અમરનાથ યાત્રામાં થયા અનેક બદલાવ, જાણો તમે પણ અહિં..

કોરોનાના કહેર વચ્ચે અમરનાથ યાત્રા માત્ર 15 દિવસની જ રહેશે : શ્રાઇન બોર્ડ

image source

કોરોના સંક્રમણના પ્રતાપે સરકાર દ્વારા આ વર્ષે એવા અનેક નિર્ણયો લેવાયા છે, જે કદાચ આજ પહેલા નથી લેવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે આ વર્ષે અમરનાથ યાત્રા માત્ર બાલતાલ રૂટથી શરુ થશે અને તે માત્ર 15 દિવસની જ રહેશે. મળતી માહિતી મુજબ શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ યાત્રા 21 જુલાઇથી શરુ થઈને 3 ઓગસ્ટ સુધી ચાલશે.

જો આ યાત્રામાંથી સાધુઓને બાદ કરવામાં આવે તો 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને જ મંજુરી આપવામાં આવશે. આ બધા લોકો પાસે કોરોના નેગેટિવ સર્ટિફીકેટ હોવું ફરજીયાત છે. જો કે આ વખતે પણ ગુફા મંદિરની આરતીનું 15 દિવસ લાઇવ ટેલિકાસ્ટ થશે.

image source

આ નિર્ણય લેતા પહેલા અમરનાથ શ્રાઈન બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ ઉપરાજ્યપાલ જીસી મુર્મુ અને બોર્ડના અધિકારીઓની મુલાકાત લીધી હતી. કોરોનાના કારણે જ્યારે ધર્મસ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યારે લાંબા સમયથી અમરનાથ યાત્રા બાબતે અસમંજસ તોળાઈ રહી હતી. આ અંગેના નિર્ણયમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રા ૨૦ જુલાઈથી શરુ થશે તેમ જ આ યાત્રા ૩ ઓગસ્ટ સુધી જ ચાલશે. જો કે હજુ પણ રજીસ્ટ્રેશન અંગે કોઈ ચોક્કસ પ્રક્રિયા નક્કી નથી પણ શ્રાઈન બોર્ડ દ્વારા જલ્દી જ એ અંગે નિર્ણય લેવામાં આવશે.

image source

આ અઠવાડિયા દરમિયાન શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રાના અનુરૂપ નિર્ણયો પર અંતિમ વિચાર કરવામાં આવશે. જો કે પહેલા આ યાત્રા ૨૩ જુનથી શરુ થવા અને એપ્રિલના પ્રથમ દિવસથી રજીસ્ટ્રેશન શરુ કરવાની યોજના હતી. પણ, કોરોના મહામારીના કારણે આ રજીસ્ટ્રેશન સતત પાછું ધકેલાઈ રહ્યું હતું. આ સમસ્યા ઓછી હોય એમ હજુ સુધી બરફ હટાવવાનું કાર્ય પણ શરુ થયું નથી.

image source

અમરનાથના શ્રાઈન બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓએ સામાજિક અને ધાર્મિક સંગઠનોના આગેવાનો સાથે ઉપરાજ્યપાલની મુલાકાત લીધી હતી. અનેક સંગઠનોનું નિવેદન છે કે આ યાત્રા પ્રથમ જુલાઈથી શરુ કરવામાં આવે. પણ, આ નિર્ણય પર બધાની સહમતી મળી શકી નહી હોવાથી આ લગભગ નક્કી થઇ ચુક્યું છે કે યાત્રા ૨૦ જુનથી શરુ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં 42 દિવસ માટે નક્કી કરાયેલી યાત્રાનો સમય ઘટાડીને 15 દિવસનો કરી દેવામાં આવ્યો છે.

image source

જો કે આયોજનમાં ઘણી મુશ્કેલીઓ છે, જેમાં એક છે અમરનાથ માર્ગ પરથી આટલો જલ્દી બરફ દુર કરવો. કોરોનાના કારણે મજુરો મળવા પણ મુશ્કેલ છે. આવા સમયે બાલટાલ માર્ગથી પવિત્ર ગુફા સુધીનો માર્ગ જલ્દી સાફ થઇ શકશે, ત્યાં કેટલાક સ્થાને બરફ ઓગળી રહ્યો હોવાથી આ માર્ગ સરળતાથી ખોલી શકાશે. આ માર્ગ ટૂંકો (૧ દિવસનો) હોવાથી આ માર્ગને પ્રાથમિકતા અપાઈ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાનું સમાપન ત્રીજી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે ગુફામાં છડી મુબારક અને પૂજા સાથે કરવામાં આવશે. આ સમયે છડી મુબારકને પહલગામના રસ્તે અનેક તીર્થસ્થળો પર ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ કરવાના હોય છે. એવામાં છડી મુબારકને હેલીકોપ્ટર દ્વારા પણ લઈ જવાની શક્યતાઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત