આ મંદિરમાં તેની જાતે જ થઇ જાય છે કંઇક આવા ફેરફારો, અને પછી થાય છે શું વાંચી લો તમે પણ

વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. નિધિવનમાં સ્થિત આ મંદિર ખૂબ અનોખું અને ચમત્કારી મંદિર છે. કહેવાય છે કે આ મંદિરના દરવાજા જાતે જ ખુલે છે અને જાતે જ બંધ થઈ જાય છે. માન્યતાઓ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા રોજ શયન કરવા માટે આવે છે. મંદિરમાં રોજ ભગવાન માટે પથારી કરવામાં આવે છે. હવે મંદિરના અન્ય રહસ્યો વિશે પણ જાણીશું……

મંદિરમાં શ્રી કૃષ્ણ માટે પથારી કરવામાં આવે છે.

image source

મંદિરના પૂજારીઓએ જણાવ્યું કે મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ રોજ શયન માટે આવે છે. જણાવાય રહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના શયન માટે પથારી કરવામાં આવે છે. પ્રતિદિન અહીંયા સાફ અને ચોખ્ખી પથારી કરવામાં આવે છે અને સવારે પથારીમાં પડેલી કરચલીઓ એ વાતનું પ્રમાણ છે કે અહીંયા શ્રી કૃષ્ણ શયન માટે આવે છે.

દરરોજ સવારે માખણ મીશ્રી ખતમ થઈ જાય છે.

image source

બીજા રહસ્ય મુજબ મંદિરમાં દરરોજ માખણ મીશ્રીનો ભોગ ધરવામાં આવે છે અને ત્યારબાદ આ ભોગને લોકોમાં વહેચવામાં પણ આવે છે. ત્યાર પછી જે માખણ મીશ્રી વધે છે તેને મંદિરમાં જ રાખી દેવામાં આવે છે. પૂજારીઓનું કહેવું છે કે વધેલો પ્રસાદ સવાર સુધીમાં ખતમ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ માખણ મીશ્રી ખાય છે.

સાંજની આરતી પછી નથી કરી શકતા કોઈ મંદિરમાં પ્રવેશ.

image source

વૃંદાવન મંદિરમાં શ્રી કૃષ્ણ અને રાધારાણી રાસલીલા કરવા આવે છે. માન્યતાઓ મુજબ આ રાસલીલાને કોઈ જોઈ શકતું નથી. જો કોઈ જોવાનો પ્રયત્ન કરે છે તો તે પાગલ થઈ જાય છે અને તેની આંખોની રોશની પણ જતી રહે છે. આ સિવાય અહીંયા સાંજની આરતી કર્યા પછી મંદિરમાં જવાની મનાઈ છે.

તુલસીના બે છોડ છે રાધાની ગોપીઓ..

image source

મંદિર પરિસરમાં તુલસીના બે છોડ છે. કહેવાય છે કે રાતના સમયે આ બંને છોડ રાધાની ગોપીઓ બની જાય છે અને તેમની સાથે નૃત્ય કરે છે. આ તુલસીના પાન પણ કોઈ લઈ જતું નથી.

મંદિરમાં સંત હરિદાસ રાધા-કૃષ્ણને સાક્ષાત પ્રગટ કર્યા હતા.

image source

માન્યતા મુજબ આ મંદિરને તાનસેનના ગુરુ સંત હરીદાસે પોતાના ભજનથી રાધા-કૃષ્ણના યુગ્મ રૂપને સાક્ષાત પ્રકટ કર્યા હતા. અહીંયા રાધા અને કૃષ્ણ વિહાર કરવા આવતા હતા. અહીંયા જ સ્વામીજી સમાધિ પણ બનેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત