લોકડાઉન સમયે શૂટ થયેલી અક્ષયની ફિલ્મ થઇ રિલીઝ, જોઇ લો વિડીયોમાં તમે પણ અને જાણો શું છે ખાસ

અર્થવ્યવસ્થાને વેગ મળે તે માટે હવે લોકડાઉન ખુલી રહ્યું છે. પરંતુ આ સાથે પણ સરકાર લોકોને સતત યોગ્ય સાવધાની રાખવા અને કામ પુરતાં જ બહાર નીકળવા સતત સમજાવી રહી છે.

લોકોમાં લોકડાઉન ખુલ્યા બાદ શું તકેદારી રાખવી અને કેવી રીતે બહાર નીકળવું તે સમજ આવે તે માટે એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળે છે જે કોરોના પ્રત્યે જાગૃતિ લાવતો સંદેશ શેર કરે છે.

image source

દોઢ મિનિટની આ ફિલ્મને ટ્વીટર પર શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં કોરોનાથી બચી અને દેશને આત્મનિર્ભર બનાવવાની વાતને રજૂ કરવામાં આવી છે. વીડિયો શેર કરી અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “કોરોના સામેની આપણી લડાઈ હજી પૂરી થઈ નથી. વાઈરસથી હવે આપણે ડરવાની જરૂર નથી. આપણે યોગ્ય સાવધાની રાખીશું અને આપણા જીવનને આગળ વધારીશું.”

ફિલ્મમાં એક ગામડાંનો માહોલ દર્શાવાયો છે. ત્યાં અક્ષય કુમાર કામ પર જતો હોય છે જેને જોઈ ગામના સરપંચ તેને કોરોના હજી ફેલાયેલો છે અને ડર નથી લાગતો તેમ વાત કહે છે. તેના પર અક્ષય કુમાર જવાબ આપે છે કે શરૂઆતમાં ડર લાગ્યો પણ હવે એક વાત સમજાઈ ગઈ છે કે યોગ્ય સાવધાની રાખવામાં આવે તો વાયરસથી બચી શકાય છે.

image source

આ સાથે જ અક્ષય માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવવાની અને વારંવાર હાથ ધોવાની વાત કરે છે. આ સાથે જ અક્ષય કુમાર કોરોના થાય તો સારવાર ક્યાં થાય છે કેવી થાય છે તે અંગે પણ વાત કરે છે. અંતમાં તે એક બીજાની મદદ કરી અને આત્મનિર્ભર બનાવાની વાત કરે છે.

image source

કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ ફેલાવતી આ ફિલ્મ આર બાલ્કીએ કમાલિસ્તાન સ્ટૂડિયોમાં તૈયાર કરી છે. ફિલ્મના શૂટિંગ સમયે જરૂરી સાવધાઓ રાખવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ 3 જ કલાકમાં પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. આ શૂટિંગ માટે અક્ષય કુમાર અને આર બાલ્કી સહિત માત્ર 20 લોકો જ સેટ પર હાજર હતા.

image source

આ ફિલ્મ બનાવવા સરકારી મંત્રાલયે અક્ષય કુમાર અને આર બાલ્કીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે દોઢ પેજની સ્ક્રીપ્ટ તૈયાર કરી અને મુંબઈ પોલીસ પાસેથી શૂટિંગ માટે મંજૂરી મેળવી. 25 મેના રોજ તેમણે મંજૂરી મેળવી અને શૂટિંગ પૂર્ણ કર્યું અને આ દિવસે સવારે 7થી 10 દરમિયાન આ ફિલ્મ શૂટ કરી લેવામાં આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત