જોઇ લો તસવીરોમાં આલિયા ભટ્ટની નવી ઓફિસની તસવીરો…

આલિયાની નવી ઓફિસ હવે તૈયાર છે, પ્રોડક્શન હાઉસનું નામ ઈટર્નલ સનશાઈન

બોલીવુડમાંથી કોરોના મહામારી વચ્ચે અનેક સમાચાર આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ આલિયાની નવી આફિસ બનીને તૈયાર થઇ ચુકી છે. એવા ન્યુઝ પણ મળ્યા છે કે આલિયા ઘણા સમયથી આ ઓફીસના કામમાં લાગેલી હતી. જો કે હાલમાં જ એ બનીને તૈયાર થઇ ચુકી છે. આ ઓફીસના અમુક ફોટા અલીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

image source

દરેક વ્યક્તિનું એક જ સપનું હોય છે, કે તેઓ કમાઈ કરીને પોતાનો વ્યવસાય શરુ કરે. પોતાનો એટલે કે જ્યાં તે પોતે જ બોસ હોય, કોઈ જ તમને ઓર્ડર આપનારું ન હોય. બોલીવુડમાં આવનારા લગભગ સ્ટાર પોતાના એક સ્ટેજ પર આવ્યા પછી પોતાનું જ પ્રોડક્શન હાઉસ શરુ કરે છે. આ જ એક સીસ્ટમ બની ચુકી છે, આખાય બોલીવુડમાં અનેક સ્ટાર પોતાના પ્રોડક્શન હાઉસ શરુ કરી ચુક્યા છે. ત્યારે આલિયા ભટ્ટે પણ હવે આ વ્યવસાયમાં પગ મુક્યો છે.

આલિયા ભટ્ટે પ્રોડક્શનમાં એન્ટ્રી લીધી

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અન્ય એક્ટરોની જેમ આલિયા ભટ્ટે પણ હવે પ્રોડક્શન લાઈનમાં એન્ટ્રી કરી છે. આલિયા ભટ્ટ એક્ટ્રેસ, સિંગર બાદ હવે પ્રોડ્યુસર પણ બનવા જઈ રહી છે. જો કે હાલમાં જ આલિયા ભટ્ટે ઈટર્નલ સનશાઈન નામનું પોતાનું જ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. હાલમાં જ તેની નવી ઓફિસ પણ બનીને તૈયાર થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે આ વર્કપ્લેસ આલિયા ભટ્ટે ડીઅર ઝીંદગી ફિલ્મના આર્ટ ડિરેક્ટર રૂપિન સૂચક સાથે મળીને બનાવી છે.

સોશીયલ મીડિયામાં શેર કર્યા ફોટોઝ

image source

ઈટર્નલ સનશાઈન નામના પોતાના વર્કપ્લેસના ફોટોઝ આલિયા ભટ્ટે તેના ફેનપેજ પર શેર કર્યા હતા. જો કે આ દરમિયાન એમણે ઓફીસના ફોટોઝ સોશિયલ મીડિયા પર મૂકી ખુશી વ્યક્ત કરી હતી. આલિયાએ આ અગાઉના એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ્સના પ્રોડક્શન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે એ હવે એવી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે જેવી તેને જોવી ગમે છે. અને એ ઈચ્છે છે, કે આ દ્વારા એ લોકો સમક્ષ પણ કઈક નવું જ લાવવાની કોશિશ કરશે.

આલીયાનું મુવિંગ હોમ

image source

આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે તેનું ઘર બહેન શાહીન ભટ્ટ સાથે મળીને તૈયાર કરાવ્યું છે. જો કે આ બાબતે આલિયાએ તેની યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં વાત પણ કરી હતી. આ સિવાય જો વાત કરીએ તો આલિયાએ તેના ફેન્સને તેની વેનિટી વેન પણ બતાવી હતી. કદાચ તમે નહિ જાણતા હોવ પણ આલિયાની આ વેનિટી વેન શાહરુખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કરી હતી. આ વેનિટી વેનને આલિયા મૂવિંગ હોમ તરીકે ઓળખાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત