105 વર્ષે આ બાએ કર્યું આવું જોરદાર કામ, જે જાણીને તમે પણ કરશો સલામ, વાંચો આ સત્યધટના તમે પણ

મિત્રો, રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કરી હતી. આ મિશનની સ્થાપના નો મુખ્ય હેતુ નવજીવન જૂથના અભણ લોકોને વ્યવહારિક સાક્ષરતા આપીને ૭૫ ટકા સુધીની સાક્ષરતા હાંસલ કરવાનુ હતુ. એક મહાન વ્યક્તિ આપણા જીવનમા ખુબ જ ઉપયોગી થાય એવી વાત ખાઈ ગયા છે કે, જો જીવનમા તમને કાઈ કરવાની ઉત્સુકતા હોય, તો તમને ઉમર નડતી નથી.

image source

આ સિવાય એક લોકપ્રિય હિન્દી કહેવત એ પણ છે કે,” દેર આયે પર દુરુસ્ત આયે”. આ વાત કેરળના ભગીરથી અમ્મા પર બંધ બેસતી હોય તેવુ લાગી રહ્યુ છે. જો ૮ વર્ષની ઉંમરે ભગીરથી અમ્મા તેમના ભાઈ-બહેનોની જવાબદારી ના લીધી હોત તો તે ૯૭ વર્ષ પહેલા ચોથા ધોરણમા પાસ થઈ ગઈ હોત પરંતુ, પોતાની પારિવારિક જવાબદારીઓના કારણે તે વધુ શિક્ષિત ના થઇ શકી.

image source

હાલ, ૧૦૫ વર્ષની ઉંમર ધરાવતી આ ભગીરથી એ એક એવુ ઉત્કૃષ્ટ કાર્ય કરી બતાવ્યુ છે કે, જે જાણીને તમે પણ આશ્ચર્યમા પડી જશો. ૧૦૫ વર્ષની ઉંમરે ચોથા ધોરણની પરીક્ષા આપનાર ભગીરથી અમ્મા કદાચ આ વિશ્વના પહેલા વિદ્યાર્થી હશે. તેમના આ કાર્ય દ્વારા તેમણે અનેકવિધ રેકોર્ડ પોતાના નામે નોંધ્યા છે.

image source

હાલ, ગયા મંગળવારના રોજ ભગીરથી અમ્માએ ચોથા ધોરણની સમકક્ષ પરીક્ષા આપી હતી. આ માટે હિંમત ના ગુમાવવા અને વાંચવા માટે તેમના મહાન હિંમત સિવાય કેરળ રાજ્ય સાક્ષરતા મિશનના પ્રયત્નોની પણ ભૂમિકા છે. આ દિવસે તેણી જ્યારે પરીક્ષા આપવા આવી ત્યારે સમાજ ના મહાનુભવોએ તેમને એક પ્રશ્નપત્ર આપ્યો અને તેમની આ લાગણીની સૌ કોઈ દ્વારા પ્રશંસા કરવામા આવી હતી.

image source

ભગીરથી અમ્મા ના પતિ નુ આજથી ૭૦ વર્ષ પહેલા અવસાન થયુ હતું. પતિના અવસાન બાદ તેમના પર ચાર પુત્રી અને બે પુત્રોની ઉછેરવાની જવાબ્દાતી આવી હતી. આ સંજોગો ને કારણે તેણી ફરીથી શાળાએ જવાની ઇચ્છા દબાઇ ગઈ હતી અને તેનુ શિક્ષણ મેળવવાનુ સ્વપ્ન એ એક સ્વપ્ન જ બનીને રહી ગયુ છે.

image source

સાક્ષરતા મિશનમા ખુબ જ અગત્યની ભૂમિકા ભજવનાર કે.બી.વસંતકુમારે જણાવ્યુ હતુ કે, તેમની માતાનુ નિધન ખૂબ જ નાની ઉંમરે થયું હતું. તેથી, તેમણે તેના નાના ભાઈ બહેનોની જવાબદારી પણ સહન કરવી પડી હતી અને તેના કારણે તેમણે પોતાનુ પ્રાથમિક શિક્ષણ અધૂરુ મુકવુ પડ્યુ હતુ અને શાળા પણ છોડાવી પડી હતી. આજે હાલ વર્તમાન સમયમા પણ તે ૧૦૦ કરતા પણ ઉપરની ઉમર ધરાવતા હોવા છતા તેની દ્રષ્ટિ , શ્રવણ શક્તિ અને મેમરી ખુબ જ શાર્પ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!