આલિયા ભટ્ટ પહેલા આ અભિનેત્રીઓ પડદા પર નિભાવી ચુકી છે વૈશ્યાનું પાત્ર, જેમાં કરિનાની આ તસવીર જોઇને ઉડી જશે તમારા હોંશ

આલિયા ભટ્ટ પહેલા આ અભિનેત્રીઓ પણ પડદા પર નિભાવી ચુકી છે વૈશ્યાનું પાત્ર, દમદાર અભિનયથી જીત્યું હતું દર્શકોનું દિલ. વૈશ્યાનું પાત્ર ભજવીને આ અભિનેત્રીઓ જીતી ચૂકી છે દર્શકોનું દિલ, લૂંટી લીધી છે વાહવાહી.

આલિયા ભટ્ટ હાલના દિવસોમાં એની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પહેલીવાર આલિયા ભટ્ટ એક વૈશ્યાનું પાત્ર ભજવતી દેખાશે. પડદા પર આલિયા માટે આ પ્રકારનું પાત્ર ભજવવું અને દર્શકોની અપેક્ષા પર ખરું ઉતરવું ખૂબ જ મુશ્કેલ થવાનું છે. એનું એક કારણ છે કે વૈશ્યાના પાત્રમાં પહેલા પણ ઘણી અભિનેત્રીઓ પોતાની ઝલવો બતાવી ચુકી છે. તો ચાલો તમને જણાવી દઈએ એ એક્ટ્રેસ વિશે જેમને પડદા પર એવું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું હતું.

માધુરી દીક્ષિત.

image source

ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ ફિલ્મ દેવદાસમાં ચંદ્રમુખી નામની તવાયફનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં એમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. શાહરુખ અને ઐશ્વર્યાની આ ફિલ્મમાં માધુરીએ પોતાના ડાન્સ અને અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું.

કરીના કપૂર ખાન.

image source

પડદા પર દમદાર એક્ટિંગ કરનારી અભિનેત્રી કરીના પણ વૈશ્યાનું પાત્ર ભજવી ચુકી છે. પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં કરીનાએ ફિલ્મ ચમેલીમાં એક તવાયફનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મને દર્શકોની સારી પ્રતિક્રિયા નહોતી મળી પણ કરીનાના અભિનયને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી જ કરીનાએ બતાવી દીધું હતું કે એમની અંદર જબરદસ્ત પ્રતિભા છે.

રેખા

image source

સદાબહાર અભિનેત્રી રેખાએ પોતાની મસ્તાની આંખોનો જાદુ દર્શકો પર ખૂબ ચલાવ્યો હતો. ફિલ્મ ઉમરાવ જાનમાં રેખાએ એક તવાયફનો રોલ કર્યો હતો. એમની અદાઓ, કાતિલ આંખો અને દિલ ધડકાવનારી સુંદરતા ફેન્સને દીવાના બનાવી દીધા હતા. આ ફિલ્મ માટે રેખાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું સમ્માન મળ્યું હતું.

તબ્બુ.

image source

મધુર ભંડારકરની ફિલ્મ ચાંદની બારમા તબ્બુએ એક વૈશ્યાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં પોતાના રોલને નિખારવા માટે તબ્બુ પહેલીવાર બિયર બાર ગઈ હતી. ફિલ્મમાં એમના જબરદસ્ત અભિનય માટે એમને રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી.

વિદ્યા બાલન.

image source

વિદ્યા બાલન બોલીવુડની ઉમદા એક્ટ્રેસ છે અને કોઈપણ પાત્રમાં એમનો અભિનય હંમેશા શાનદાર રહે છે. એમને ફિલ્મ બેગમ જાનમાં કોઠે વાળી સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મમાં એમનો શાનદાર અભિનયને સૌએ વખાણ કર્યા હતા.

રાની મુખર્જી.

image source

રાની મુખર્જીએ પોતાની સુંદરતા અને અભિનયના દમ પર ઘણા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે. એમને ફિલ્મ લાગા ચુનરી મેં દાગ ફિલ્મમાં એક હાઈ પ્રોફાઈલ વૈશ્યાનું પાત્ર ભજવ્યું હતું.

સુસ્મિતા સેન

image source

સુસ્મિતા સેન આજકાલ બોલિવુડથી થોડી દૂર રહે છે. એમને ફિલ્મ ચિનગારીમાં એમને એક હાઈ પ્રોફાઈલ વૈશ્યાનું પાત્ર ભજવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!