ભયંકર અકસ્માત: વડોદરામાં લક્ઝરી બસે બાઇકને મારી ટક્કર, બસનું વ્હીલ માથા પર ફળી વળતાં ઘટનાસ્થળે જ થયુ મોત

વડોદરા શહેરમાં લકઝરી બસએ બાઈકને ટક્કર મારી બાઈક ચાલક ફંગોળાઈને રસ્તા પર પટકાય છે ત્યાં જ બસનું ટાયર બાઈક ચાલકના માથા પર ફરી જતા ત્યાં જ મોત થયું. -વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલ તારા સન્સ હોટલની બહાર લકઝરી બસનો બાઈક સાથે અકસ્માત થયો હતો.

image source

વડોદરા શહેરના ગોત્રી ચાર રસ્તાથી નીલાંબર સર્કલ બાજુ જઈ રહેલ રોડ પર સ્થિત તારા સન્સ હોટલની બહાર ગઈકાલ મોડી રાતના સમયે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લકઝરી બસની અડફેટમાં આવી જતા બાઈક ચાલક અનિલભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. લકઝરી બસનું ટાયર બાઈક ચાલક અનિલભાઈના માથાના ભાગે ફરી જવાના લીધે અનિલભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ગોત્રી પોલીસને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોચી જાય અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

મૃતક અનિલભાઈ ગોત્રી ચાર રસ્તા પસાર કરીને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.

image source

વડોદરા શહેરના વાસણા- ભાયલી રોડ પર રહેતા અનિલભાઈ શાહ ગોત્રી વિસ્તારમાં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં પોતાની લેબોરેટરી ચલાવે છે. રાતના ૮ વાગ્યાના સમયે અનિલભાઈ પોતાના ટુ- વ્હીલર મોપેડ પર સવાર થઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. અનિલભાઈ પોતાના રોજના નિયમ મુજબ ગોત્રી ચાર રસ્તા પરથી પસાર થઈને પોતાના ઘરે જવા માટે લેબોરેટરી પરથી નીકળ્યા હતા.

image source

પરંતુ ઘરે પહોચતા પહેલા ગોત્રી ચાર રસ્તા પર અનિલભાઈને અકસ્માત થાય છે અને તેની જાણ ગોત્રી પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલ તારા સન્સ હોટલની બહાર ટ્રાવેલ્સની લકઝરી બસનું મોપેડ ચલાવી રહેલ અનિલભાઈને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અનિલભાઈ મોપેડ પરથી નીચે પટકાઈ જાય છે અને ત્યારે જ લકઝરી બસનું પાછળનું ટાયર અનિલભાઈના માથા પર ફરી જવાના લીધે અનિલભાઈનું ઘટના સ્થેળે જ મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસ દ્વારા લકઝરી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

image source

આ અકસ્માત થઈ જાય ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. જયારે આ અકસ્માતની જાણ ગોત્રી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે તો પોલીસ તરત જ ઘટના સ્થેલ દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસએ અનિલભાઈના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લકઝરી બસના ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત