એક શિક્ષક કેટલું રિસ્ક લઈ શકે? કદાચ આ અમદાવાદી શિક્ષક જેટલું નહીં, સેવા જાણીને તમારા રૂવાડાં ઉભા થઈ જશે

અમુક લોકોના જુસ્સા પાસે ભલભલી પરિસ્થિતિ ફિક્કી પડી જતી હોય છે. તેમની મહેનત અને લગન જ એવી હોય કે કામ આપમેળે થતું રહે છે. ત્યારે હાલમાં એક એવા શિક્ષકની કહાની સામે આવી છે કે જે સાંભળીને તમારો જુસ્સો પણ વધી જવાનો છે. આપણે બધાને એક નાનપણથી એક કહેવત કહેવામાં આવે છે અને ચાણ્ક્યએ પણ કહ્યું હતું કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી. વિકાસ અને વિનાશ તેના ખોળામાં ઊછરે છે. ત્યારે આ શિક્ષકે તો ઘણી ભ્રમણાઓ તોડી છે. સામાન્ય રીતે શિક્ષક માટે એવી છાપ પડી ગઈ છે કે તે ભીરુ અને માત્ર ભણાવવા તથા સરકાર સોંપે એ કામો કરવા પૂરતો જ રહ્યો છે, પરંતુ આજે અમે એવા શિક્ષકની વાત કરવા જઈ રહ્યા છીએ, જે એવા વિસ્તારમાં શિક્ષણની સરિતા વહાવે છે, જ્યાં પગ મૂકતાં કે ફરવા જવાનું વિચારતાં પણ સામાન્ય લોકોને ભયથી કંપન થાય છે.

image source

જો વિગતે વાત કરીએ તો આતંકના આકાઓથી થરથરતી જગ્યા પર આવેલી સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓનું વહાલ મેળવવામાં આ શિક્ષક સફળ થયાં છે. આ શિક્ષકના કામથી સ્થાનિક લોકો નવાઈ પામી ગયા છે, કારણ કે તેની હિંમત અને જ્ઞાનની ધારા વરસાવવા માટે આ અમદાવાદી શિક્ષકને જોઈને જ વિદ્યાર્થીઓના ચહેરા પર ચમક આવી જાય છે. આ શિક્ષક અમદાવાદથી 1,520 કિ.મી.ની યાત્રા કરી કાશ્મીરના પહાડો પરથી, તો ક્યારેક કાશ્મીરના આંતકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં જઈને પણ અભ્યાસ કરાવે છે. એટલું જ નહીં તો વળી ક્યારેક અફઘાનિસ્તાન જેવા વિદેશમાં જઈને પણ ભણાવે છે. અમદાવાદના આ શિક્ષકનું નામ છે ડો. શ્યામ ચાવડા.

image source

મળતી વિગત પ્રમાણે જો વાત કરવામાં આવે તો શ્યામે લોકડાઉનના 4 મહિના કાશ્મીરમાં રહી બાળકોને ભણાવ્યાં તેમજ અન્ય એક્ટિવિટી કરાવી તેમણે ભવિષ્યમાં શું કરવું? એ અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે, ત્યારે કાશ્મીરી લોકો દ્વારા પણ આ શિક્ષકને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો. આ વિશે વાત કરતાં ડો. શ્યામ ચાવડાએ જણાવ્યું હતં કે મને શરૂઆતથી જ બાળકો પ્રત્યે ખૂબ લગાવ છે. અફઘાનિસ્તાનમાં બાળકોને ભણાવવા ગયો ત્યારે થોડો ડર લાગતો હતો, પરંતુ ધીરે ધીરે મને ગમવા લાગ્યું. ત્યાર બાદ માર્ચ મહિનામાં હું કાશ્મીર ગયો હતો. જ્યાં એક સ્કૂલની મે મુલાકાત લીધી. ત્યાંના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરતાં અમારી મિત્રતા થઈ ગઈ. ત્યાર બાદ મેં ત્યાંનાં બાળકોને ભણાવવાનું નક્કી કર્યું.

image source

ડોક્ટરે આગળ વાત કરતાં કહ્યું કે, શરૂઆતમાં જ્યારે હું સ્કૂલે જતો ત્યારે બાળકો તેમજ ત્યાંના સ્થાનિકો મને જોઈ નવાઈ પામતાં હતાં, કારણ કે આ પહેલાં કોઇપણ શિક્ષક આ રીતે બાળકોને ભણાવવા માટે નહોતા આવતા. પરંતુ જેમ-જેમ સમય ગયો મને બાળકો-સ્કૂલ તેમજ વાલીઓનો સાથ મળવા લાગ્યો હતો. એ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોડિંગ અને પ્રોગ્રામિંગ ટીચિંગ ક્લાસ ચલાવનાર ડો. શ્યામ ચાવડા અમદાવાદ સહિત અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપે છે.

કઈ રીતે આ બધી શરૂઆત થઈ એના વિશે પણ વાત કરતાં ડો. શ્યામ ચાવડા કહે છે કે માર્ચ પહેલાં કાશ્મીર ટૂર માટે ગયા હતા, જ્યાં તેમણે પહેલગાંવ હાઈવે નજીક આવેલી એક સ્કૂલની મુલાકાત લીધી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મિત્રતા થયા બાદ તેમણે બાળકોને ભણાવવાનો આગ્રહ કર્યો હતો. પ્રિન્સિપાલે પણ તેમને આવકાર્યા હતા. બાદમાં તેમણે બાળકોને ભણાવવા તેમજ અલગ-અલગ એક્ટિવિટી કરાવવાનું શરૂ કર્યું હતું. બાળકોને પણ તેમનો સાથ એટલો પસંદ આવતો કે દરરોજ તેઓ ડો. શ્યામ ચાવડાની રાહ જોતા અને જેવા તેઓ સ્કૂલમાં આવે કે તેમને ભેટી પડતાં હતાં. એક મહિનો બાળકોને ભણાવ્યા બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા અને માર્ચના લોકડાઉન પહેલાં જ ફરી કાશ્મીર પહોંચી ગયા હતા, જ્યાં 4 મહિનાથી વધુ બાળકો સાથે રોકાયા હતા.

image source

પણ આ બધાની વચ્ચે નવાઈની વાત એ છે કે કાશ્મીરમાં આ સ્કૂલ એવા વિસ્તારમાં આવેલી છે કે જ્યાં આતંકવાદથી પ્રભાવિત વિસ્તાર છે છતાં તેમને ત્યાંના સ્થાનિક લોકોનો ઘણો સપોર્ટ મળ્યો અને તેમણે 5 મહિના બાળકો સાથે સમય પસાર કર્યો હતો. એક તરફ જોવા જઈએ તો સામાન્ય રીતે કાશ્મીરમાં આતંક પ્રભાવિત વિસ્તારોમાં જતા લોકો ડરે છે, પરંતુ ડો. શ્યામ ચાવડા કોઈ પણ ડર રાખ્યા વગર બાળકો તેમજ સ્કૂલના અન્ય શિક્ષકો સાથે રહેતા હતા. સ્કૂલમાં તેઓ બાળકોને કોડિંગ સહિતનું શિક્ષણ તેમજ અલગ-અલગ એક્ટિવિટી શિખવાડતા હતા.

એક સંસ્થા સાથે પણ ડો. શ્યામ ચાવડા છેલ્લા બે વર્ષથી જોડાયેલા છે. તેનું નામ છે ‘વોર ચાઈલ્ડ કેર’. જેમણે એક એપ્લિકેશન પણ બનાવી છે. કાશ્મીર પહેલાં તેઓ અફઘાનિસ્તાનમાં બાળકોને કોડિંગ તેમજ પ્રોગ્રામિંગ શીખવવા માટે ગયા હતા. અફઘાનિસ્તાનનું નામ વિશ્વના ખતરનાક આંતક પ્રભાવિત દેશોમાં સામેલ છે, જેથી શરૂઆતમાં ડો. શ્યામ ચાવડા તે દેશમાં રહેતાં ડરતા હતા, પરંતુ સુરક્ષા અને સ્થાનિકોનો સાથ મળતાં ધીરે-ધીરે તેમનો ડર ઓછો થતો ગયો. પોતાના કામ વિશે અને સંઘર્ષ વિશે વાત કરતાં ડો. શ્યામ ચાવડાએ કહ્યું હતું કે હું કાશ્મીર, વિદેશ તેમજ અમદાવાદમાં મારા ઓનલાઈન ક્લાસ ચલાવતો હતો. કલાસ પૂરા કરી સ્કૂલે પહોંચી જતો અને બાળકો સાથે સમય પસાર કરતો અને તેમને કોડિંગ સહિતનું શિક્ષણ તેમજ નવી-નવી એક્ટિવિટીઓ કરાવતો હતો.

image source

લોકોનો કેવો સાથ સહકાર મળતો એ વિશે વાત કરતાં શ્યામે જણાવ્યું કે-સ્કૂલ જતો ત્યારે લોકો દ્વારા મારું વેલકમ કરવામાં આવતું હતું. શ્રીનગરના સ્થાનિકો પણ મને કહેતા કે જ્યાં સ્કૂલ છે તે વિસ્તાર આતંદવાદ પ્રભાવિત છે, તો ત્યાં ન જાઓ, પણ હું બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર હતો અને હું દરરોજ સ્કૂલે ભણાવવા માટે જતો હતો. હું જ્યારે પણ સ્કૂલે જતો ત્યારે બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી. ત્યાંના કેટલાક લોકો પણ મને કહેતા કે અમે આ પ્રકારના પહેલા શિક્ષક જોયા છે. ત્યારે હાલમાં અમદાવાદના આ શિક્ષક દેશભરમાં વખણાઈ રહ્યા છે અને તેમના કામની પણ ચર્ચા થવા લાગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત