બર્થ ડે પર અક્ષય કુમારે લાડલી નિતારાની નવી તસવીરો કરી શેર, હવે દેખાઈ છે આવી, તમે જોઈ કે નહીં?

અક્ષય કુમારે ઘણા સમય પહેલાં એક ટ્વીટ કર્યું હતું. મોર્નિગ વોકનો આ કિસ્સો હતો. જેમાં તેઓ દીકરી નિતારા સાથે નજરી પડી રહ્યો હતો. ટ્વીટર પર અક્ષય કુમારે બે ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં એક ઝુંપડી છે ત્યાં અક્ષય કુમાર પાણીની શોધ માટે ગયો હતો. અક્ષય કુમારે આ ટ્વીટર પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે આજની મોર્નિંગ વોક નાની નિતારા માટે એક જીવનની શીખામણ બની ગયી. ત્યારે હવે ફરીવાર અક્ષયે ફોટો શેર કર્યા છે અને જે હવે વાયરલ થઈ રહ્યા છે. અક્ષયની દીકરી નિતારા 8 વર્ષની થઈ ગઈ છે. નિતારાનો જન્મ 2012માં થયો હતો.

આમ તો અક્ષય વધારે ફોટો શેર નથી કરતો પરંતુ આ ખાસ પ્રસંગે અભિનેતાએ તેની પ્રિય પુત્રીને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં વિશ કર્યું હતું. નિતારાના જન્મદિવસ પર અક્ષય કુમારે પોતાની પુત્રી માટે થોડું લખ્યું પણ હતું. અક્ષયે નિતારા સાથે એક મનોહર ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં અક્ષયે લખ્યું, ‘મારે આ ક્ષણ જોઈએ છે, આ વર્ષે, બાળકો સાથે આ સમય કાયમ માટે રહે. 8 મી જન્મદિવસની શુભેચ્છા મારી રાજકુમારી, મારી ખુશી … હું મારી બેબી છોકરીને ખૂબ પ્રેમ કરું છું. આજે અક્ષય અને તેનો પરિવાર નાના નિતારાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

જો અક્ષયના પરિવાર વિશે વાત કરીએ તો હાલમાં આ કુટુંબ સ્કોટલેન્ડમાં ઉજવણી કરી રહ્યું છે. ભૂતકાળમાં અક્ષય તેની ફિલ્મના કારણે આખા પરિવાર સાથે સ્કોટલેન્ડ જવા રવાના થયો હતો. ફેન્સ પણ અક્કીના બાળકોની ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જુએ છે. અક્ષય તેના બાળકોને મીડિયાથી દૂર રાખે છે એ વાત પણ આખું ગામ જાણે જ છે. ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની દીકરી નિતારા ખુબ જ ક્યૂટ છે. આ પહેલાં ટ્વિંકલ ખન્નાએ પણ એક વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

આ વીડિયોમાં નિતારા લેખક Roald Dahlની બૂક THE BFG વાંચતી જોવા મળી હતી. બૂક વાંચતાં નિતારા તેની મમ્મી ટ્વિંકલને કહે છે. Roald Dahl બહુ સ્પેલિંગ મિસ્ટેક કરે છે. તેમણે અહીં ખોટો સ્પેલિંગ લખ્યો છે. તેમણે WRITTENની જગ્યાએ RITTEN લખ્યું છે. નિતારાની આ વાત સાંભળીને ટ્વિંકલ હસવાં લાગે છે. વીડિયો શેર કરતાં ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘વિશ્વ પુસ્તક દિવસ પર તમામ નાના પાઠકોને મારો સલામ, બીજી તરફ મને લાગે છે કે કોઇ અહીં એવું પણ છે જે ભવિષ્યમાં કોપી એડિટર બની શકે છે. Dahlએ અહીં ‘સ્પેલિંગ મિસ્ટેક’ જાણી જોઇને કરી છે.