લોકડાઉન દરમિયાન ઘરની હેલ્પર નો જન્મ દિવસ આલિયા ભટ્ટ અને તેનાં પરીવારે ઉજવ્યો જુઓ વિડિયો

આલિયા ભટ્ટ લોકડાઉન વચ્ચે ચર્ચામાં આવી છે. જો તમે એવું વિચારતા હોય કે રણબીર કપૂરના કારણે તે ચર્ચામાં છે તો અટકી જાઓ… આવું કંઈજ નથી. આલિયાની ચર્ચા સોશિયલ મીડિયા પર તેણે કરેલા એક સરાહનીય કામ માટે થઈ રહી છે તેના સંબંધોના કારણે નહી.

image source

આલિયાનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર થયો છે. આ એક બર્થડે સેલિબ્રેશનનો વીડિયો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ અને તેનો પરીવાર તેમના ઘરની હેલ્પરનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જી હાં આલિયા ભટ્ટના ઘરમાં રાશિદા ખાન નામના એક હેલ્પર કામ કરે છે. જેનો જન્મદિવસ ભટ્ટ પરિવારે કેક લાવી તેને સરપ્રાઈઝ આપી ઉજવ્યો હતો. આ સેલિબ્રેશનના વીડિયો રાશિદાએ ઈંસ્ટા પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rashida Shaikh (@rashidamd132) on

આલિયા ભટ્ટ અને સમગ્ર પરિવારે જેનો જન્મદિવસ ખાસ બનાવ્યો તે રાશિદાએ તેના ઈંસ્ટા પર આ વીડિયો શેર કર્યા હતા. તેણે 2 વીડિયો શેર કર્યા છે અને તેમાં આલિયા ભટ્ટ તેની બહેન શાહીન ભટ્ટ અને અન્ય લોકો જોવા મળે છે.

image source

રાશિદાએ આ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, આ તેનો ડ્રીમ બર્થ ડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાશિદા કેક કટ કરે છે અને આલિયા તેમજ શાહીન તેના માટે બર્થ ડે સોંગ ગાઈ રબી છે. જો કે રાશિદા જ્યારે આલિયાને કેક ખવડાવવા જાય છે ત્યારે આલિયા ના કહે છે. તે કહે છે કે તેણે હાલમાં જ ડાયટ શરુ કરી છે તેથી તે કેક ખાઈ શકશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Rashida Shaikh (@rashidamd132) on

આ સિવાય રાશિદાએ અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મહેશ ભટ્ટ અને સોની રાઝદાન જોવા મળે છે. રાશિદાએ આ બંનેને પણ કેક ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં સતત બીઝી રહેતી આલિયા ભટ્ટે લોકડાઉનનો સમય સંપૂર્ણ રીતે તેના પરીવાર અને રણબીર કપૂર સાથે માણ્યો છે. ગત માસમાં જ્યારે રિષી કપૂરનું નિધન થયું હતું ત્યારે પણ આલિયા નીતુ કપૂર અને રણબીર સાથે સતત જોવા મળી હતી. આ સિવાય તેણે તેની બહેન સાથે પણ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો છે.

હાલમાં પણ રિદ્ધિમાએ ફેમિલી ગેટ ટુ ગેધરની તસવીર શેર કરી હતી. જેમાં નીતુ કપૂર, રણબીર, આલિયા, શાહીન તથા શ્વેતા બચ્ચનનો દીકરો અગસ્થ્ય જોવા મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત