આસામના આ 100 વર્ષના દાદીએ હાઇ બ્લડપ્રેશર હોવા છતાં માત્ર 10 જ દિવસમાં હરાવ્યો કોરનાને, આ ખાસ અંદાજમાં વ્યક્ત કરી ખુશી

આસામના આ દાદીએ હાઇ બ્લડપ્રેશર હોવા છતાં માત્ર 10 જ દિવસમાં કોરનાને હરાવ્યો – પોતાની માતૃભાષામાં ગીતો ગાઈને આનંદ વ્યક્ત કર્યો

કોરોના આપણે જાણીએ છીએ તેમ બાળકોથી લઈને વૃદ્ધોને સંક્રમિત કરે છે. અને ડોક્ટરો દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત છે તેમજ જે લોકોને અન્ય કોઈ ગંભીર બીમારી નથી તેવા લોકો કોરોનાના સંક્રમણથી સરહળતાથી મુક્ત થઈ શકે છે તેમ જ તેમને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ પણ ઓછું રહેલું છે. અત્યાર સુધીમાં કોરોનાના સંક્રમણથી જેટલા પણ લોકોના મૃત્યુ થયા તેમાંના મોટા ભાગના લોકોને કોઈને કોઈ બીમારી પહેલેથી જ રહી હતી. તાજેતરમાં એક 100 વર્ષની ઉંમરના માજીએ કોરોનાને હરાવીને સ્વસ્થતા મેળવી છે.

image source

આ માજી આસામના વતની છે. તેઓ 100 વર્ષના છે અને તેમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ રહ્યા કરે છે. તેમણે માત્ર 10 જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે અને સ્વસ્થ થઈને તેઓ પાછા પોતાના ઘરે આવી ગયા છે.

image source

માજીનીં નામ હંદિકી છે તેઓ ગુવાહાટીમાં આવેલી મહેન્દ્ર મોહન ચૌધરી હોસ્પિટલમા કોરોનાના સંક્રમણની સારવાર માટે દાખલ થયા હતા. તેઓ સતત 10 દિવસથી કોરનાની સારવાર લઈ રહ્યા હતા છેવટે જ્યારે દસમાં દિવસે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે પોતાનો આનંદ પોતાની માતૃભાષા એટલે કે આસામી ભાષાનું ગીત ગાઈને વ્યક્ત કર્યો હતો.

image source

આ વૃદ્ધાની સારવાર કરનાર ડોક્ટરનું કહેવું છે કે માજીએ કોરોનામાંથી મુક્તિ તેમની હિંમતના કારણે મેળવી છે. જે રીતે તેમણે કોરોના સામે લડત આપી છે તે ખરેખર વખાણવા યોગ્ય છે. અને આ સ્વસ્થતા તેમને પોતાના હકારાત્મક વિચારોથી જ મળી છે. હંદિકીનો કોરોના રીપોર્ટ જ્યારે નેગેટિવ આવ્યો ત્યારે હોસ્પિટલના આખા સ્ટાફે તેમના માટે એક નાનકડી પાર્ટી રાખી હતી. હંદિકીએ આ પાર્ટીમાં ખુશ થતાં પોતાની માતૃભાષા આસામીમાં એક ગીત પણ ગાઈ સંભળાવ્યું હતું. 100 વર્ષના વૃદ્ધાને તેમની સાવાર દરમિયાન પણ કોઈ જ તકલીફનો સામનો નહોતો કરવો પડ્યો. તેઓ જમવામાં પણ રેગ્યુલર ભોજન જેમ કે રોટલી શાક, માછલી, દૂધ, ઇંડા અને કેળા લેતા હતા.

image source

તેમની ઉંમરને જોતાં જ્યારે તે કોરોનાની સારવાર લેવા હોસ્પિટલમા દાખલ થયા ત્યારે ડોક્ટર્સ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેતા હતા, તેમજ તેમને હાઈ બ્લડપ્રેશરની પણ સમસ્યા પહેલેથી જ હતી. માટે ડોક્ટરને એવી કોઈ જ આશા નહોતી કે તેઓ 10 દિવસના ઓછા સમયગાળામાં સ્વસ્થ થઈ જશે. પણ તેમણે પોતાના પોઝિટિવ એટિટ્યૂડના કારણે તે કરી બતાવ્યું. દાદીમાની રોગ સામે લડવાની હિંમતના વખાણ આસામના સ્વાસ્થ્યમંત્રી બિરવા શર્માએ પણ કરી હતી. સારવાર થઈ ગયા બાદ જ્યારે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે તેમને તેઓ પહેલાં જે મધર્સ ઓલ્ડ એજ હોમમાં રહેતા હતા ત્યાં મોકલી દેવામાં આવ્યા હતા.

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે જન્મ-મરણનો ખેલ તો ભગવાનના જ હાથમાં હોય છે. સાજા સ્વસ્થ યુવાન દર્દીઓ ગણતરીના દિવસેમાં કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામતા હોવાના દુઃખદ સમાચાર આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે આ 100 વર્ષના વૃદ્ધાએ તો હાઈ બ્લડ પ્રેશરના દર્દી હોવા છતાં પણ કૂદરતાના સાથ અને પોતાના હકારાત્મક અભિગમના કારણે સ્વસ્થતા મેળવી લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત