Site icon News Gujarat

કયા બ્લડગ્રૂપની વ્યક્તિનું બ્લડ કોને ચઢાવી શકાય, જાણી લો કામની વાત

અકસ્માત, ઓપરેશન જેવા કારણોસર શરીરને વધારાના લોહીની જરૂર પડે ત્યારે જે તે બ્લડગ્રૂપનું જ લોહી બહારથી આપવામાં આવે છે. અત્યારે ખાસ કરીને કોરોના મહામારી ફેલાઈ રહી છે ત્યારે પણ તમારે આ વાત જાણી લેવી જરૂરી છે. કારણ કે અમુક જ બ્લડગ્રૂપનું લોહી અમુક બ્લડગ્રૂપવાળાને માફક આવી શકે. બ્લડગ્રૂપ બરાબર ન હોય તો રિએકશન પણ આવે.

image source

દરેકે પોતાનું બ્લડગ્રૂપ જાણવું જોઇએ, પોતાને કર્યું બ્લડગ્રૂપ માફક આવશે તે પણ જાણવું જોઇએ. કોઇપણ પોઝિટિવ ગ્રૂપનું લોહી સરળતાથી મળી શકે છે. જ્યારે Rh નેગેટિવ લોહી મળવું મુશ્કેલ છે. O નેગેટિવ ગ્રૂપનું લોહી કોઇ પણ વ્યક્તિને આપી શકાય છે. તો જાણો કયા બ્લડગ્રૂપની વ્યક્તિ કયા બ્લડગ્રૂપને લોહી ચઢાવી શકાય છે.

image source

બ્લડગ્રૂપના મુખ્ય ગણાતા ચાર પ્રકાર હોય છે. દરેક વ્યક્તિએ પોતાનું બ્લડગ્રૂપ કર્યું છે તે જાણવું અત્યંત જરૂરી છે. લોહીમાં અમુક ચોક્કસ પદાર્થોની હાજરી-ગેરહાજરીને કારણે લોહીના ચાર ગ્રૂપ પડે છે. A, B, AB અથવા O લોહીની તપાસ Rh નેગેટિવ કે Rh પોઝિટિવ રીતે કરાય છે. જેના કારણે દરેક બ્લડગ્રૂપના પોઝિટિવ અને નેગેટિવ એમ 2 ભાગ પડે છે. એટલે કે બ્લડગ્રૂપના 8 પ્રકાર છે.

image source

જ્યારે પણ બ્લડ બેંકથી બ્લડ લેવામાં આવે છે ત્યારે બંને પક્ષના બ્લડ ચેક કરીને જ કોઇ પણ પેશન્ટને ચઢાવવામાં આવે છે. બ્લડ બેંકનો સિક્કો લાગ્યા બાદ જ તે બ્લડ ડોક્ટર્સ ચઢાવે છે.આ ક્રોસ મેસ સિસ્ટમ પરફેક્ટ હોય છે. તેનાથી ક્યારેય કોઇ પણ પ્રકારનું રિએક્શન આવતું નથી.

કયું બ્લડ ગ્રૂપ કયા બ્લડ ગ્રૂપને કરી શકે છે મદદ

A (+ve) ગ્રૂપની વ્યક્તિ A+ અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

A (-ve) ગ્રૂપની વ્યક્તિ A-, A+,AB- અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

image source

O (-ve) ગ્રૂપની વ્યક્તિ કોઇપણ બ્લડ ગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

O (+ve) ગ્રૂપની વ્યક્તિ A+, AB+, O+ અને B+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

AB (+ve) ગ્રૂપની વ્યક્તિ AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને જ બ્લડ ડોનેટ ચઢાવી શકાય છે.

AB (-ve) ગ્રૂપની વ્યક્તિ AB- અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

image source

B (+ve) બ્લડગ્રૂપની વ્યક્તિ B+ અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

B (-ve) બ્લડગ્રૂપની વ્યક્તિ AB-, AB+, B- અને B+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version