Site icon News Gujarat

કોરોનાને ડામવા સરકારને મદદરુપ થવા આ સંઘ સ્વખર્ચે કરી આપે છે સોસાયટી સેનિટાઈઝ, અત્યાર સુધીમાં 50થી વધુ સોસાયટી કરી છે સેનિટાઈઝ

કોરોના વાયરસના સંક્રમણથી લોકો બચેલા જ રહે તે માટે સરકારએ લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનમાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવે છે.

image source

ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લોકોએ વધારે સાવધાન રહેવાની જરૂર છે. તેવામાં અહીંની સામાજિક સંસ્થા અને સેવાભાવી સંઘ લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

આવી જ એક સેવાભાવી સંસ્થાએ એક અનોખું અભિયાન શહેરમાં શરુ કર્યું છે. અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારના દરેક એ દરેક વિસ્તારને સેનિટાઈઝ કરવાનું અભિયાન સેવા સંઘએ હાથમાં લીધું છે. ખાસ વાત એ છે કે આ કામને તેને કોઈ પૈસા આપવામાં નથી આવ્યા એટલે કે તેઓ વિનામૂલ્યે આ કામ કરી રહ્યા છે.

image source

કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા માટે બોપલ ઘુમા વિસ્તારના સેવા સંઘ દ્વારા સામાજિક સેવા કરતાં મહેશભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલએ કોરોના વાયરસથી નાગરિકોને બચાવવાનું અનોખું કામ શરુ કર્યું છે. આ સંઘનું અભિયાન અલગ એટલા માટે છે કે તેમાં કામ કરતાં કડવા પાટિદાર સમાજના યુવાનો સ્વખર્ચે સોસાયટીઓને સેનિટાઈઝ કરવાનું કામ કરી રહ્યા છે.

આ યુવાનો છેલ્લા એક સપ્તાહથી આ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ આ અભિયાન અંતર્ગત બોપલ ઘુમા વિસ્તારની 50થી વધુ સોસાયટીઓને સેનિટાઈઝ કરી ચુક્યા છે. તેમનું કહેવું છે કે આ કામ કરવાથી તેઓ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવી શકશે.

આ સંઘના મહેશભાઈ જણાવે છે કે કોરોનાને ડામવા માટે સરકારની સહાય કરીશું તો આ સમસ્યાથી ઝડપથી પાર નીકળીશું. સરકાર સાથે સહિયારા પ્રયાસ કરવાના હેતુથી આ કામ તેમણે શરુ કર્યું છે.

તેમને જો કોઈપણ સોસાયટીમાંથી ફોન આવે તો તેઓ ત્યાં પણ જાય છે અને તેમની ટીમ સોસાયટીને કેમિકલથી સેનિટાઈઝ કરી આપે છે. ખાસ વાત એ છે કે આ ટીમ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે વાતનું ધ્યાન રાખે છે અને તેઓ જે સોસાયટીમાં જાય છે ત્યાં આ અંગે લોકોને જાગૃત પણ કરે છે.

Exit mobile version