અમાસના દિવસે અજમાવો આ ઉપાય, જીવનની પરેશાનીઓ થશે દૂર

હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા મહિનાની અમાવસ્યાને પિઠૌરી અમાવસ્યા અથવા કુશગ્રહણ અમાવસ્યા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 7 સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવશે. આ દિવસે વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. કુશગ્રહણી અમાવસ્યાના દિવસે મંદિરોમાં જઈ દર્શન કરવાનો અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા હોય છે. અમાવસ્યા પર પૂર્વજો માટે તરપણ પણ કરવામાં આવે છે કારણ કે આ અમાવસ્યા પૂર્વજોની શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

image soucre

આ અમાવસ્યા ખાસ એટલા માટે પણ છે કારણ કે આ દિવસે ધાર્મિક કાર્યો માટે કુશ એટલે કે ઘાસ એકત્રિત કરવામાં આવે છે, જે ખૂબ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કુશ વિના કોઈપણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. આ સિવાય અન્ય એક ધાર્મિક માન્યતા છે કે જો કોઈની કુંડળીમાં કાલ સર્પ યોગ અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તે પણ ભાદરવા માસની અમાવસ્યાના દિવસે દૂર કરી શકાય છે. ચાલો એક નજર કરીએ જીવનની સમસ્યા દૂર કરતા ઉપાયો પર.

image soucre

1. જો કુંડળીમાં પિતૃ દોષ હોય અને કોઈ કાર્યમાં અવરોધો આવતા હોય તો તેઓ આ દિવસે પિતૃ શાંતિ માટે પ્રાર્થના કરી શકે છે. એવું કહેવાય છે કે આમ કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને તમને પિતૃ દોષથી પણ મુકિત મળે છે.

2. જો કોઈ વ્યક્તિના જીવનમાં સતત સમસ્યાઓ આવી રહી હોય તો આ ભાદરવા માસની અમાવસ્યા પર ગૌશાળામાં લીલા ઘાસ અને પૈસાનું દાન કરવું.

image soucre

3. અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે કાળા તલ, સરસવનું તેલ અને કાળા ધાબળા વગેરેનું દાન કરવું જોઈએ.

4. અમાવસ્યા પર હનુમાન મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પણ લાભ થાય છે. આ દિવસે મંદિરમાં બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.

image soucre

5. અમાવસ્યાના દિવસે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે ખાંડ મિશ્રિત પાણી અર્પણ કરો અને લોટના દીવામાં 5 વાટનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. ત્યારબાદ 7 પ્રદક્ષીણા કરવી.

image soucre

6. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ યોગ હોય તો તેણે અમાવસ્યાના દિવસે તેનાથી મુક્તિ મેળવવા માટે નદીમાં ચાંદીના સાપનો પ્રવાહિત કરવો અને દાન કરવું. જણાવી દઈએ કે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ યોગનો દોષ રાહુ-કેતુને કારણે છે.

7. જે લોકોનો ચંદ્ર નબળો હોય છે તેઓ આ દિવસે ગાયને દહીં અને ભાત ખવડાવવા તેમને માનસિક શાંતિ મળે છે.

image soucre

8. આ દિવસે 108 વખત તુલસી પરિક્રમા કરવી.