Good News: આ માસ્ક કરશે 5 મીનિટમાં 93% કોરોના વાયરસનો સફાયો…

આ માસ્ક કરશે 5મીનિટમાં 93 % વાયરસનો સફાયો – મળી મંજૂરી – જાણો વધારે વિગત

કોરોના વાયરસની મહામારીની જ્યારે શરૂઆત થયું તે સમયે કોરના સામે રક્ષણ મેળવવા માટે પહેરવામા આવતા N-95 માસ્કને અસરકારક ગણવામા આવતું હતું પણ થોડા સમય પહેલાં જ આ પ્રકારના વાલ્વવાળા માસ્કને બિનઅસરકારક અને ઉલટાના નુકસાનકારક હોવાનું સરકાર દ્વારા કહેવામા આવ્યું હતું અને આવા માસ્કનો ઉપયોગ નહીં કરવા માટે લોકોને સરકાર દ્વારા અપિલ કરવામા આવી હતી.

image source

હાલ સમગ્ર દેશમાં લોકોને જાહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવામા આવી રહ્યું છે અને જો તેઓ તેમ ન કરે તો તેની વિરુદ્ધ કાયદેસર પગલા લેવામા આવે છે તેમજ દંડ પણ વસુલવામા આવે છે. માર્કેટમાં નકેલી માસ્કની પણ ભરમાર છે અને લોકોને અવારનવાર તે વિષે ચેવવામાં પણ આવી રહ્યા છે. આમ N95 માસ્ક કે જેને લોકો સુરક્ષિત ગણતા હતા તે અસુરક્ષિત હોવાની વાત સામે આવતા લોકોમાં એ મુંઝવણ ઉભી થઈ છે કે તેમણે કેવું માસ્ક પહેરવું જોઈએ જે તેમને કોરોના વાયરસથી સુરક્ષિત રાખી શકે. આ વચ્ચે મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા એક માસ્કનું નિર્માણ કરવામા આવ્યું છે કે જે કોરોના વાયરસથી તમને સચોટ રીતે બચાવી શકે છે.

image source

મુંબઈની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા આ માસ્ક બનાવામાં આવ્યું છે. અને આ માસ્કની ખાસીયત માત્ર કોરોના વાયરસને તમારામાં પ્રવેશતા અટકાવવા પુરતી જ નથી પણ મળેલી માહિતી પ્રમાણે આ માસ્ક કોરોના વાયરસને મારે પણ છે. પ્રથમ વાત તો એ કે આ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ તમારા નાક કે મોઢા વાટે તમારા શરીરમાં પ્રવેશતા અટકે છે અને તે પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં લગભઘ 93 % કોરોના વાયરસને નષ્ટ કરે છે.

image source

મુંબઈની થર્મસેન્સ નામની સ્ટાર્ટઅપ કંપનીએ આ માસ્ક બનાવ્યું છે. આ કંપનીનો એવો દાવો છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલું માસ્ક શરીરમાં પ્રવેશતા વાયરસને અટકાવે છે, તે ઉપરાંત માસ્કના બહારના લેયરમાં ચોંટેલા વાયરસને તે લગભગ સંપૂર્ણપણે નષ્ટ પણ કરે છે. આ માસ્કને કોરોના વાયરસ માટે ક્લિયર કહેવામા આવ્યું છે.

આ સ્ટાર્ટઅપ કંપનીના માસ્ક પર વિશ્વાસ એટલા માટે વધી રહ્યો છે કારણ કે અમેરિકન તેમજ ભારતીય લેબે પણ આ માસ્કને મંજૂરી આપી છે. તો એવું પણ માની શકાય કે કંપની દ્વારા જે દાવા કરવામા આવ્યા છે તે સાચા હોય. અને તે પૂરવાર પણ થયા હોય.

image source

આ સ્ટાર્ટઅપ કંપનીનું માનવું છે કે આઈએસઓ સર્ટિફાઈડ અમેરિકન લેબ તેમજ ભારતની લેબમાં પરીક્ષણ અને કેલિબ્રેશન લેબ માટે નેશનલ એક્રેડેશન બોર્ડની માન્યતા પ્રાપ્ત લેબોરેટરી દ્વારા તેમના માસ્કને ઉત્પાદન તેમજ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

શુ રહેશે આ માસ્કની કિંમત

એક અહેવાલ પ્રમાણે આ માસ્કની કિંમત રૂપિયા 300થી 500 વચ્ચેની રહેશે. હજુ સુધી આ માસ્ક માર્કેટમાં નથી આવ્યું, પણ કંપનીના દાવા પ્રમાણે થોડા જ સમયમાં તે માર્કેટમાં ઉપલબ્ધ થશે. અને આ એક રીયુઝેબલ માસ્ક હશે જેથી લોકોને તે મોંઘું પણ નહીં પડે.

image source

રી યુઝેબલ માસ્કનો ઉપયોગ તમે 100 કરતાં પણ વધારે વાર કરી શકશો

જ્યારે કોઈ આટલું મોંઘુ માસ્ક ખરીદી રહ્યું હોય ત્યારે તેના માટે એ જરૂરી છે કે તે માસ્ક વારંવાર વાપરી શકાય તેવો હોય. આ માસ્ક પણ રીયુઝેબલ છે. કંપનીના કહેવા પ્રમાણે આ માસ્કમાં વાપરવામાં આવેલું કપડું 60થી વધારે ઇન્ડસ્ટ્રિયલ વોશ અને 100 કરતાં પણ વધારે વોશિંગ મશીન વોશ સામે ટકી શકે છે. અને જો તમે તેને વોશિંગ મશિનમાં નહીં પણ તમારા હાથેથી સાફ કરશો તો તેને તમે 150 કરતાં પણ વધારે વાર વાપરી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત