અનોખા લગ્ન: ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વરે મુંબઈ નિવાસી 65 વર્ષીય વધૂ સાથે લગ્ન કરી શરૂ કરી જીંદગીની નવી ઈનિંગ

ભારતીય સમાજમાં મોટા ભાગે મોટી ઉમરે લગ્ન કરવાનું ચલણ ઓછુ છે. 60 વર્ષની આસપાસ જો કોઈ પતિ કે પત્નીનું નિધન થાય તો પછી આપણ સમાજમાં બહુ ઓછા લોકો બીજા લગ્ન કરવામાં માટે વિચારે છે. પરંતુ હવે ધીમે ધીમે સમય બદલાયો છે અને લોકો નવી વિચારસરણી ધરાવતા થયા છે. જેને લઈને હવે ઢળતી ઉમરે પણ લગ્ન થવા લાગ્યા છે. કારણ કે આ ઉમરે જ લોકોને કોઈના સાથની વધારે જરૂર હોય છે. જો ઘરમાં કોઈ સભ્યના હોય તો વ્યક્તિને એકતા કોરી ખાય છે. જેથી જિંદગીમાં કોઈનો સાથ હોવો ખુબ જ જરૂરી બને છે. આવી જ ઘટના સામે આવી છે અંકલેશ્વમાં.જ્યાં અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ રવિવારે લગ્નના તાંતણે બંધાયા છે. જેથી જિંદગીના પાછલા દિવસોમાં એકલતા નરહે.

આ કારણે ફરીથી લગ્નનો વિચાર આવ્યો

image source

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં રહેતા વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો તેમણે વિચારને રાજી-ખુશીથી અપનાવ્યો હતો. નવી ઈનિંગ તેઓ દુનિયા ફરી મોજથી જીવવા માગે છે. અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલ (68)એ જણાવ્યું કે તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની 7 મહિના પહેલાં બીમારીને કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા.

image source

ગત મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. બીજી તરફ, મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈન (65)ની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે જ્યોત્સ્નાબેનના પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જોયો હતો અને ત્યાંથી ફરીથી લગ્નનો વિચાર આવ્યો. ગત રવિવારે તેઓ લગ્નગ્રંથથી જોડાયા છે અને તેમણે જિંદગીની નવી ઈનિગ્સની શરૂઆત કરી છે. હાલમાં તેમણે બરોડામાં સ્થાઈ થવાનું નક્કી કર્યું છે.

13 ડિસેમ્બરે સાદાઈથી કર્યાં લગ્ન

image source

આ અંગે અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું કે ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ કરાવાઈ હતી, જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મીટિંગ કરી હતી. લગ્ન 13 ડિસેમ્બરે સાદાઈથી કર્યાં હતાં. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો છે. હાલ બંને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયાં છે. તેમના લગ્ન બાદ તેમના નજીકના લોકોએ તેમના નવા જીવન અંગે શુભકામનાઓ પાઠવી હતી.

આ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જલેવામાં આવતો નથી

image source

અમદાવાદમાં પણ અનુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિધવા, વિધુર, ત્યક્તા તેમજ જે લોકોના મોટી ઉંમરે લગ્ન ન થયા હોય આવા પુરુષ અને મહિલાઓના લગ્ન થાય અને તેઓ પણ પોતાના જીવનની ફરીથી નવી ઇનિંગ શરૂ કરી શકે તે માટે થઈને છેલ્લા ઘણા વર્ષોથી કામ કરવામાં આવે છે. આ મોટી ઉંમરના લોકો માટે લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. અહિયા મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી માટે મુંબઈથી લઈને કચ્છ સુધીના વિસ્તારમાંથી આવ્યા આવે છે અને ઉમેદવારો પાસેથી આ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જલેવામાં આવતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત