અમદાવાદની આ મહિલાના કોરોના ટેસ્ટે તો ભારે કરી…કારણકે…

આશ્ચર્યજનક રીતે આ માજીના કોરોના ટેસ્ટ ત્રણ-ત્રણ લેબોરેટરીમાંથી કરાવ્યા અ પરિણામ આવ્યા જુદા જુદા

હાલ સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. અને સાથેસાથે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટીગનું કામ પણ ગતિમાં મુકવામાં આવ્યું છે. અને રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીને પણ કોરોના સંક્રમણ માટેના ટેસ્ટીંગની સત્તા સોંપવામા આવી છે. પણ હાલ ખાનગી લેબોરેટરી દ્વારા કરવામા આવતા ટેસ્ટમાં જોવા મળતા તારણો શંકા ઉભી કરે તેવા છે.

image source

તાજેતરમાં ઘટેલી એક ઘટના પ્રમાણે અમદાવાદ ખાતે એક મહિલાનો કોરોના રિપોર્ટ એક ખાનગી લેબોરેટરીમાં કઢાવવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે બીજી બે લોબોરેટરીમાં પણ તેમના ટેસ્ટ કરાવવામાં આવ્યા ત્યારે આ ત્રણે લેબોરેટરીના ટેસ્ટના પરિણામો અલગ અલગ જોવા મળ્યા હતા. ત્યાર બાદ આ મહિલાના પુત્રે લેબોરેટરી વિરુદ્ધ આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે.

image source

અમદાવાદમાં રહેતા આ વૃદ્ધ મહિલાનો 21મી જુને કોરોનાનો રિપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમણે 23મી જુને બીજી એક લેબોરેટરીમાંથી પહેલો રીપોર્ટ કઢાવ્યો. જેમાં સીઆરપી સીરમ ટેસ્ટ અને ડીમીઆર ટેસ્ટ કરાવ્યા હતા. બીજી બાજુ તેમની તબિયત પણ ખરાબ હતી પણ તેમનો સીઆરપી સીરમ ટેસ્ટ 15.1 આવ્યો જ્યારે ડીમીઆર ટેસ્ટ 1617 આવ્યો. ત્યાર બાદ 3જી જુલાઈએ તે જ લેબોરેટરીમાં ફરી વખત રિપોર્ટ કઢાવવામાં આવ્યો તો સીઆરપી સીરમ રિપોર્ટ 74.9 આવ્યો જ્યારે ડીમી આર 2170 આવ્યો. આમ આશ્ચર્ય થતાં બીજી બે લેબમાં પણ વૃદ્ધાના ટેસ્ટ કરાવ્યા હતા.

image source

અને આવું માત્ર એકવાર જ નથી ઘટતું. ઘણીવાર પહેલા ટેસ્ટમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો બીજા ટેસ્ટમાં તે નેગેટિવ આવતો હોય છે. અને આ દરમિયાન દર્દીએ અને તેના પરિવારજનોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સાથે સાથે એક માનસિક ટ્રોમામાંથી પણ પસાર થવું પડતું હોય છે. જો ચોક્કસ રિપોર્ટ જાણવા નહીં મળે તો લોકો પણ કોરોના ટેસ્ટ કરતાં ગભરાશે.

image source

કોરનાના ગુજરાત રાજ્યના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો નવો 1052નો નોંધાયો છે અને 22 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. આમ કુલ મૃત્યુઆંક 2348 સુધી પહોંચી ગયો છે અને કુલ સંક્રમિતોનો આંકડો 56874 સુધી પહોંચી ગયો છે જો કે ખુશીની વાત એ છે કે અત્યાર સુધીમાં 41000 જેટલા કોરોના દર્દીઓને કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ અપાવીને રજા આપવામા આવી છે.

image source

એક અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 25474 ટેસ્ટ સમગ્ર રાજ્યમાં કરવમાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ટેસ્ટીંગનો આંકડો 6,67,844 સુધી પહોંચ્યો છે અને હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ગણીએ તો 13146 છે. હાલ 81 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 13065 લોકોની સ્થિતિ સ્થિર છે.

image source

જો કે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ ઓછા છે. જેમ કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે નવા કેસ ગયા ચોવીસ કલાકમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9431 કેસ નોંધાયા છે. ત્યાર બાદ આંધ્રપ્રદેશમાં 7427 નવા કેસ નોંધાયા ત્યાર બાદ તામીલનાડુમાં 6986 નવા કેસ નોંધાયા. કર્ણાટકમાં 5199 નવા કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 3246 નવા કેસ, પશ્ચિમ બંગાળમાં 2341, બિહારમાં 2572, તેલંગાણામાં 1473, ઓડીસામાં 1376, આસામમાં 1142 નવા કેસ જ્યારે દિલ્લીમાં 1075 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત