એલર્જીની તકલીફમાં ના રાખવી બેદરકારી, નહિં તો થઇ શકે છે આવા ગંભીર નુકસાન, જાણી લો આમાંથી બચવાના ઉપાયો

મિત્રો, ઠંડીની ઋતુમા કૂમળા તડકામા રહ્યા પછી એકાએક તમારા ચહેરા પર સોજાની સમસ્યા આવી જાય છે તથા આંખમા પાણી આવવા લાગે છે અને આવી સમસ્યાઓના કારણે તમે મોટેભાગે બેદરકાર બની જતા હોવ છો. આ બેદરકારીને કારણે તમે એલર્જીનો ભોગ બની શકો છો.

image soucre

દાકતરોની પાસે જનારા દર્દીઓમા આ પ્રકારની સમસ્યાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. આવા દર્દીઓને દાક્તરો એલર્જીનુ કારણ જાણવા માટે એલર્જીનુ પરીક્ષણ કરાવવાની સલાહ આપે છે. આ ઋતુમા શહેરમા લગભગ ૭૦ ટકા લોકો નાની-મોટી એલર્જીની સમસ્યાથી પીડાય છે. તેમા ત્વચા અને ફૂડ એલર્જીની સમસ્યા એ સૌથી સામાન્ય છે. તો અમુક લોકો આંખ અને શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓનો શિકાર પણ બને છે.

એલર્જી એટલે શું?

image source

દાક્તરોના મત મુજબ એલર્જી એ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી હોવાનુ એક લક્ષણ છે. શારીરિક અને માનસિક એમ બંને કારણોસર તમને એલર્જીની સમસ્યા થઇ શકે છે. વધુ પડતુ બજારનુ ફૂડ ખાવાથી તમે રિએકશન આવી જવાની સમસ્યાથી પીડાઈ શકો છો. છેલ્લા થોડા સમયથી એલર્જીથી પીડાતા હોય તેવા દર્દીઓની સંખ્યામા પણ વધારો થઇ રહ્યો છે અને તેનુ મુખ્ય કારણ છે પ્રદૂષણ. તમને કયા કારણોસર એલર્જી થઇ છે તે જાણવુ અત્યંત આવશ્યક છે, તો ચાલો જાણીએ.

પ્રવર્તમાન સમયમા પ્રદુષણનુ પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જ જઈ રહ્યુ છે અને તે આપણી ત્વચા અને સ્વાસ્થ્ય બંને માટે ખુબ જ ખરાબ સાબિત થઇ શકે છે. તેનાથી તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ ગંભીર સમસ્યાઓ થવાની સાથે સંભાવનાઓ પણ ખુબ જ વધી રહી છે.

image source

હવામા રહેલો ભેજ અને પરાગ રજકણ એલર્જીની સમસ્યા થવા માટે મહદ અંશે જવાબદાર હોય છે. શિયાળાની ઋતુમા વધારે સમય માટે કૂણા તડકાની અંદર રહેવાથી તમારા ચહેરા પર બળતરાની સમસ્યા રહેતી હોય છે અને તે સિવાય બીજી કેટલીક સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. આ એલર્જીની સમસ્યાથી તમારા ચહેરા પર સોજો ચડી આવે છે અને રેશીઝની સમસ્યા પણ વધી જાય છે.

એલર્જીની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટેના ઉપાય :

image source

સૌથી પહેલા તો તમને જે એલર્જી છે, તેની પાછળનુ વાસ્તવિક કારણ જાણો. તમારા દૈનિક ભોજન અને ખાણી-પીણીની આદત પર વિશેષ પ્રકારનુ ઘ્યાન આપો. તાપમાનના ફેરફાર સામે પોતાની જાતનુ રક્ષણ કરો. ખુલ્લી હવામા વધારે પડતુ ના ફરો. તમારી આસપાસ સ્વરછતા કેળવો. જ્યારે તમને કોઈ વસ્તુથી એલર્જી હોય તો તેના કારણે તમારી સ્કિન લાલ થઇ જાય છે અને રેશીઝની સમસ્યા, આંખમા બળતરા થવી, એકાએક શ્વાસ લેવામા તકલીફ પડવી વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

image source

કોઇપણ ચીજવસ્તુનુ સેવન કર્યા પછી પાચનની સમસ્યા અવશ્યપણે ઊભી થઇ શકે છે. આ ઉપરાંત પાણીના સંપર્કમા રહેવાથી પણ અવારનવાર કોઈને કોઈ તકલીફ સર્જાતી રહેતી હોય છે. વારંવાર આંખમા બળતરા થતી હોય અથવા તો આંખમાંથી પાણી નીકળતા હોય તો તેને સામાન્ય બાબત ગણીને ઘ્યાનમા લઇ શકાતી નથી.

image source

તે પણ આ એલર્જીનુ એક લક્ષણ સાબિત થઇ શકે છે. આ એલર્જી વિશેષ તો વસંત ઋતુ દરમિયાન વધારે પડતી જોવા મળે છે. આ સમયે હવામાં પરાગરજનુ પ્રમાણ સૌથી વધારે ફેલાય છે અને તે સીધી જ તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. જેથી, આ અંગે જરાપણ બેદરકારી ના દર્શાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત