અક્ષય કુમારે રામ મંદિર નિર્માણ માટે આપ્યું દાન; ફેન્સને અપીલ કરી કહ્યું, ‘હવે આપણો વારો છે’

અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ધન એકત્રીત કરવા માટેના અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. જેમાં તમામ લોકો તેમની ક્ષમતા અનુસાર દાન આપી રહ્યા છે. આ કડીમાં હવે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું નામ પણ જોડાઈ ગયું છે. રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે તેમણે આ માહિતી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે રાષ્ટ્રપતિથી લઈને સાંસદો સુધીના નેતાઓ દાન આપી રહ્યા છે.

image source

હવે યોગદાન આપવાનો આપણો વારો

અક્ષય કુમારે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, બહુ જ ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે હવે યોગદાન આપવાનો આપણો વારો છે. મે શરૂઆત કરી દીધી છે હવે તમારો વારો છે. મને આશા છે કે તમે પણ સાથે જોડાશો. તેમણે 1 મિનિટ અને 50 સેકેન્ડનો એક વીડિયો શૅર કરીને ફેન્સ રામ મંદિર માટે યોગદાન આપવાની અપીલ કરી છે. જય સીયારામ..

તેમણે આ વીડિયોમાં એર પ્રસંગનો ઉલ્લેખ પણ કર્યો છે. જેમા તે રામસેતુ નિર્માણના સમયની એક કહાની તેની દિકરીને શંભળાવી રહ્યા છે. તેમણે વાર્તા કહેતા કહ્યું કે શાંભળો, એક બાજુ વાનરસેના હતી અને બીજી બાજુ લંકા હતી. બંનેની વચ્ચે સમુદ્ર હતો. હવે વાનરસેના મોટા મોટા પથ્થર ઊંચકીને સમુદ્રમાં નાખતી હતી. રામસેતનું નિર્માણ માતા સીતાને લંકામાંથી છોડાવવા માટે કરવામાં આવતું હતું. જેને લંકાનો રાજા રાવણ ઉઠાવી ગયા હતો. અયોધ્યા લાવવા માગતા હતા.

image source

અક્ષય કુમારે ખીચકોલીનું ઉદાહરણ આપ્યું

અક્ષય કુમારે આ વાતને આગળ વધારતા કહ્યું કે ભગવાન શ્રીરામ કિનારે ઊભા રહીને બધું નિરિક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર એક ખિસકોલી પર પડે છે. જેને જોઈને પ્રભુ શ્રીરામને આશ્ચર્ય થાય છે કારણ કે ખિસકોલી પાણીમાં જતી હતી અને પછી કિનારે પાછી આવતી અને રેતીમાં આળોટતી હતી જેના કારણે તેના શરીર પર માટી રેતી ચોટી જતી અને ત્યાર બાદ તે રામસેતુના પથ્થરો તરફ દોડતી, ત્યાર બાદ તે ફરી પાણીમાં જતી, જેથી તેમના શરીર પર ચોંટેલી રેતી સેતુ બનાવવામાં કામ લાગે.

image source

પ્રભુ શ્રી રામ ખીચકોલીનું આ દ્રશ્ય જોઈને નવાઈ પામ્યા. આખરે તેમણે ખિસકોલી પાસે જઈને પૂછ્યું કે આ તું શું કરી રહી છે? તો તેના જવાબમાં ખિસકોલીએ કહ્યું કે હું મારા શરીરને ભીનું કરીને બાદમાં રેતીમાં આળોટું છું જેથી રેતી મારા શરીર પર ચોંટી જાય અને પછી પથ્થરોની વચ્ચે જે તિરાડો છે, તેમા મારા શરીરે ચોંટેલી રેતી ભરી દઉં છું. આમ હું રામ સેતુ નિર્માણમાં મારું નાનકડું યોગદાન આપું છું. આ ઉદાહરણ આપી ને અક્ષય કુમારે લોકોને રામ મંદિરમાં ખીચકોલી બની યોગદાન આપવા લોકોને અપીલ કરી છે.

રાષ્ટ્રપતિએ રામ મંદિર માટે સૌ પહેલાં દાન આપ્યુ

image source

અક્ષય કુમાર આ ઉદાહરણ આપ્યા બાદ કહ્યું કે, આજે આપણો વારો છે. પ્રભુ શ્રી રામની જન્મ ભૂમી અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. આપણે હવે રામસેતુની જેમ વાનર કે ખીચકોલી બનીને આ ભગીરથ કાર્યમાં આપણુ યોગદાન આપવાનનું છે. જેથી આવનારી પેઢી તેમાથી કઈક પ્રેરણા લઈ શકે. મે શરૂઆત કરી દીધી છે હવે તમારી વારી છે. તમને જણાવી દઈએ કે આ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી હતી.

image source

તેમણે રામ મંદિર માટે સૌ પહેલાં દાન આપ્યુ હતુ. તેમણે પાંચ લાખ રૂપિયાનો ચેક ટ્રસ્ટને આપ્યો હતો. ત્યારથી સામાન્ય માણસથી લઈને તમામ સાંસદો, ધારાસભ્યો, બિઝનેસમેન રામ મંદિર નિર્માણ માટે દાન આપી રહ્યા છે. નોંધનિય છે અક્ષય કુમારે લોકડાઉન વખતે પણ મોટી રકમ દાનમાં આપી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ રામસેતુ ના શૂંટિગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના ડિરેક્ટર અભિષેક શર્મા છે. અક્ષય કુમારે આ ફિલ્મના બે પોસ્ટર પણ શેર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત