Site icon News Gujarat

આ કારણ હતું કે જેના લીધે અક્ષય કુમાર અને રવીના ટંડનના લગ્ન ના થઇ શક્યા..

એક સમય હતો જ્યારે અક્ષય કુમાર અને રવીના ટંડન પોતાના સંબંધોના કારણે સતત ચર્ચામાં રહ્યા હતા. જોકે આ વાત હાલ ચર્ચામાં એટલે આવી છે કે તાજેતરમાં અગાઉનો ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે જેમાં આ બન્ને સ્ટાર્સે પોતાના સંબંધો વિશે મુક્ત મને ચર્ચા કરી હતી. તે સમયે અક્ષય અને રવીનાના લગ્નની વાતો પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ તેમનું બ્રેક-અપ થતા અક્ષય કુમારે આ વાત પર સ્પષ્ટતા કરી હતી.

image source

90ના દાયકામાં અક્ષય કુમાર અને રવીના ટંડન ના રોમાન્સના ચર્ચા હેડલાઇન્સ બનતા હતા. ફેન્સ પણ તેના સંબંધો થી ખુશ હતા અને આ જોડીને પસંદ કરતા હતા. ચર્ચાઓ ત્યાં સુધી હતી કે આ બંને કલાકાર ટૂંક સમયમાં લગ્ન કર્યાના ન્યુઝ પણ આપશે. તેવામાં એક ખબર એવી પણ આવી કે બંનેએ ગુપચૂપ લગ્ન કરી પણ લીધા છે.

image source

૧૯૯૮માં રવીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમાર સાથે ના સંબંધો વિષે વાત કરી હતી. જ્યારે ઇન્ટરવ્યૂ પૂછવામાં આવ્યું કે તેણે અક્ષય સાથે સિક્રેટ મેરેજ કર્યા હતા, તો રવીનાએ જણાવ્યું કે સગાઈ કરી હતી પરંતુ લગ્ન નહોતા કર્યા.

image source

હાજરી તે અક્ષય કુમારે પણ કહ્યું હતું કે તેમની ખાલી સગાઇ થઇ હતી અને પછી તે પણ તૂટી ગઈ હતી. પરંતુ તેમણે લગ્ન ક્યારે કર્યા નથી. અક્ષય કુમારે તો ત્યાં સુધી કહ્યું કે બ્રેકઅપ પછી પણ તેના અને રવિના વચ્ચે સારા સંબંધો જ રહ્યા છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે બ્રેકઅપ પછી પણ કેટલાક પ્રોજેક્ટ માટે તેણે રવીનાના સાથે લાંબા સમય સુધી શૂટિંગ પણ કર્યું છે. એટલે કે સગાઈ તૂટ્યા પછી તેમની વચ્ચે દુશ્મની થાય જેવી કોઈ વાત ન હતી.

image source

આ વાત ત્યારની છે જ્યારે અક્ષય અને રવિના બારૂદ અને કિંમત ફિલ્મો પર કામ કરી રહ્યા હતા અક્ષય રવિના ના વખાણ કરતાં એમ પણ કહ્યું હતું કે પર્સનલ લાઈફની અસર તે કામ પર થવા દેતી નથી તે પ્રોફેશનલ એક્ટ્રેસ છે અક્ષય એમ પણ ઉમેર્યું હતું કે તેમની વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી તે વાત પણ ખોટી છે તેઓ પહેલા પણ વાતચીત કરતા હતા અને આજે પણ તેમની વચ્ચે વાત કરવાના સંબંધો છે જ.

image source

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને રવીના ટંડન અને મોહરા, ખિલાડીઓ કે ખિલાડી, દાવા, કિમત, બારૂદ પોલીસ ફોર્સ, આન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version