ભૂલ્યા વગર અમાસના દિવસે આ રીતે કરો પૂજા વિધી, પિતૃના મળશે આર્શીવાદ અને ઘરમાં થશે ધનનો ઢગલો

અમાસનું હિન્દૂ શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. અમાસના દિવસે આકાશમાં ચંદ્ર જોવા નથી મળતો. આના કારણે આ દિવસ પિતૃના દાન પુણ્ય કરવા માટે વિશેષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી વ્રત, શ્રાદ્ધ અને દાન કરે છે, તો તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમે જીવનમાં આવતી મુશ્કેલીઓથી કાયમ છૂટકારો મેળવી શકો છો. આજની પોસ્ટમાં, અમે તમને જણાવીશું કે આ દિવસે ક્યાં ક્યાં શુભ કાર્યો કરી શકાય છે.

image source

તમે ઇચ્છો છો કે તમારા બધા પાપો નાશ પામે

જો તમને લાગે કે તમે તમારા જીવનમાં કેટલાક પાપો કર્યા છે, જેના પર તમને હજી પણ પસ્તાવો થઈ રહ્યો છે તો તે પાપથી છુટકારો મેળવવા માટે આ દિવસથી વધુ સારો કોઈ દિવસ નહીં હોય. આ માટે તમે લોટમાં સાકર મિક્સ કરીને હલહારીણી અમાસના દિવસે કિડીઓને ખવડાવો આવુ કરવાથી તમારા બધા પાપ ધોવાઈ જશે અને તમને પુણ્ય પણ મળશે. આ પુણ્ય કર્મના પ્રભાવથી તમારી દરેક ઇચ્છા પણ પૂર્ણ થશે. તેથી જો તમે ઇચ્છો છો કે તમારા બધા પાપો નાશ પામે અને તમારા મનની ઇચ્છા પૂર્ણ થાય તો આ ઉપાય એકવાર અજમાવો.

image source

ઘરમાં પૈસાની સમસ્યા ખત્મ થઈ જશે

આ સિવાય જો તમને પૈસાની સમસ્યા છે અથવા તમારી પાસે પૈસા ટકતા નથી, તો આ માટે હલહારિણી અમાસના દિવસે એક ઉપાય છે. આ ઉપાય કરવા માટે, તમે અમાસની રાત્રે 12 વાગ્યા પહેલાં સ્નાન કરી લો, સ્નાન કર્યા બાદ પછી ધોયેલા પીળા કપડા પહેરો. આ પછી, ઉત્તર તરફ મો કરીને બેસી જાવ. તમારી સામે ચોકી પર એક પ્લેટ લગાવી દો અને તેના ઉપર કેસર વડે સ્વસ્તિક બનાવો. હવે મહાલક્ષ્મી યંત્ર અને શંખની સ્થાપના કરો અને કેસરના રંગમાં રંગાયેલા ચોખાનો છંટકાવ કરો. આ પછી, ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં રાતોભર ઘી નાખતા રહો. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી, ઘરમાં પૈસાની સમસ્યા ખત્મ થઈ જાય છે.

image source

પૂર્વ પૂર્વજોના આશીર્વાદ બન્યા રહે

વ્યક્તિના જીવનમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેના પર પૂર્વજોના આશીર્વાદ બન્યા રહે. દાન પુણ્ય કરીને તેઓ આ દુનિયામાંથી ગયા પછી પણ તમે તેમના આશીર્વાદ મેળવી શકો છો. અમાસ પર દાન કરવું શુભ માનવામાં આવે છે. દાન કરવાથી પૂર્વજો સુખી થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે. આ માટે તમે અમાસની સાંજે લાલ રંગના દોરાનો ઉપયોગ કરીને કેસર લગાડો અને ઘીનો દીવો પ્રગટાવો. હવે આ દીવો ઘરની ઇશાન દિશામાં રાખો. આમ કરવાથી, પિતૃઓનો આશીર્વાદ તમારા પર રહેશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત