Site icon News Gujarat

આ એક્ટ્રેસે કર્યો અજીબોગરીબ દાવો, એલિયનને કરી રહી છે ડેટ

એલિયન્સને લઈને થોડા થોડા સમયે અલગ-અલગ દાવા કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન હવે એક અભિનેત્રીએ અજીબોગરીબ દાવો કર્યો છે. આ અભિનેત્રીનો દાવો છે કે તે એક એલિયનને ડેટ કરી રહી છે. લંડનમાં રહેતી અભિનેત્રી એબીએ જણાવ્યું છે કે એલિયન્સ તેને ઘરના બેડરૂમમાંથી UFOમાં બેસાડીને લઈ ગયા હતા. એટલું જ નહીં તેણે દાવો કર્યો છે કે જે યુએફઓમાં એલિયન્સ તેને લઈ ગયા હતા એમાં કુલ પાંચ એલિયન્સ હતા. તેમાંથી એકને અભિનેત્રી ખૂબ જ પ્રેમ કરે છે.

image soucre

અભિનેત્રી એબીએ કહ્યું કે એલિયન માણસો કરતાં વધુ સારા હોય છે અને તેમને વધુ સારી રીતે સમજી શકે છે. તેણે જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ એન્ડ્રોમેડા ગેલેક્સીનો રહેવાસી છે. હવે તે તેના પ્રેમીને ફરી મળવાની રાહ જોઈ રહી છે. એબીએ આગળ કહ્યું કે તે પૃથ્વી પર રહેતા મનુષ્યોથી કંટાળી ગઈ હતી. હવે એલિયન પ્રેમીએ તેના જીવનમાં રંગ ભરી દીધો છે. અભિનેત્રી એબીએ તેના એલિયન બોયફ્રેન્ડ વિશે ઘણી બધી વિગતો શેર કરી છે.

image soucre

મનુષ્યોથી કંટાળી ગયેલી અભિનેત્રી એબીએ જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હવે તે એલિયનની રાહ જોઈ રહી છે. તે સપનામાં પણ હવે એલિયન્સ જોવા લાગી છે. એક દિવસ સ્વપ્નમાં કોઈએ તેને તે જ જગ્યાએ મળવાનું કહ્યું હતું. આ પછી, તે બીજા દિવસે સાંજે બારી પાસે ઊભી રહી અને એલિયનની રાહ જોતી રહી હતી અને પછી તે ત્યાં જ સૂઈ ગઈ. આ પછી એલિયન્સ UFO માં આવ્યા અને તેને લઈને ચાલ્યા ગયા.

image soucre

અભિનેત્રી એબીએ દાવો કર્યો છે કે જે UFOમાં એલિયન્સ તેને લઈ ગયા હતા એમાં પાંચ એલિયન્સ હતા અને તે સૌથી મોટા એલિયન સાથે જોડાઈ હતી. તેણે જણાવ્યું કે આ દરમિયાન તે ખૂબ ડરી ગઈ હતી. પરંતુ તેના પ્રેમી એલિયને તેને ટેકો આપ્યો અને 20 મિનિટ પછી યુએફઓએ તેને ઘરે પાછો મૂકી ગયા. હવે ફરી એકવાર એબી એલિયનની રાહ જોઈ રહી છે.

image soucre

એબી કહે છે કે તે તેના પ્રેમીના એલિયન ગ્રહ પર જવા માંગે છે. તે કહે છે કે તે તેના પ્રેમીના સાથી કેવા છે તે જાણવા માટે ત્યાં જવા માંગે છે. સોશિયલ મીડિયા પર લોકોએ એબીના આ દાવાને કાલ્પનિક ગણાવ્યો છે. ઘણા લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.

Exit mobile version