આ મંદિરની દિવાલોમાં દેખાય છે ગર્ભસ્થ શિશુનો આકાર, ઘરે બેઠા જોઇ લો તમે પણ PICS

પ્રાચીન ભારતનાં સમયની દુર્લભ તસ્વીર જોઈને દંગ રહી જશો, ગર્ભસ્થ શિશુનો આકાર દેખાય છે, મંદિરની દિવાલોમાં… હજારો વર્ષ પહેલાં મંદિરની દિવાલે ગર્ભમાં ઉછરતા બાળકની મૂર્તિ બની હતી, આજે જે આપણે એક્સરે કે સોનોગ્રાફીમાં જોઈએ છીએ… તસ્વીરો જોઈને નવાઈ લાગશે.

ગર્ભસ્થ શિશુની અદ્ભૂત પ્રતિમા હજારો વર્ષ પહેલાં બનેલ એક પૌરાણિક મંદિરની દિવાલો ઉપર કોતરાયેલ છે. ધાર્મિક સ્થળે સદીઓ પહેલાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ચિન્હ જોવા મળે છે એ ખરેખર આશ્ચર્યની વાત છે…

ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ વૈજ્ઞાનિક સત્યોને આપે છે સમર્થન…

image source

જરા વિચારો કે હજારો વર્ષ પહેલાં એક્સ-રેની શોધ થયાં પહેલા પૌરાણિક સમયના લોકોને આ પ્રકારની માહિતી કઈ રીતે મળી શકી હોઈ શકે? પણ ખરેખર આજના ટેકનોલોજીવાળા જમાનામાં આ એક વિચારવા જેવું છે.

એક એવા મંદિર વિશે અમે આજે આપને જણાવીશું, જેની દિવાલો ઉપર હજારો વર્ષ પહેલાં સ્ત્રીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના આકારની મૂર્તિઓ કંડારેલી છે.

જે રીતે આજે આપણે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કે એક્સ-રે દ્વારા પ્રાપ્ત થતી તસ્વીરો જોઈએ છીએ એવી જ આકૃતિઓ એ સમયના જાણકારોએ એવી જ મૂર્તિઓ કંડારેલી છે.

જેથી જરૂરથી કહી શકાય કે ભારતીય હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ સદીઓથી વૈજ્ઞાનિક સત્યોને સમજવામાં સફળ થઈ શક્યા હતા. જેથી જરૂરથી કહી શકાય કે સનાતન હિન્દુ ધર્મ એ વિશ્વનો સૌથી પ્રાચીન અને પ્રથમ વૈજ્ઞાનિક વિચારાધારાને સમર્થન આપતો ધર્મ છે.

આના ઉપરથી એવું પણ કહી શકાય કે સનાતન ધર્મે જ વિશ્વને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપ્યો હતો. જીવન જીવવાની કળા, વિમાન વિશેની વિચારધારા, શૂન્ય અને ઔષધિય શોધ, સાહિત્ય – સંસ્કૃતિ, ચિકિત્સા શાસ્ત્ર તેમજ ખગોળ શાસ્ત્ર અને અર્થ શાસ્ત્રનું જ્ઞાન ભારતીય સંસ્કૃતિએ જ આપ્યું છે.

ભારતીય ઋષિ મુનિઓ પાયો છે, ભારતીય સંસ્કૃતિનો…

આપણા ઋષિઓએ વિજ્ઞાનિક વિચારસરણીનો પાયો નાખ્યો છે, સનાતન ધર્મને અનુસરતા ઋષિઓએ તેમના જ્ઞાન અને તપની સિદ્ધિ દ્વારા આ દરેક શાસ્ત્રને છે અને વિશ્વને પણ વૈજ્ઞાનિક તેમજ તબીબી સંશોધન અંગેનો દ્રષ્ટિકોણ આપ્યો છે.

સનાતન ઋષિમુનિઓના તપોજ્ઞાનને લીધે આજે અનેક તકનીકી સમસ્યાઓનું સંશોધન થઈ રહ્યું છે, ત્યારે સંદર્ભ અર્થે સનાતન ધર્મના ગ્રંથો અને લખાણોની મદદ મળતી રહે છે. આપણા ઋષિઓએ વિશ્વને ઘણું આપ્યું છે. આ રીતે આખું વિશ્વ એમનું ૠણી રહેશે.

image source

મંદિર ક્યાં આવેલ છે? જાણો…

કુંદદમ વડકકુનાથ સ્વામી મંદિર કોયંબતૂરથી આશરે ૮૦ કિલોમીટર દૂર નંદિગણમાં આવેલ છે. જે મંદિરની દરેક દિવાલો ઉપર આશ્ચર્ય થાય તેવી મૂર્તિઓ કંડારેલ છે. આ મંદિરનું નિર્માણ હજારો વર્ષ પહેલાં થયેલ છે.

શિશુના આકારની મૂર્તિઓના જુદા – જુદા સ્વરૂપો જોવા મળે છે, આ મંદિરમાં…

અજાત બાળકની પથ્થરની મૂર્તિ ‘કુંદાદમ વડકકુનાથ સ્વામી મંદિર’ની દિવાલ પર કોતરવામાં આવી છે. મંદિરની બીજી દિવાલો પર, દર મહિને અજાત બાળકની સ્થિતિની મૂર્તિ કોતરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે પ્રાચિન મંદિરોમાં અનેક પ્રકારની શૈલીની મૂર્તિઓ કંડારેલી હોય છે. જેને આધારે જે તે સમયની સંસ્કૃતિ વિશે અંદાજો લગાવી શકાય છે.

image source

પૌરાણિક પાત્રો અને શારીરિક અંગભંગ સહિતના આકારો, સ્ત્રીઓ, નૃત્યાંગનાઓ, દેવી – દેવતાઓની મૂર્તિઓ અને શુભ ચિન્હો જેવી આકૃતિઓ પણ કંડારેલી હોય છે.

એજ રીતે ગર્ભસ્થ શિશુના આકારોની મૂર્તિઓ પણ એ મંદિરમાં કંડારેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,