Site icon News Gujarat

ભગવાન આવું કોઈ સાથે ન કરે, લગ્નપ્રસંગ પતાવીને ઘરે પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો, પાલનપુરમાં 4ના મોત

હાલમાં એક ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. આ ઘટના બની છે પાલનપુર તાલુકાના રતનપુર પાસે. વિગત મળી રહી છે કે લગ્નમાંથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં હોવાના સમાચાર મળતા જ આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

image source

જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. મોડીરાત્રે રતનપુર પાસે ઇકો અને ટ્રક વચ્ચે એટલો ભયાનક હતો કે અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલાને બચાવવા બનતા પ્રયાસો કર્યા હતા.

image source

જો આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જ્યારે અકસ્માત થયો ત્યારે જેવી જ લોકોને બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનેલા પરિવાર વિશે વાત કરીએ તો સતલાસણા નાનીભાલું ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા. ઇકો કારમાં નીકળેલો આ પરિવાર રતનપુર પાસે પહોંચ્યો ત્યારે ટ્રક સાથે ઇકોનો અકસ્માત થયો હતો.

image source

આ અકસ્માત કોઈ નાનો મોટો નહોતો. મળતી માહિતી પ્રમાણે એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ માહિતી મળી રહી છે કે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યોમાંથી 3 સભ્યોના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. મૃતકોને પીએમ અર્થે ખસેડી પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાહન અકસ્માતથી થતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 39 હજાર 72 લોકોએ વાહન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. વર્ષ 2015માં કુલ 8 હજાર 38 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જ્યારે કે વર્ષ 2019માં આ આંક ઘટીને 7 હજાર 409 થયો છે. વર્ષ 2016માં કુલ 8 હજાર 11 લોકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. તો વર્ષ 2017માં 7 હજાર 574 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે કે વર્ષ 2018માં 8 હજાર 40 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version