આલિયા ભટ્ટે રણબીર સાથે લગ્નને લઇને તોડ્યું મૌન, અને કહ્યું…હું હજુ 25….

બોલીવૂડના લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ એક સાથે જોવા મળી રહ્યા છે. ફેન્સને તે બન્ને જોડી ખૂબ પસંદ છે. તો બીજી બાજુ તેમને એકસાથે જોઈને કોઈના પણ મનમાં એ પ્રશ્ન ઉભો થાય છે કે છેવટે આ બન્ને લગ્ન ક્યારે કરશે. તો ચાલો તમને જણાવી દઈએ કે આલિયાએ પોતાના લગ્નની વાતને લઈને શું કહ્યું.

image source

મિડિયાના લગ્ન વિષે પૂછવા પર આલિયાએ કહ્યું કે આજકાલ દરેક વ્યક્તિ મને આ જ પ્રશ્ન કરી રહી છે. તેણીએ જણાવ્યું કે હાલ તો હું માત્ર 25 વર્ષની જ છું. અને હજુ આટલી જલદી હું લગ્ન કેવી રીતે કરી શકું. અને કોઈએ મને પ્રશ્ન કરવો જ હોય તો મારા કામ વિષે કરો. લગ્ન જ્યારે પણ થશે ત્યારે જણાવી દેવામાં આવશે.

image source

હવે જ્યારે આલિયાએ પોતે જ પોતાના અને રનબીરના લગ્ન વિષે આ સ્પષ્ટતા કરી છે ત્યારે એટલુ સ્પષ્ટ થાય છે કે તે નજીકના ભવિષ્યમાં તો લગ્ન નહીં જ કરે. તેનો આ જવાબ સાંભળીને તેણીના ફેન્સને સારું નથી લાગ્યું, પણ આશા છે કે આલિયાના આ નિવેદનથી બધાને જવાબ મળી ગયો હશે. તમે એ તો જાણતા જ હશો જ્યારે આલિયા ભટ્ટ ફિલ્મોમાં નહોતી આવી ત્યારથી જ તેણીને હેન્ડસમ રનબીર કપૂર પર ક્રશ રહ્યો છે. જે વાત તેણીએ અવારનવાર કબૂલ કરી છે. અને હવે તે જ તેનો બૉયફ્રેન્ડ છે. તેણી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ સમયે રનબીરની નજીક આવી હતી. ત્યાર બાદ રનબીર કપૂરના પિતા ઋષિ કપૂરના મૃત્યુ વખતે પણ આલિયા સતત તેની સાથે રહી હતી. આ ઉપરાંત તેણી અવારનવાર કપૂર પરિવારના લગ્નો તેમજ પાર્ટીઓમાં વારંવાર જોવા મળી છે. તેણીએ તેમની સાથેની કેટલીક તસ્વીરો
પણ શેર કરી છે.

image source

થોડા સમય પહેલાં જ આલિયા અને રનબીરને એરપોર્ટ પર એક સાથે જોવામાં આવ્યા હતા અને તેની કેટલીક તસ્વીરો અને વિડિયો પણ સોશયિલ મિડિયા પર વાયરલ થયા હતા. એર પોર્ટ પર બન્નેને એક સાથે જોઈને ફોટોગ્રાફર્સે તેમની તસ્વીરો ખેંચવાની શરૂ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ત્યારે જ એક ફોટોગ્રાફરે કહ્યું કે તમે બન્ને સાથે આવી જાઓ, જેના પર રણબીરે જોરદાર જવાબ આપ્યો હતો. રણબીર અને આલિયાનો આ વિડિયો ઇસ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થયો હતો.

image source

આ વિડિયોમાં આલિયા આગળ આગળ ચાલતી દેખાઈ રહી છે અને રનબીર તેની પાછળ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે જ એક ફોટોગ્રાફર રણબીરને કહે છે, ‘સર થોડા સાથે આવી જાઓ ને’ તે વાત પર રણબીર કપૂર જવાબ આપે છે, ‘સાથે આવીને શું કરીશું.’ રણબીરના આ પ્રશ્ન પર ફોટોગ્રાફર પણ જવાબ આપે છે, ‘સર તમે બન્ને એક સાથે ખૂબ સારા લાગો છો.’ તેમની આ વિડિયો પર તેમના ફેન્સે પણ ખૂબ કમેન્ટ કરી હતી.

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ દ્વારા રનબીર અને આલિયા પહેલીવાર ફિલ્મમાં એક સાથે જોવા મળશે. આ ફિલ્મમા રણબીર અને આલિયાની સાથેસાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

image source

આલિયા અને રણબીરની જોડીને હાલના દિવસોમાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણીવાર કપૂર પરિવારના ફંક્શનમાં પણ આલિયા અને રણબીર સાથે જોવા મળ્યા છે. એટલુ જ નહીં, બન્નેના લગ્નની નકલી કંકોત્રી પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Ranbir और Alia को एयरपोर्ट पर देख फोटोग्राफर ने कहा 'दोनों साथ आ जाइये' तो एक्टर से यूं मिला जवाब- देखें Video
image source

હવે જો આલિયાની ફિલ્મોની વાત કરીએ તો થોડા ક જ સમયમાં તેણી ફિલ્મ ગંગૂબાઈ કગાઠિયાવાડી નું શૂટિંગ શરૂ કરવાની છે. આ ફિલ્મનું પોસ્ટર ઘણા સમય પહેલા જ રિલિઝ થઈ ગયું છે. આ પહેલાં આલિયા સડક 2માં જેવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત