એલેક્ઝાંડર એક ગ્રીક શબ્દ હતો જેમાં બે શબ્દોનો થતો હતો સમાવેશ, બીજી આ અજાણી વાતો વાંચવાની તમને પણ આવી જશે મજા

એલેક્ઝાંડર ધ ગ્રેટ જેને વિશ્વ વિજેતા તરીકે ઓળખવામાં આવે છે એલેક્ઝાંડર વિશ્વનો એક માત્ર વ્યક્તિ હતો કે જેણે આખી દુનિયા ને જીતવાનું સ્વપ્ન જોયું હતું જેણે પોતાના જીવનમાં ક્યારેય હારનો સામનો કર્યો ન હતો અને ભારતમાં આપણે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ ને સિકંદર તરીકે જાણીએ છીએ. આ લેખમા આપણે સિકંદર વિશે કેટલીક એવી વાતો વિશે જાણીશું જેને તમે ક્યારેય સાંભળી નહિ હોય .

image source

એલેક્ઝાંડર ધ ગ્રેટ ઇતિહાસના 100 સૌથી પ્રભાવશાળી લોકો માંના એક ગણાય છે તેઓ એલેક્ઝાંડર ત્રીજા અને એલેક્ઝાંડર ઓફ મેસેડોનિયન તરીકે પણ ઓળખાતા હતા કારણ કે એલેક્ઝાંડર મેસેડોનિયા નો શાસક હતો જે પ્રાચીન ગ્રીકનું એક રાજ્ય હતું . એલેક્ઝાંડર એક ગ્રીક શબ્દ હતો જેમાં બે શબ્દોનો સમાવેશ થતો હતો . પ્રથમ એલેક્સ જેનો અર્થ છે પ્રોટેક્ટર અને બીજો શબ્દ ઝાન્ડ્રોઝ છે જેનો અર્થ મેન થાય છે જે બને છે પ્રોટેક્ટર ઓફ મેનકાઇન્ડ એટલે કે માનવતાનો રક્ષક . જે દિવસે એલેક્ઝાંડર નો જન્મ થયો હતો તે દિવસે ગ્રીસના આર્ટેમિસ ટેમ્પ્લ ને સળગાવી દેવામાં આવ્યું હતું પરંતુ શા માટે ? તેના વિશે માહિતી મળી ન હતી . આ આર્ટેમિસ ટેમ્પલ વિશ્વ ની સાત અજાયબીઓ માં નું એક હતું .

image source

એલેક્ઝાંડર ધ ગ્રેટ એરીસ્ટોટલ નો વિદ્યાર્થી હતો , જે વિશ્વના મહાન તત્વચિંતક હતા જ્યારે એલેક્ઝાન્ડર 13 વર્ષનો થયો હતો ત્યારે તેના પિતા ફિલિપે તેના શિક્ષણ માટે એરિસ્ટોટલ ને પસંદ કર્યા હતા એરિસ્ટોટલ દ્વારા અપાયેલા શિક્ષણના બદલામાં , ફિલિપ્સે એરિસ્ટોટલના શહેર ( વતન ) ને ફરી થી બંધાવ્યું હતું જેને ઘણા વર્ષો પહેલા ફિલિપે જ તોડી નાખ્યું હતું . એરિસ્ટોટલ પાસે એલેક્ઝાંડર 3 વર્ષ સુધી ભણ્યો હતો જ્યારે એલેક્ઝાંડર 16 વર્ષનો હતો ત્યારે તેના પિતા ફિલિપ ની હત્યા થઈ ગયી હતી આથી એલેક્ઝાંડર 16 વર્ષની ઉંમરે મેસેડોનિયા ના રાજસિંહસન પર બેઠો હતો .

એરિસ્ટોટલે તેને ફિલોસોફી , નૈતિક ધર્મ અને તર્કશાસ્ત્ર જેવી કેટલીક વિદ્યાઓ શીખવી હતી એલેક્ઝાંડર ને હાઇડ્રો ફોબિયા ઇરિડિયમ નામનો રોગ જેના કારણે તેની બે આંખોનો રંગ અલગ હતા કુરાન શરીફમાં રાજા ધુલકર્ણ ની વાર્તા આવે છે . ઘણા ઇતિહાસકારો માને છે કે આ વાર્તા એલેક્ઝાંડર ધી ગ્રેટની છે , એલેક્ઝાન્ડર તેના જીવનકાળ મા એક પણ યુદ્ધ હાર્યો ન હતો આથી જ સિકંદર ના લશ્કરી ની રણનીતિઓ અને વ્યૂહરચના ઓ આજે પણ વિશ્વભર ની આર્મી એકેડેમીઓ માં શીખવવા માં આવે છે .

image source

તેમના મૃત્યુ સુધી એલેક્ઝાન્ડરે એશિયા , મિડલ ઈસ્ટ અને ગ્રીક ની મોટાભાગની જમીનો પર વિજય મેળવી લીધો હતો તેમ છતાં સિકંદર વિશ્વની માત્ર 5 % જમીનો જ જીત્યો હતો .

એલેક્ઝાંડર ની સેક્સ લાઈફ વિશે કેટલીક અટકળો કરવામાં આવે છે કેટલીક માન્યતાઓમા સિકંદર ને બાયસેક્સુઅલ કહેવામાં આવ્યો હતો રોમન યુગના એક મહાન ગ્રીક લેખક , એથીનીયસે લખ્યું છે કે એલેક્ઝાંડરને ત્રણ પત્નીઓ હતી , રોક્સેના બાર્સિન અને પેરિસિટિસ.

જ્યારે એલેક્ઝાંડર તેની ભાવિ પત્ની રોક્સેના ને પ્રથમ વખત મળ્યો હતો ત્યારે તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો એવું કહેવામાં આવે છે કે એલેક્ઝાંડર ને બે પુત્રો હેરાક્લીઝ અને એલેક્ઝાંડર ફોર હતા જેને એલેક્ઝાંડર ના મૃત્યુ બાદ તેના બંને દીકરાઓ ની પણ હત્યા કરી દેવામાં આવી હતી પર્શિયા પર વિજય મેળવ્યા પછી , એલેક્ઝાંડર ને એવું લાગ્યું જો તે એક પર્શિયનો જેવો લાગશે તો તેને પર્શિયામા તેને રાજ્ય ચલાવવામા મદદ મળશે અને તે ત્યાંના લોકો સાથે હળી મળી શકશે આથી તેણે પરશિયા ના રાજાઓનો પહેરવેશ અપનાવ્યો .

image source

અને એલેકઝાડરે પર્શિયન લોકોને પણ તેની સેનામાં ભરતી કરવા લાગ્યો હતો આ ઉપરાંત સિકંદરે ઘણી પર્શિયન પરંપરાઓ અપનાવી હતી . એલેક્ઝાંડરને જો કોઈ રાજા એ ટક્કર આપી હોય તો તે રાજા પૂરું હતા ગ્રીક લોકોએ પૂરું ને પોરસ નામ આપ્યું હતું . પોરસે સિકંદર ના વિજય રથને રોકવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી, તે એલેક્ઝાંડર ની સેનામાં ભય પેદા કરવામાં સફળ રહ્યો હતો આથી સિકંદર ને ભારતમાં થી બહાર નીકળવાની ફરજ પડી હતી . એલેક્ઝાંડર પાસે લ્યુસિફેલ નામનો એક ઘોડો પણ હતો જેને તે ખૂબ જ પ્રેમ કરતો હતો.

image source

જ્યારે એલેક્ઝાંડર પંજાબ આવ્યો ત્યારે તેનો ઘોડો ત્યાં મૃત્યુ પામ્યો હતો પંજાબ માં જેલમ નદીના કાંઠે સિકંદરે બે શહેરો સ્થાપ્યા હતા થયા , તેમાંથી એક શહેર નું નામ તેણે પોતાના ઘોડા ના નામ ઉપર થી લ્યુસિફેલ રાખ્યુ હતું વિશ્વનો કોઈ પણ ભાગ જીત્યા પછી , એલેક્ઝાંડર ત્યાં તેના નામે એક નવા શહેર ની સ્થાપના કરતો હતો અને ત્યાં સિકંદર પોતાની જીત નો જશન મનાવતો હતો એલેક્ઝાન્ડર વિશે તે સમય ના પ્રખ્યાત ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્કે પોતાની બુક ” LIFE OF THE NOBLE GREEK AND ROMANS ” માં લખ્યું છે કે એલેક્ઝાંડરના શરીરમાંથી ખૂબ જ સુખદ સુગંધ આવતી હતી જે શરીર ને મહેકતું રાખતી હતી અને તેના લીધે સિકંદર ના કપડાં સુગંધિત રહેતા

એલેક્ઝાંડર તે સમયે મહાન કવિ હોમર નો ખુબ મોટો પ્રશંસક હતો હોમરે લખેલી કવિતા ” ઇલિયાદ ” તેની મનપસંદ કવિતા હતી આ કવિતા તે દરરોજ વાંચતો હતો આ પુસ્તક તેને તેના માર્ગદર્શક અને ગુરુ એરિસ્ટોટલે આપ્યું હતું એલેક્ઝાંડર આ પુસ્તક ને કોઈ પણ યુદ્ધમાં જતી વખતે સાથે લઈ જતો હતો એલેક્ઝાંડર 323 બી.સી. માં બેબીલોન શહેરમાં મૃત્યુ પામ્યો આ તે જ શહેર હતું કે જયાં સિકંદર પોતાની રાજધાની બનાવવા માંગતો હતો એલેક્ઝાંડર નું મૃત્યુ વિશ્વના સૌથી રહસ્યમય મૃત્યુઓમાં નું એક માનવામાં આવે છે એલેક્ઝાંડરે ફક્ત 32 વર્ષની ઉંમરે જ વિશ્વને અલવિદા કહી દીધું હતું .

image source

કોઈને ખબર ન હતી કે તે કેવી રીતે મૃત્યુ પામ્યો . કેટલાક લોકો એવું કહેતા હતા કે એલેક્ઝાંડર ને ઝહેર આપવામાં આવ્યું હતું . અને કેટલાક લોકોનું એમ માનવું હતું કે તે મેલેરિયા થી મરી ગયો હતો. એલેક્ઝાંડર નું બેબીલોન મા મૃત્યુ થયું ત્યારબાદ તેને ક્યાં દફનાવવો તે અંગે ઘણા વિવાદો ઉભા થયા હતા અને અંતે તેને ઇજિપ્ત ના એલેક્ઝેન્ડ્રિયા શહેરમાં દફનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ એ જ શહેર હતું કે જેને એલક્ઝન્ડરે જ વસાવ્યું હતું અને આ શહેર નું નામ પોતાના નામ પરથી જ રાખ્યું હતું એલેક્ઝાંડર નો મૃતદેહ એક પથ્થરની શબપેટી માં મૂકવામાં આવ્યો હતો અને શબ મુક્યા બાદ શબપેટી ને મધથી ભરી દેવામાં આવી હતી જેથી શરીરને સડવાથી બચાવી શકાય આ બધી વિધિઓ કર્યા બાદ સિકંદરના મૃતદેહને ઇજિપ્ત લાવવામાં આવ્યો હતો અને ઇજિપ્તના એલેક્ઝાંડ્રિયા શહેરમાં એલેક્ઝાંડરની કબર બનાવવામાં આવી હતી

image source

સિકંદરના મૃત્યુ પછીના 600 વર્ષો સુધી તેની સમાધિ સમગ્ર વિશ્વના લોકો માટે તીર્થસ્થાન હતી વિશ્વના ઘણા લોકો દૂર દૂર તેની સમાધિ જોવા માટે આવતા હતા . એલેક્ઝાન્ડર ની સમાધિ ચોથી સદીની શરૂઆતમાં ક્યાંક ગાયબ થઈ ગઈ હતી . એલેક્ઝાંડર તેના મૃત્યુ પછી સદીઓ સુધી રોમન લોકો માટે આદરણીય હતા તેથી જ જુલિયસ સીઝર, માર્ક એન્થની અને ઓગસ્ટસ જેવી રોમની કેટલીક મહાન હસ્તીઓ એ પણ એલેક્ઝાન્ડરની સમાધિની મુલાકાત લીધી હતી.