આજે છે અમાસ અને સાથે સૂર્યગ્રહણ પણ, સૂર્યાસ્ત બાદ અચુક કરજો હનુમાન ચાલીસાનો પાઠ, મળશે ધાર્યા પરિણામ

૨૧ જુન, ૨૦૨૦ રવિવારના રોજ જેઠ માસની અમાસની તિથિ પર સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ દુનિયાના કેટલાક દેશોમાં જ જોવા મળવાનું છે જેમાં ભારત સહિત એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળી શકે છે. મહાકાલની નગરી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનિષ શર્માના જણાવ્યા મુજબ ૨૧ જુન, ૨૦૨૦ના રોજ સવારના સમયે ૧૦:૧૪ વાગે શરુ થવાની શક્યતા છે. આ સૂર્યગ્રહણ બપોરના સમયે ૧:૩૮ વાગે સમાપ્ત થઈ શકે છે.

image source

સૂર્ય ગ્રહણનો સુતક કાળ આજ રોજ એટલે કે ૨૦ જુનની રાતના સમયે ૧૦:૧૪ વાગ્યાથી શરુ થવાનું છે. સૂર્યગ્રહણનો સુતક કાળ ૨૧ જુન, ૨૦૨૦ના રોજ બપોરના સમયે ૧:૩૮ વાગ્યા સુધી રહેવાનો છે. આપ સૂર્યગ્રહણ અને તેના સુતક કાળ દરમિયાન કોઇપણ પ્રકારના ધાર્મિક કાર્ય કરી શકશો નહી. આ સમય દરમિયાન આપે ફક્ત મંત્રજાપ કરી શકો છો.

અમાસના દિવસે ધાર્મિક કાર્ય સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી જ કરવા :

image source

સામાન્ય રીતે અમાસની તિથિ પિતૃઓ માટે શ્રાદ્ધ કાર્ય કરવાની પરંપરા છે. તા. ૨૧ જુન, ૨૦૨૦ રવિવારના રોજ સૂર્યગ્રહણ થતું હોવાના કારણે આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કાર્યને આપ બપોરના ૧:૩૮ વાગ્યા પછી જ કરવા શક્ય છે. અમાસના દિવસે આપે પિતૃઓ માટે ધૂપ- ધ્યાન કરવા જોઈએ. આ સાથે જ આપે જરૂરિયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન પણ કરવું જોઈએ.

અમાસની તિથિના રોજ આપ આ શુભ કાર્ય પણ કરી શકો છો.:

image source

૨૧ જુન રવિવારના રોજ આપ સૂર્યગ્રહણ સમાપ્ત થઈ ગયા પછી શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી બીલીપત્ર અને ધતુરો અર્પણ કરવો. ત્યાર બાદ આપે શિવલિંગ પર ચંદનનું તિલક કરવું. ત્યાર પછી આપે ભગવાન શિવને ભોગ ધરાવી દેવો અને આરતી કરવી. પૂજા કરી લીધા પછી આપે આ પ્રસાદને અન્ય ભક્તોને પણ આપવો.

સુર્યાસ્ત પછી હનુમાન ચાલીસાનું પઠન કરવું.:

image source

જેઠ માસની અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાનું હોવાથી આપ બપોરના સમય સુધી કોઇપણ ધાર્મિક કાર્ય કરવા સંભવ નથી. એટલા માટે આપે સુર્યાસ્ત પછી હનુમાનજીને સન્મુખ દીવો પેટાવીને સુંદરકાંડ કે પછી હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ. આ સાથે જ આપે હનુમાન મંત્ર ૐ રામદૂતાય નમઃ નો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

સૂર્યગ્રહણના સમયે આપે આ કામ કરવા નહી.:

image source

સૂર્યગ્રહણ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું જોઈએ નહી કેમ કે, સૂર્યગ્રહણ દરમિયાન સુર્યમાંથી નીકળતા સૂર્ય કિરણો ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં રહેલ શિશુના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરે છે. એટલે આપે સૂર્યગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિઓની કુંડળીમાં ગ્રહણ યોગ હોય છે એટલે કે, સૂર્ય સાથે રાહુ ગ્રહ કે કેતુ ગ્રહની યુતિ કે પછી ચંદ્ર સાથે રાહુ ગ્રહ કે પછી કેતુની યુતિ હોય તો ત્યારે તેમણે આ સૂર્યગ્રહણના સમયે મંત્રોના જાપ કરવા જોઈએ.

હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત