ફિલ્મ અંગે એક નવી ખબર બહાર આવી રહી છે કે હવેએ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ નહિ થાય.

કોરોના વાયરસના કારણે લોકડાઉન ઘણું લંબાયું છે.

image source

આવા સમયે જો થોડા વખત પછી લોકડાઉન ખુલી જશે તો પણ દર્શકો થિયેટર માં જાય એ વાત મુશ્કેલ છે. આના કારણે બોલીવુડની ઘણી ફિલ્મોના મેકર્સે પોતાની ફિલ્મોની રિલીઝ વધારે ટાળવાની જગ્યા એ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા વિશે વિચારી રહ્યા છે. હવે એવું માનવામાં આવે છે કે અક્ષય કુમારની આવનારી ફિલ્મ “લક્ષ્મી બમ” પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી શકે છે.

આ ફિલ્મ 22 મેં 2020 એ રિલીઝ થવાની હતી. ફિલ્મના ડાયરેકટર રાઘવ લોરેન્સ અને પ્રોડ્યુસર પણ ફિલ્મન3 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવા વિશે વાતચીત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે જો 3 મેં એ લોકડાઉન ખુલી પણ જય તો પણ થિયેટર આટલા જલ્દી નહિ જ ખૂલેએ ને એટલે જ “લક્ષ્મી બમ” ને ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

image source

અક્ષય એ વાત નું પણ ધ્યાન રાખી રહ્યા છે કે ફિલ્મમાં રોકાણ કરનાર એકપણ વ્યક્તિને નુકશાન ન થાય અને એટલા માટે આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે. જ્યાં ડિસની-હોટસ્ટાર જેવા મોટા પ્લેટફોરણ તૈયાર છે ઓનલાઈન રિલીઝ માટે ત્યાં નાના ગામડા ના દર્શકો સુધી પહોંચી શકાશે કે નહીં એ અંગે હજી વાટાઘાટો ચાલે છે.

અક્ષયની આ ફિલ્મ જો ઓનલાઈન રિલીઝ કરવામાં આવશે તો લોકડાઉન દરમ્યાન ઘરે કંટાળેલા અક્ષયના ચાહકો માટે આ એક ખુશી ના સમાચાર છે.

image source

આ ફિલ્મ હોરર કોમેડી ઝોન માં સેટ છે. જો વાત કરવામાં આવે લક્ષ્મી બમ ફિલ્મની તો આ એક સાઉથ ની સુપરહિટ ફિલ્મ કંચના 2 ની હિન્દી રિમેક છે. અક્ષય કુમાર સિવાય આ ફિલ્મમાં કિયારા આડવાની, અશ્વિની કલસેકર, તુષાર કપૂર, શરણ કેલકલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકા માં છે.

તો હવે આપણે એ જોવાનું રહ્યું કે ફિલ્મના કર્તાહર્તા થિયેટર ખુલવાની રાહ જોવે છે કે પછી લક્ષમી બમ ને ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કરે છે.