અક્ષય કુમારે મુંબઈમાં ખરીદ્યું પોતાનું આલિશાન નવું ઘર, કિંમત એટલા કરોડ કે આપણે તો દાઢીએ હાથ દઈને જોવાનું જ રહે

બોલિવૂડમાં ખિલાડી તરીકે જાણીતા અભિનેતા અક્ષય કુમારે પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહેનાર અક્ષય કુમાર ફરી એકવાર ચર્ચામાં છે. ખરેખર, અહેવાલો અનુસાર, અક્ષય કુમારે તાજેતરમાં જ મુંબઈમાં એક નવું લક્ઝરી ઘર ખરીદ્યું છે. અક્ષય કુમાર સાથે જોડાયેલા આ સમાચાર સામે આવતા જ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો આ નવા ઘરની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

image soucre

બોલિવૂડમાં પોતાનું નામ કમાવનાર અક્ષય કુમારે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી જ મહેનત કરી છે. અભિનેતા અક્ષય કુમારએ તેના જીવનમાં એવા દિવસો પણ જોયા છે જ્યારે તે મુંબઈમાં અન્ય લોકોના ઘરની બહાર ઉભા રહીને ફોટોશૂટ કરાવતો હતો. પરંતુ આજે અક્ષય કુમાર સફળતાના શિખરે પહોંચી ગયો છે, ત્યાં સુધી પહોંચવું દરેક વ્યક્તિ માટે નથી. ખાસ વાત એ છે કે જે બંગલાની બહાર અક્ષય કુમારને ક્યારેય ફોટો ક્લિક કરવા માટે એન્ટ્રી નથી મળી આજે એ જ બંગલાના માલિક બની ગયા છે. અક્ષય કુમારે એમના જીવનમાં આમ જ સંઘર્ષપૂર્ણ જીવન જીવીને સફળતાનો સ્વાદ ચાખ્યો છે

image soucre

અભિનેતા અક્ષય કુમારના નવા ઘરની વાત કરીએ તો અક્ષય કુમારના નવા ઘરની કિંમત લગભગ 7.8 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમારનો આ ફ્લેટ ખાર વેસ્ટમાં જોય લિજેન્ડ બિલ્ડિંગના 19મા માળે છે. અહીં અભિનેતા અક્ષય કુમારને કાર પાર્ક કરવા માટે સારી જગ્યા પણ આપવામાં આવી છે. પોતાની મહેનત અને દમદાર ફિલ્મોના કારણે ઘણી કમાણી કરનાર અક્ષય કુમાર આજે એક નહીં પરંતુ બે ઘરનો માલિક છે.

image soucre

જ્યારથી અક્ષય કુમારના નવા ઘરની ખરીદીના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી તેના ચાહકો અભિનેતા અક્ષય કુમારના ઘરની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. જો કે હજુ સુધી અક્ષય કુમાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળ્યો હતો. જેમાં એની સાથે સારા અલી ખાન અને ધનુષ પણ દેખાયા હતા. તોઅભિનેતા તેની ઘણી મોટી ફિલ્મો સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મોમાં બચ્ચન પાંડે, રક્ષાબંધન અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.