Site icon News Gujarat

બોલ્ડનેસની હદો પાર કરવા જતા આલિયા સહિતની આ અભિનેત્રીઓના વખાણ થવાને બદલે થઈ છે જોરદાર ટીકા

હાલ લગ્નસરા ચાલી રહી છે ત્યારે લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે બોલિવૂડ સ્ટાર્સની ફેશનને ફોલો કરતા હોય છે. વેડિંગ લુકને યાદગાર બનાવવા માટે યુવતીઓ જાણીતી અભિનેત્રીઓને ફોલો કરતી હોય છે જેથી તેમની સ્ટાઈલ અને ફેશનને પોતે પણ અપનાની શકે. પરંતુ ક્યારેય અભિનેત્રીઓ એવી ફેશન કરી લેતી હોય છે જેના કારણે તેમને ટ્રોલ થવાનો વારો આવે છે.

image soucre

આવું જ કંઈક તાજેતરમાં થયું હતું આલિયા ભટ્ટ સાથે. આમ તો લોકોને આલિયાનો ટ્રેડિશનલ લુક ખૂબ ગમે છે પરંતુ આ વખતે આલિયાએ ફેશનના નામે એવું બ્લાઉઝ પહેરી લીધું કે લોકોએ તેના વખાણ કરવાને બદલે તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું.

image source

આદિત્ય સીલ અને અનુષ્કા રંજનના લગ્નના એક ફંકશનમાં આલિયાએ લાઈમ ગ્રીન એન્ડ પિંક લહેંગો પહેર્યો હતો. જેમાં તેણે ક્રોસ નેક્ડ બ્લાઉઝ વિથ ઓરન બેક પહેર્યું હતું. આ બ્લાઉઝ લોકોને પસંદ પડ્યું નહીં અને આલિયાને ઉર્ફી જાવેદ સાથે સરખાવી ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. જો કે આવું પહેલીવાર નથી કે કોઈ અભિનેત્રીએ વિચિત્ર બ્લાઉઝ પહેર્યું હોય અને તેની ટીકા થઈ હોય. તો ચાલો જણાવીએ કે કઈ કઈ અભિનેત્રી બોલ્ડનેસ દેખાડવા જતા ટ્રોલ થઈ ચુકી છે.

image socure

અનન્યા પણ તેના બોલ્ડ લુક માટે ફેમસ છે. તે વેસ્ટર્નની સાથે ટ્રેડિશનલ લુકમાં પણ ખૂબ સુંદર લાગે છે. થોડા દિવસો પહેલા અનન્યાએ પણ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલું ઈન્ફિનિટી બ્લાઉઝ પહેર્યું હતું જે પણ લોકોને ખાસ પસંદ પડ્યું નહીં.

image source

શ્રીદેવની દીકરી અને બોલિવૂડ અભિનેત્રી જાહન્વી કપૂર પણ તેના આ પ્રકારના લુકના કારણે થોડા સમય પહેલા ટ્રોલર્સના નિશાન પર આવી હતી. આ સિવાય પ્રિયંકા ચોપડા પણ સાડી સાથે બ્લાઉઝમાં કરેલા પ્રયોગના કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. થોડા સમય પહેલા તેણે ગોલ્ડન સાડીમાં ફોટોશૂટ કર્યું હતું જેમાં તેણે બ્લાઉઝ પહેર્યું ન હતું. તે સમયે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી.

image source

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પણ આ યાદીમાં આવે છે. તેણે પણ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલું ટ્રાન્સપરન્ટ બેકવાળું બ્લાઉઝ પહેર્યું હતું જેના કારણે તે ટ્રોલ થઈ હતી.

image soucre

જો કે જ્યારે નોરા ફતેહીએ અબુ જાની સંદીપ ખોસલાનું ડિઝાઈન કરેલું હેવી જ્વેલ્ડ બ્લાઉઝ પહેર્યું હતું ત્યારે દર્શકોને તેનો આ લુકના વખાણ કર્યા હતા. આ સિવાય ઉર્વશી રૌતેલા જે તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં રહે છે તેના સાડી લુકના કારણે પણ તેણે ટ્રોલ થવું પડ્યું હતું. નાગિન ફેમ મૌની રોયે પણ એક વખત પ્રિયંકા ચોપડાની જેમ બ્લાઉઝ વગરની સાડી પહેરી હતી. પરંતુ જો આ લુકમાં પ્રિયંકા ચોપડા ટ્રોલ થતી હોય તો મૌનીના વખાણ તો કેમ થાય. આ લુકમાં તે ખૂબ ટ્રોલ થઈ હતી.

Exit mobile version