મુંબઈમાં કડક લોકડાઉન વચ્ચે નવજાત બાળક માટે ડોક્ટર બન્યા ભગવાન, આ રીતે બચાવ્યો જીવ

ડોક્ટર ભગવાનનું રુપ છે તેવું કહેવામાં આવે છે કારણ કે તે દર્દીને મોતના મુખમાંથી બહાર લાવે છે.

image source

આવું જ કામ મુંબઈના અલીબાગના એક ડોક્ટરએ કરી બતાવ્યું છે. અહીં એક નવજાતને જન્મ બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

આ ઘટનાની વિગતોનુસાર અલીબાગમાં રહેતી શ્વેતા પાટિલને શુક્રવારએ પ્રસવની પીડા ઉપડી તેનો પતિ કેતન તેની લોકડાઉન હોવાથી નજીકના નર્સિંગ હોમમાં લઈ ગયો. ત્યાં ડોક્ટરે શ્વેતાની વિગતો પુછી તો જાણવા મળ્યું કે તેને ડાયાબિટીસ છે અને દવા પણ લેવી પડે છે.

શ્વેતાની હાલત જોઈ સ્ત્રી રોગ નિષ્ણાંતએ ડોક્ટર રાજેન્દ્ર ચંદોરકરને મદદ માટે બોલાવ્યા. તેમણે શ્વેતાનું ઓપરેશન કર્યું અને 3 કિલોના દીકરાનો જન્મ સફળ રીતે કરાવ્યો.

પરંતુ ડોક્ટર સામે સમસ્યા ત્યારે સર્જાઈ જ્યારે નવજાતને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે બ્લૂ થવા લાગ્યો. આ સમયે લોકડાઉન હોવાથી અન્ય કોઈ વાહન ન મળતાં ડોક્ટરએ સ્કુટર પર જ નવજાતને 1.5 કિમી દૂર આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું.

બાળકને તાત્કાલિત આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું અને ઓક્સીજન પર 12 કલાક રાખવામાં આવ્યું. 12 કલાક બાદ શનિવારએ બાળકની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું. આ સમયે ડોક્ટરએ જ્યારે બાળકને તપાસ્યું ત્યારે બાળકએ ડોક્ટરની આંગળી પકડી લીધી હતી.

ડોક્ટરએ પણ આ અનુભવને યાદગાર ગણાવ્યો અને કહ્યું કે, તે સમયે લાગ્યું કે જાણે બાળક મારી આંગળી પકડી મારી પાસે મદદ માંગતું હોય… મે પણ મનોમને તેને આશ્વાસન આપ્યું કે તેને કંઈ જ નહીં થવા દઉં…