અભિનેતા અક્ષય કુમારે વધારી પોતાની ફી, હવે એક ફિલ્મના લેશે આટલા કરોડ રૂપિયા

બોલીવુડના ખિલાડી એટલે કે અક્ષય કુમાર તેમની ફી વધારવાના સમાચારને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર અક્ષય કુમારે લોકડાઉન બાદ તેની ફીમાં કરોડો રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વધુ ફી લેતા કલાકારોમાંનો એક છે. અક્ષય કુમાર દર વર્ષે 2 થી 3 ફિલ્મો કરે છે. અક્ષય કુમાર એક દિવસનો પણ બ્રેક લેતો નથી.

image source

અક્ષય કુમારની આગામી વર્ષે એક-બે નહીં, પરંતુ કુલ 8 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. દર વર્ષે 3-4 ફિલ્મોમાં જોવા મળનારા અક્ષય કુમારને બોલિવૂડની સફળતાની ગેરેન્ટી તરીકે જોવામાં આવે છે. તે સૌથી વ્યસ્ત એક્ટર્સમાંના એક છે. ત્યાં સુધી કે લોકડાઉનમાં જ્યારે તે શૂટિંગ ન કરી શક્યા તો તેણે તે સમયનો ઉપયોગ સ્ક્રિપ્ટ વાંચવામાં અને તેને ફાઇનલ કરવામાં કર્યો. રિપોર્ટ્સ મુજબ અક્ષયે માત્ર આગામી બે વર્ષની ફિલ્મો ફાઇનલ કરી છે એટલું જ નહીં તેણે તેની ફી પણ વધારી છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે 135 કરોડ રૂપિયા ફી લેશે

image source

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, લોકડાઉનના થોડા મહિનામાં અક્ષયે તેની ફી 98 કરોડથી 108 કરોડ કરી. હાલમાં જ સાઈન કરેલી ફિલ્મો માટે 117 કરોડ રૂપિયા લીધા, જે 2021માં રિલીઝ થશે. જ્યારે 2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે 135 કરોડ રૂપિયા ફી લેશે. આ રિપોર્ટ અનુસાર, લો રિસ્ક, લો બજેટ, એશ્યોર્ડ રિટર્ન મોડલ અને માર્કેટમાં તેની ડિમાન્ડને જોઈને દરેક પ્રોડ્યુસર તેને ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છે છે. આ જોઈને અક્ષયે ઇકોનોમિક ફોર્મ્યુલા અપનાવીને 2022માં રિલીઝ થનારી તેની બધી ફિલ્મોની ફી વધારીને 135 કરોડ રૂપિયા કરી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે પોતાના મિત્ર પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાને અક્ષયે તેની ફીના માર્કેટ રેટના હિસાબે 20%ની વિશેષ છૂટ આપી છે. કારણકે સાજીદ મોટા પાયે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને અક્ષય નથી ઈચ્છતો કે તેના પર ભાર આવે.

મોટાભાગની ફિલ્મોનું બજેટ લગભગ 35થી 45 કરોડ

image source

અક્ષયની મોટાભાગની ફિલ્મોનું બજેટ લગભગ 35થી 45 કરોડ વચ્ચે રહેશે. આ સિવાય 15 કરોડ રૂપિયા પ્રિન્ટ અને પબ્લિસિટી પર ખર્ચ થશે. કુલ મળીને ફિલ્મ પર 50થી 60 કરોડ રૂપિયા રહેશે. જો તેમાં અક્ષયની ફી ઉમેરવામાં આવે તો આ બજેટ 185થી 195 કરોડ રૂપિયા વચ્ચે રહેશે. જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સથી અંદાજે 80થી 90 કરોડ રૂપિયા આવશે. મ્યુઝિક રાઇટ્સથી અંદાજે 10 કરોડ રૂપિયાની કમાણી થશે. ભારતમાં બોક્સઓફિસ કલેક્શન 210થી 220 કરોડ રૂપિયા હશે.

અક્ષય કુમાર આ વર્ષે એક જ ફિલ્મમાં દેખા

image source

વર્ષ 2020 માં કોરોના વાયરસને કારણે ઘણી બોલિવૂડ ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી. દર વર્ષે ત્રણ ફિલ્મો કરનારો બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આ વર્ષે એક જ ફિલ્મમાં દેખાયો. તાજેતરમાં અક્ષય કુમાર તેની કોમેડી હોરર ફિલ્મ ‘લક્ષ્મી’ માં જોવા મળ્યો હતો. વર્ષ 2020 માં અક્ષય કુમારની એક જ ફિલ્મ રજૂ થઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત