રોમેન્ટિક હિરોમાંથી આ રીતે સંસ્કારી બાબુજી બની ગયા આલોક નાથ, જાણો અજાણી વાતો તમે પણ

રોમેન્ટિક હીરોમાંથી આવી રીતે સંસ્કારી બાબુજી બની ગયા આલોક નાથ, જાણી લો એમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

બોલીવુડમાં ઘણા અભિનેતાઓ એવા રહ્યા છે જે અલગ અલગ પાત્રોથી દર્શકોનું મન મોહી લે છે. જો કે બૉલીવુડ અભિનેતા આલોકનાથે પોતાની ઓળખ સંસ્કારી પિતા તરીકે બનાવી છે. બોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં આલોક નાથે હીરો અને હિરોઇનના પિતાનો રોલ કર્યો છે અને એ પાત્રોમાં એમને ઘણા પસંદ પણ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં એમના પાત્રને જોતા એમનું નામ સંસ્કારી બાબુજી રાખી દેવામાં આવ્યું છે.

image source

10 જુલાઈમાં 1956માં જન્મેલા આલોકનાથના પિતા એક ડોકટર હતા અને એમની માતા હાઉસવાઈફ હતી. એમના પિતા પણ એવું જ ઈચ્છતા હતા કે આલોક નાથ એમની જેમ ડોકટર બની જાય. આલોક નાથે પોતાના સ્કૂલનો અભ્યાસ અને ગ્રેજ્યુએશન દિલ્લીમાંથી જ કર્યું. કોલેજના રુચીકા થિયેટર ગ્રૂપ સાથે જોડાઈ ગયા. એ પછી એમને ત્રણ વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો અભ્યાસ કર્યો અને જબરદસ્ત અભિનય શીખ્યો. થિયેટરમાં મળેલી અભિનયની શીખના કારણે આલોક નાથ આજે પણ પોતાનો રોલ ખૂબ જ સરસ રીતે કરે છે. તો ચાલો જાણી લઈએ એમના વિશે કેટલી રોચક વાતો.

image source

આલોક નાથે મોટા પડદાની સાથે સાથે નાના પડદા પર પણ એક સારા પિતા તરીકે ઓળખ બનાવી છે જેના દિલમાં હંમેશા પ્રેમ હોય છે. આલોક નાથે પોતાના કરિયરમાં લગભગ 140 ફિલ્મો અને 15થી વધુ ટીવી સીરિયલ્સ કર્યા છે. એમાંથી મોટાભાગના પાત્રો એમને બાબુજીના જ કર્યા છે. વર્ષ 1980માં એમને ગાંધી ફિલ્મથી પોતાના કરીયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં એમનો રોલ નાનો હતો પણ આ ફિલ્મથી જ એમને બોલીવુડમાં પગ મૂક્યો.

image source

ગાંધી ફિલ્મ પછી આલોક નાથ મુંબઈ આવી ગયા પણ બીજી ફિલ્મ માટે એમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. એમને પાંચ વર્ષ સુધી કોઈ બીજી ફિલ્મ ન મળી. એ દરમિયાન એમને 2 વર્ષ સુધી પૃથ્વી થિયેટરમાં નાદિરા બબ્બર સાથે અભિનય કર્યો. એ સમયે આલોક નાથને મશાલ ફિલ્મમાં એક નાનો રોલ મળ્યો જે એમને કરી લીધો.

image source

આલોક નાથને સંસ્કારી બાબુજીનું ટેગ પછી મળ્યું. એ પહેલાં એ ફિલ્મોમાં રોમેન્ટિક હીરોના રોલ કરી ચુક્યા હતા. વર્ષ 1987માં આવેલી ફિલ્મ કામગ્નિમાં એમને ખૂબ જ રોમેન્ટિક અને હોટ સીન્સ આપ્યા હતા. એ સિવાય વિનાશક ષડયંત્ર અને બોલ રાધા બોલ જેવી ઘણી ફિલ્મોમાં એમને ખલનાયકનો રોલ પણ કર્યો છે. જો કે એમને સકારાત્મક રોલમાં જ પસંદ કરવામાં આવ્યા. એકવાર આલોક નાથને જીતેન્દ્રના પિતાનો રોલ કરવાની ઓફર મળી હતી પણ કોઈ કારણસર એ રોલ કરવાની એમને ના પાડી દીધી હતી.

image source

આલોક નાથે મેને પ્યાર કિયા, હમ આપકે હે કોન, વિવાહ, એક વિવાહ એસા ભી જેવી ફિલ્મોમાં એક એવા પિતાનો રોલ કર્યો જેને જોઈને લોકોની આંખો ભરાઈ આવી. આ ફિલ્મોની સાથે સાથે એ નાના પડદા પર પણ સક્રિય રહ્યા. આલોક નાથ બુનિયાદ, હમલોગ જેવા શોમાં પણ દેખાયા. આલોક નાથે પોતાના સંસ્કારી ટેગ પણ બદલવાની કોશિશ કરી છે. એ સોનું કે ટિટુ કી સ્વીટી અને દે દે પ્યાર દેમાં કુલ દાદા અને ડેડનો એ રોલ પણ કર્યો છે. એ પાત્રોમાં પણ એમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!