Site icon News Gujarat

કોરોના વાયરસની સ્થિતિમાં ફરજ પર હાજર થવાની જરૂર જણાઈ અને અલ્પિતા સજ્જ થઈ વરદીમાં

કોરોના વાયરસની મહામારી વચ્ચે સૌથી મહત્વનું કામ જો કોઈ બજાવી રહ્યું હોય તો તે છે પોલીસકર્મી અને આરોગ્યકર્મીઓ. તેઓ ફ્રંટલાઈન વોરિયર્સ તરીકે ઉત્કૃટ કામ બજાવી રહ્યા છે. તેવામાં મહેસાણા જિલ્લા પોલીસ તરફથી ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીને પણ ફરજ પર હાજર થવા કહેવામાં આવ્યું હતું.

image source

ટિકટોક પર લાખો ફેન્સ ધરાવતા અલ્પિતાએ પણ ખુમારીથી કહ્યું કે તે કોરોના વાયરસની મહામારી સામે લડવા તૈયાર છે અને તે તુરંત જ ફરજ બજાવવા માટે હાજર થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારા ડિપાર્ટમેન્ટને મારી જરૂર છે તો આવા સમયે હું સાથ ન આપું તો કોણ આપે.

અલ્પિતા હાલ કડી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થયા છે. તેમણે કહ્યું હતું કે સસ્પેન્ડ થયા બાદ તેના નવા કરિયર પર કોઈ અસર થશે નહીં. તે પહેલા પોલીસ તરીકે ફરજ બજાવશે અને ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈ તે પોતાની કારર્કિદીમાં આગળ વધશે.

Exit mobile version