અમરનાથ સાથે જોડાયેલી આ વાતો જાણીને તમને પણ થઇ જશે ત્યાં જવાની ઇચ્છા, જાણો આ અજાણી વાતો તમે પણ

દર વર્ષે અમરનાથ ધામને યાત્રાળુઓ માટે 48 દિવસ સુધી ખુલ્લુ મુકવામા આવે છે. 48 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ચાલો જાણીએ શું છે આ યાત્રાનું મહત્ત્વ. અમરનાથ ધામ શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક મહત્તવ અને પુણ્યની યાત્રા છે. જમણે પણ આ યાત્રા વિષે જાણ્યું અથવા સાંભળ્યું છે તે ઓછામાં ઓછી એકવાર તો ત્યાં જવાની ઇચ્છા ધરાવે જ છે. અષાઢ પુર્ણિમાથી શરૂ થઈને રક્ષાબંધન સુધી આખા શ્રાવણ મહિનામાં પવિત્ર હિમલિંગ દર્શન માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

અમરનાથ ગુફા શ્રીનગરથી લગભઘ 145 કિલોમીટર દૂર છે

image source

સમુદ્ર તળથી આ વિસ્તાર 3978 મીટરની ઉંચાઈ પર આવેલો છે. બાબા અમરનાથની ગુફા 150 ફૂટ ઉંચી અને લગભગ 90 ફૂટ લાંબી છે. અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે અહીં પહોંચવાના બે રસ્તા છે. એક પહલગામ થઈને જાય છે અને બીજો સોનમર્ગ બાલટાલથી જાય છે.

હિમાલયની પર્વત શ્રેણીમાં સ્થિત બાબા બર્ફાનીની આ યાત્રા ઘણી મુશ્કેલ છે અને તેમાં જવા માટે કોઈ પણ વ્યક્તિએ મેડિકલી ફીટ હોવું ખૂબ જરૂરી છે. અમરનાથ યાત્રાની મુખ્ય વાત એ છે કે અહીં શિવલિંગ સ્વયંભૂ છે એટલે કે સ્વયં નિર્મિત છે. તેને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે.

image source

હિમાલયના ખોળામાં સ્થિત અમરનાથ હિન્દુઓનું સૌથી વધારે આસ્થાવાળુ પવિત્ર તીર્થસ્તળ છે. પવિત્ર ગુફા શ્રીનગરની ઉત્તર-પૂર્વમાં 135 કિલેમીટર દૂર સમુદ્ર તળથી 13 હજાર ફૂટની ઉંચાઈ પર છે. પવિત્ર ગુફાની લંબાઈ 19 મીટર, પહોળાઈ 16 મટીર અને ઉંચાઈ 11 મીટર છે. અમરનાથની ખાસિયત પવિત્ર ગુફામાં બરફથી બનેલું નૈસર્ગિક શિવલિંગનું બનવું છે.પ્રાકૃતિક બરફથી બનવાના કારણે જ અહીં સવયંભૂ હિમાલીન શિવલિંગ બને છે જેને બર્ફાની બાબા પણ કહે છે. આ સ્થાન સાથે જોડાયેલો એક ખૂબ જ રોચક પ્રસંગ અહીં પ્રચલિત છે. શાસ્ત્રો પ્રમાણે આ પવિત્ર સ્થાન પર જ શિવજી અને માતા પાર્વતીને અમરકથા સંભળાવી હતી. કહે છે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને ઉંઘ આવી ગઈ હતી.

કહેવાય છે કે ચંદ્રમાંના ઘટવા-વધવાની સાથે સાથે આ શિવલિંગનો આકાર પણ ઘટે તેમજ વધે છે. અમરનાથનું શિવલિંગ નક્કર બરફથી નિર્મિત છે જ્યારે જે ગુફામા આ શિવલિંગ આવેલું છે ત્યાં બરફ હિમકણ સ્વરૂપે હોય છે.

image source

અમરનાદ હિન્દુઓનું પ્રમુખ તીર્થ સ્થળ છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહેવાય છે કારણ કે અહીં પર ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્ત્વનું રહસ્ય જણાવ્યું હતું. અહીંની ખાસિયત એ છે કે અહીંનું સિવલિંગ ચંદ્રમાના ઘટવા-વધવાની સાતે સાથે બરફનું શિવલિંગ પણ પોતાનો આકાર ઘટાડે તેમજ વધારે છે. શ્રાવણ મહિનાની પુનમે આ શિવલિંગ પુર્ણ આકારમાં હોય છે અને અમાસ સુધીમાં તે ધીમે ધીમે નાનુ થતું જાય છે. ચકિત કરનારી વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે.

image source

શેષ નાગ સરોવર પર પહોંચી ભગવાન શીવે પોતાના ગળાના સાપને પણ ઉતારી દીધા હતા. અને ગણેશજીને તેમણે મહાગુણસ પહાડ પર છોડી દીધા હતા. ત્યાર બાદ પંચતરણી નામની જગ્યા પર પહોંચીને શિવજીએ પાંચે તત્ત્વોનો પણ ત્યાગ કર્યો હતો. માનવામા આવે છે કે જ્યારે ભગવાન શિવે પાર્વતિને અમરતાનો મંત્ર સંભળાવ્યો હતો ત્યારે તે સમયે ગુફામાં તેમના બે ઉપરાંત કબૂતરની એક જોડી પણ હાજર હતી. કથા સાંભળ્યા બાદ કબૂતરની જોડી પણ અમર થઈ ગઈ. આજે પણ અમરનાથ ગુફામાં કબૂતરની તે જોડી જોવા મળે છે તેવું કહેવાય છે.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે અમરનાથની યાત્રાના બે માર્ગ છે એક પહલગામથી અને બીજો સોનમર્ગ બલટાલથી. પણ સરાકર હંમેશા યાત્રાળુઓને પહલગામ વાળો રસ્તો જ પસંદ કરવાનું કહે છે. ગુફામાં ઉપરથી બરફના પાણીનાં ટીપાં ટપકે રાખે છે. અહીંજ એવી જગ્યા છે જ્યાં ટપકતા બરફના ટીપાંથી લગભગ દસ ફૂટ ઉંચું આ શિવલિંગ બને છે. જાતે જ બનતા આ શિવલિંગની પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે ? શું તે પૃથ્વી પર હાજર કોઈ ખાસ શક્તિથી બને છે ? વૈજ્ઞાનિકોનું કેહવું છે કે શક્ય છેકે કોઈ ખાસ સ્થિતિ ઉભી થવાથી તેવું થતું હોય. કૈલાશ પર્વત કે તિરુવન્નમલાઈમાં નિર્મિત પ્રાકૃતિક આકૃતિ શિવલિંગ જેવી જ દેખાય છે. આ પ્રકૃતિની કળા છે. કેટલીક ઘટનાઓની વૈજ્ઞાનિક કેટલીક હદે જ વ્યાખ્યાઇત કરી શકે છે પણ અમરનાથના શિવલિંગનું રહસ્ય હજુ સંપૂર્ણ રીતે ઉકેલી શકાયુ નથી. અમરનાથના બરફથી બનેલા શિવલિંગ પહાડના છિદ્રોમાંથી ગુફામાં બરફના પાણીના ટીપાં પડે છે પણ આ શિવલિંગ એક નક્કી સમય તેમજ ઋતુમાં જ કેમ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત