લોકોડાઉન વચ્ચે પણ અક્ષય તૃતીયાના દિવસે online વેંચાયું 600 કરોડનું સોનુ…
દેશભરમાં અક્ષય તૃતીયાના પર્વને સૌભાગ્ય અને સમૃદ્ધિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે તો આ દિવસે સોની બજારોમાં સોના-ચાંદીનું ધૂમ વેચાણ પણ થાય છે. જો કે આ વર્ષે લોકડાઉન હોવાથી સોની બજારો તો બંધ હતી પરંતુ તેમ છતાં કરોડોના સોનાની ખરીદી થઈ છે.

માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી ઘરમાં ખુશહાલી આવે છે. આ જ કારણ છે કે ધનતેરસની જેમ જ વર્ષના પર્વ પર પણ સોનાની ખરીદી વધારે પ્રમાણમાં થાય છે. આ વર્ષે લોકડાઉનના કારણે જે પરંપરાગત રીતે સોનાનું વેચાણ થાય છે તે તો થયું નહીં પરંતુ દેશભરમાં સોના અને સોનાના દાગીનાની ખરીદી શુકન માટે ઓનલાઈન થઈ હતી.
રસપ્રદ વાત એ છે કે અક્ષય તૃતીયાનું મુહૂર્ત સાચવવા માટે લોકોએ વોટ્સએપ પર સોનાનું બુકિંગ કર્યું અને શુકન સાચવ્યા હતા. જો કે તેનાથી પણ મોટી વાત એ છે કે આ રીતે શુકન સાચવવા થયેલી ખરીદી પર 600 કરોડનો વેપાર કરી ગઈ છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને દેશભરના જ્વેલરી વેપારીઓના પ્રમુખ સંગઠન ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્રીય સંયોજકના જણાવ્યાનુસાર દેશમાં અક્ષય તૃતીયાના પર્વ પર અંદાજે 600 કરોડ રુપિયાના સોનાનો કારોબાર થયો છે.

તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં લોકોએ જ્વેલર્સને ફોન કરી કે પછી વોટ્સએપ કરી સોનાના દાગીનાની ખરીદી કે બુકીંગ કર્યું હતું. આ બુકીંગમાં લોકોએ સોનાની ખરીદીની 20 ટકા રકમ એડવાન્સમાં ડિજિટલી ટ્રાંસફર કરીછે. આ ઓનલાઈન ખરીદીમાં દાગીના, સિક્કાનું વેચાણ થયું છે. આ બંનેની બુકીંગ રવિવારે જે સોનાના ભાવ હતા તેના આધારે થઈ છે. પરંતુ દાગીનાની ડિલીવરી 3મેએ લોકડાઉન પૂર્ણ થયા પછી કરવામાં આવશે.

વેપારીઓના જણાવ્યાનુસાર જો 3 મેએ પણ લોકડાઉન ખુલશે નહીં તો બાકીની 80 ટકા રકમની ચુકવણી ગ્રાહકોએ 3 મે પછી તુરંત કરવી પડશે. આમ કરવા પર જ ગ્રાહકોને 26 એપ્રિલના સોનાના ભાવ પર તેમણે ખરીદેલી વસ્તુ આપવામાં આવશે. જણાવી દઈએ કે રવિવારે સોનાના ભાવ 47, 500 રુપિયા હતા.