બિગ બોસ ફેમ અલી ગોની અને જસમીન ભસીન કરવા જઈ રહ્યા છે લગ્ન, આપી મોટી હિંટ

બિગ બોસ 14 ફેમ અલી ગોની અને તેમની ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે. જેના કારણે બંનેના સંબંધો હંમેશા જ ચર્ચામાં રહે છે.લોકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે તેઓ જસમીન અને અલીના લગ્નની રાહ જોઈ રહ્યા છે. જે કદાચ અલી ગોનીની આ પોસ્ટ સાથે સમાપ્ત થઈ જાય છે, જેમાં તેણે તેના લગ્ન વિશે સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં તેની આ પોસ્ટ સામે આવ્યા બાદ એમના ફેન્સ ખૂબ જ ખુશ છે.

image source

વાત જાણે એમ છે કે હાલમાં જ જાસ્મીન ભસીને એમનું નવું ઘર ખરીદ્યું છે. એવામાં અલી ગોનીએ તેના નવા ઘરમાં જાસ્મિન ભસીન સાથે લીધેલી એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં અલી ગોની જાસ્મિન ભસીનને ગળે લગાવતો જોવા મળે છે. બંને એકસાથે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. અલી ગોનીએ આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મને તારા પર ગર્વ છે. મારી જાન, તમને ખૂબ ખૂબ અભિનંદન. હું જાણું છું કે તમે આ ઘર ખરીદવા માટે કેટલી મહેનત કરી છે. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. અલી ગોનીની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા જાસ્મીન ભસીન લખ્યું છે કે, ‘અમારું ઘર’.

જાસ્મીન ભસીનની આ કમેન્ટ બાદથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમજ લગ્ન બાદ બંને પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. જો કે, તમને જણાવી દઈએ કે હાલમાં બંનેએ તેમના લગ્નને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. હવે જોવાનું એ રહેશે કે અલી ગોની અને જાસ્મીન ભસીન ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે કે કેમ?

image source

તમને જણાવી દઈએ કે ટીવીની લોકપ્રિય અભિનેત્રી જસ્મીન ભસીન છેલ્લે રિયાલિટી શો ‘બિગ બોસ 14’માં જોવા મળી હતી. જ્યાં તેણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું. પરંતુ તે આ શોની વિજેતા બની શકી ન હતી. પરંતુ તે અલી ગોની સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. બંનેએ પોતાના સંબંધોનો સ્વીકાર પણ કરી લીધો છે. તેમજ સમયાંતરે બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જેમાં બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળે છે.