બર્ફાની બાબાના ભક્તો માટે સારા સમાચાર, અમરનાથ યાત્રાની તારીખ કરવામાં આવી જાહેર, જાણી લો ફટાફટ

આવા સમયે 2020માં અમરનાથ યાત્રા યોજાશે કે નહીં તે અંગે જમ્મુના રાજભવનમાં બુધવારે હા-ના-હા-ના નો દોર સતત ચાલતો જોવા મળ્યો હતો. પહેલા રાજભવને અમરનાથ યાત્રા કેન્સલ કરવાની માહિતી આપી અને બાદમાં આ જાણકારી આપતી પ્રેસ રિલીઝને જ રદ્દ કરી દીધી. ત્યારે આ વર્ષે પણ લોકોમાં આ પ્રશ્નને લઈ ભારે મુંજવણ હતી.

image source

તો હવે બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર છે. શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટે પૂર્ણ થશે.

જો આ યાત્રા વિશે વિગતે વાત કરીએ તો બોર્ડે શનિવારે બેઠકમાં આ નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે યાત્રા માત્ર બાલાટાલ રૂટથી કરાવવાનો નિર્ણય કરાયો છે. યાત્રાનો પારંપરિક રસ્તો પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઈને જાય છે.

image source

શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવનમાં બોર્ડ સભ્યોની બેઠક કરી હતી અને જેમાં આ મુદ્દા વિશે વાતો કરવામાં આવી હતી. આ સાથે જ માહિતી મળી રહી છે કે બેઠકમાં યાત્રાના શિડ્યૂલની સાથે જ અનેક જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી. અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી જોવા મળતા યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું કડકપણ પાલન કરાવવામાં આવશે એ વાત પણ ખાસ કરવામાં આવી હતી,

image source

જો વાત કરીએ 2020ની તો કોરોનાને પગલે અમરનાથ યાત્રાને લઈને ઘણી જ અસમંજસતા જોવા મળી હતી. જમ્મુના રાજભવનમાં 22 એપ્રિલ સુધી યાત્રા કરાવવી કે નહીં તે અંગે હાં-ના હાં-ના જોવા મળતી હતી. પહેલાં રાજભવને અમરનાથ યાત્રા મોકૂફ કરવાની જાણકારી આપી હતી, પરંતુ બાદમાં પ્રેસ રિલીઝ કરીને તેને કેન્સલ જ કરી દિધી હતી.

કલાક પછી વધુ એક પ્રેસ રિલીઝ કરતા ચોખવટ કરી હતી કોરોનાને કારણે નિશ્ચિત તારીખમાં યાત્રા કરાવવાનું શક્ય નથી. જો કે ત્યારે પણ યાત્રા થશે કે નહીં તે અંગે બાદમાં નિર્ણય લેવાશે તેવી વાત કરાઈ હતી. સ્થિતિને જોતા અંતે યાત્રા રદ જ કરવામાં આવી હતી.

image source

જો વાત કરીએ 2020ના પણ એક વર્ષ પહેલાં 2019ની તો જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 43 દિવસ લાંબી ચાલનારી માછિલ માતા યાત્રા પણ શનિવારે સ્થગિત કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ તેના માટે સુરક્ષાનું કારણ આપ્યું હતું.

અધિકારીઓએ લોકોને યાત્રામાં નિકળી ગયેલા પ્રવાસીઓને પાછા ફરવાની તૈયારી કરવા જણાવ્યું હતું. કારણ કંઈક એવું હતું કે અમરનાથ યાત્રાના માર્ગ પર પાકિસ્તાનમાં બનેલા લેન્ડમાઇન અને અમેરિકન સ્નાઇપર ગન મળ્યા બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!